ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / બેવડી ઋતુઃ અમદાવાદમાં વહેલી સવારે ઠંડીનો ચમકારો, બપોરે ગરમીનો અહેસાસ

ઋતુ / બેવડી ઋતુઃ અમદાવાદમાં વહેલી સવારે ઠંડીનો ચમકારો, બપોરે ગરમીનો અહેસાસ

Published By: Hiralal Parmar

Last Updated: 01:52 PM, 26 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શિયાળાની સિઝન શરુ થઈ ગઈ છે, ત્યારે હાલમાં ડબલ સિઝનનો અહેસાસ થઈ રહ્યો છે. વહેલી સવાર ઠંડી તો બપોરે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે.

ADVERTISEMENT

ગુજરાતમાં શિયાળાની શરૂઆત સાથે બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. વહેલી સવારે અને મોડી રાતે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે, જ્યારે બપોરના સમયે તડકો નીકળતાં ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. ખાસ કરીને અમદાવાદમાં સવારે ઠંડક અને બપોરે ગરમ વાતાવરણનો અનુભવ થઈ રહ્યો છે. દરમિયાન હવામાન વિભાગે આગામી સાત દિવસ દરમિયાન રાજ્યના લઘુતમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નકારી છે. પરિણામે હાલ ઠંડી અને ગરમીની વધઘટનો માહોલ યથાવત્ રહેવાની શક્યતા છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી સાત દિવસ રાજ્યભરમાં વાતાવરણ સૂકું રહેશે. લઘુતમ તાપમાનમાં પણ કોઈ નોંધપાત્ર ફેરફાર થવાની શક્યતા નથી. છેલ્લા કેટલાક દિવસથી રાત્રિના તાપમાનમાં જોવા મળી રહેલી વધઘટ આગામી દિવસોમાં પણ ચાલુ રહી શકે છે.

આ પણ વાંચોઃ અમદાવાદીઓ, સતત ઉધરસને સામાન્ય શરદી સમજીને અવગણતા નહીં, સ્થિતિ બની જોખમી

અમદાવાદમાં આજે વહેલી સવારે લઘુતમ તાપમાન 16.7 ડિગ્રી નોંધાયું હતું. દિવસ અને રાતના તાપમાન વચ્ચેના તફાવતને કારણે શહેરમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. વહેલી સવારે ઠંડક રહે છે, જ્યારે બપોરે તડકાને કારણે ગરમી લાગે છે. આજે શહેરમાં આકાશ સ્વચ્છ રહેવાની અને મહત્તમ તાપમાન 31 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. લઘુતમ તાપમાન 16 ડિગ્રીની આસપાસ રહી શકે છે. રાજ્યમાં સૌથી ઓછું 11 ડિગ્રી લઘુતમ તાપમાન નલિયામાં નોંધાયું હતું. ત્યાર બાદ ગાંધીનગરમાં 14 ડિગ્રી, અમરેલીમાં 14.8 ડિગ્રી, ડીસામાં 14.8 ડિગ્રી, રાજકોટમાં 15.2 ડિગ્રી અને અમદાવાદમાં 16.7 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Gujarat News

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ