ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગાંધીનગરના સમાચાર / ગર્ભસ્થ શિશુમાં જન્મજાત ખોડખાંપણની તપાસ ફરજિયાત કરાશે: ગુજરાત સરકારની તૈયારી
Last Updated: 01:37 PM, 26 November 2026
ADVERTISEMENT
ગુજરાત સરકાર રાજ્યની તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલો તથા ક્લિનિક્સમાં ગર્ભસ્થ શિશુની જન્મ પહેલાંની તપાસ (પ્રિનેટલ સ્ક્રીનિંગ) ફરજિયાત બનાવવાની તૈયારી કરી રહી છે. આ પહેલનો મુખ્ય હેતુ ગર્ભસ્થ શિશુમાં જન્મજાત ખોડખાંપણ અને વિકલાંગતાની વહેલીતકે ઓળખ કરી સમયસર જરૂરી તબીબી સારવાર અને હસ્તક્ષેપ સુનિશ્ચિત કરવાનો છે.
ADVERTISEMENT
કેન્દ્ર સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય (એસજેઈ)ની સલાહ બાદ રાજ્ય સરકારે આ નિર્ણય લેવાની દિશામાં કાર્યવાહી હાથ ધરી છે. મંત્રાલયે રાજ્યોને જન્મજાત ખોડખાંપણની ઓળખ માટે ગર્ભસ્થ શિશુની સક્રિય રીતે તપાસ કરવાની ભલામણ કરી છે.
તાજેતરમાં મંત્રાલયે આ પ્રસ્તાવ અંગે ચર્ચા કરવા માટે તમામ રાજ્યના અધિકારીઓની બેઠક પણ બોલાવી હતી. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર પ્રથમ વખત કેન્દ્ર સરકારે ગર્ભસ્થ શિશુમાં કોઈ પણ પ્રકારની ખોડખાંપણની વહેલી ઓળખ માટે સક્રિય તપાસ કરવાની દરખાસ્ત રજૂ કરી છે. રાજ્ય સ્તરે ચિંતન શિબિરમાં પણ આ પ્રસ્તાવ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
ADVERTISEMENT
હાલમાં કેટલીક હોસ્પિટલો જન્મજાત ખોડખાંપણની તપાસ કરે છે, પરંતુ રાજ્ય સરકાર હવે સરકારી અને ખાનગી આરોગ્ય સંસ્થાઓમાં આ પ્રક્રિયાને ફરજિયાત બનાવવાની યોજના ધરાવે છે. એક અધિકારીએ જણાવ્યું છે કે કેટલાક કિસ્સાઓમાં ગંભીર જન્મજાત ખોડખાંપણ ધરાવતા ગર્ભને ગર્ભપાત કરાવવો પણ એક યોગ્ય વિકલ્પ બની શકે છે.
આ પહેલ માટે રાજ્ય સરકાર બજેટમાં ખાસ નાણાકીય જોગવાઈ કરે તેવી અપેક્ષા છે. આ અભિયાનનો અમલ સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ તથા આરોગ્ય વિભાગ સંયુક્ત રીતે કરશે. સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ સમગ્ર અમલીકરણની દેખરેખ રાખશે, જ્યારે આરોગ્ય વિભાગ નક્કી કરવામાં આવનારા નિયમોનું પાલન સુનિશ્ચિત કરશે.
ADVERTISEMENT
સરકારી અધિકારીઓના જણાવ્યા અનુસાર વિકલાંગતા અને જન્મજાત બીમારીઓ સાથે જન્મતાં બાળકોની વધતી સંખ્યા અંગેની ચિંતાના પગલે આ પહેલ હાથ ધરવામાં આવી છે, તેમાં હૃદયરોગ અને સેરેબ્રલ પાલ્સી જેવી ગંભીર સ્થિતિઓનો પણ સમાવેશ થાય છે. આવી પરિસ્થિતિમાં બાળકોના પરિવારો પર પડતા આર્થિક અને સામાજિક બોજને ઘટાડવાનો પણ આ પહેલનો હેતુ છે.
આ પણ વાંચોઃ અમદાવાદીઓ, સતત ઉધરસને સામાન્ય શરદી સમજીને અવગણતા નહીં, સ્થિતિ બની જોખમી
ADVERTISEMENT
સૂત્રોએ જણાવ્યું છે કે આવી તબીબી સ્થિતિ ધરાવતાં બાળકોને ઘણી વખત આરોગ્ય વીમાનું કવચ મળતું નથી, તેના કારણે પરિવારો પર મોટો આર્થિક બોજ પડે છે. આ ઉપરાંત આવી આરોગ્યલક્ષી સમસ્યાઓ સાથે નોંધપાત્ર સામાજિક પડકારો પણ જોડાયેલા હોય છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
વધુ વાંચો