ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / સર્ચ એન્જિન પર મહાઠગોનો કબજોઃ એક ક્લિકમાં બેન્ક એકાઉન્ટ ખાલી
Last Updated: 01:25 PM, 26 November 2026
ADVERTISEMENT
સાયબર ઠગાઈની રીત હવે એટલી હાઈટેક બની ગઈ છે કે ગ્રાહક પોતાની બેન્કનો કસ્ટમર કેર નંબર શોધવા માટે ગૂગલ પર જાય અને ત્યાંથી જ ઠગોની જાળમાં ફસાઈ જાય છે. બેન્કમાં ટ્રાન્ઝેક્શન અટક્યું હોય, ઓનલાઈન ઓર્ડરનો સામાન ન આવ્યો હોય કે ખરીદેલી પ્રોડક્ટનું રિફંડ મેળવવાનું હોય લોકો સૌથી પહેલાં ગૂગલ પર નંબર સર્ચ કરે છે.
ADVERTISEMENT
સાયબર ગઠિયાઓએ લોકોની આ જ આદતને કમાણીનું હથિયાર બનાવી છે. જાણીતી કંપનીઓ અને બેન્કોના નામે ભળતી વેબસાઈટ બનાવી તેમાં પોતાના નંબર મૂકીને ગ્રાહકોને છેતરવામાં આવે છે. ત્યાર બાદ રિફંડના નામે મોબાઈલમાં એપીકે માલવેર ઇન્સ્ટોલ કરાવી બેન્ક એકાઉન્ટ સુધી પહોંચવામાં આવે છે.
થોડા દિવસ પહેલા સરદારનગર વિસ્તારમાં રહેતા ગોપાલ મોટવાણિએ પણ જિયો વાઈફાઈ ફાઈબર ચાલતું ન હોવાથી ગૂગલમાં સર્ચ કરી કસ્ટમર કેરનો નંબર શોધ્યો હતો. જો કે કોલ સીધો સાઈબર ગઠિયાઓને પહોંચી ગયો હતો અને તેમના ખાતામાંથી ૬૭ હજાર રૂપિયા ઉપડી ગયા હતા.
ADVERTISEMENT
ગૂગલ પર નકલી નંબર મૂકવાની આખી રમત | સાયબર ગઠિયાઓ સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન (SEO) અને પેઇડ જાહેરાતોનો ઉપયોગ કરીને નકલી કસ્ટમર કેર નંબરને સર્ચ રિઝલ્ટમાં ઉપર લાવે છે. ગ્રાહક જ્યારે બેન્ક કે કંપનીનો નંબર શોધે છે ત્યારે તેને સૌથી પહેલાં આ નંબર દેખાય છે. ગ્રાહક તેને સત્તાવાર માનીને ફોન કરે છે અને ઠગોની જાળમાં ફસાઈ જાય છે. કેટલીક વખત ઠગો જાણીતી કંપનીના નામે અલગ વેબસાઈટ બનાવી તેમાં ખોટા સંપર્ક નંબર પણ મૂકે છે.
રિફંડના નામે એપીકે માલવેરનો હુમલો
ADVERTISEMENT
ગ્રાહક નકલી નંબર પર ફોન કરે ત્યારથી ઠગાઈની બીજી કડી શરૂ થાય છે.
૧. વિશ્વાસ જીતે છે: ઠગ પોતાને બેન્ક કે કંપનીનો કસ્ટમર કેર અધિકારી ગણાવી વાત કરે છે
ADVERTISEMENT
ર. એપીકે ફાઇલ મોકલે છે: રિફંડની પ્રક્રિયાના બહાને વોટ્સએપ પર કસ્ટમર સપોર્ટ કે રિફંડ એપ્લિકેશનના નામે ફાઇલ મોકલે છે
૩. મોબાઈલમાં પ્રવેશ: ગ્રાહક ફાઇલ ઇન્સ્ટોલ કરે ત્યારે તેમાં રહેલું રિમોટ એક્સેસ ટ્રોજન (RAT) અથવા સ્પાયવેર ફોનની માહિતી અને પ્રવૃત્તિ સુધી પહોંચવાનો પ્રયાસ કરે છે
ADVERTISEMENT
૪. યુપીઆઈનો ઉપયોગ: ગ્રાહકને યુપીઆઈ એપ ખોલાવી પિન નાખવા કે અન્ય પ્રક્રિયા કરવા માટે સમજાવવામાં આવે છે
પ. ખાતું સાફ: માલવેરની ક્ષમતા અને મળેલી પરવાનગીના આધારે ઠગ સ્ક્રીન તથા સંવેદનશીલ માહિતી મેળવી નાણાં ટ્રાન્સફર કરી શકે છે
ADVERTISEMENT
ગૂગલનું ‘Sponsored’ એટલે વિશ્વાસની ગેરંટી નહીં
ગૂગલ પર કોઈ કંપનીનું નામ સર્ચ કરતાં સૌથી ઉપર દેખાતા પરિણામની બાજુમાં ‘Sponsored’ લખેલું હોય તો તે પેઇડ જાહેરાત છે. આ જાહેરાત કંપનીએ પોતે જ આપી છે અથવા ગૂગલે તેની સત્તાવાર ઓળખની ખાતરી કરી છે એવું નથી. સાયબર ગઠિયાઓ પણ પેઇડ જાહેરાતોનો ઉપયોગ કરીને નકલી વેબસાઈટ અને કસ્ટમર કેર નંબર લોકો સુધી પહોંચાડી શકે છે. તેથી સ્પોન્સર્ડ પરિણામ પર ઉતાવળમાં ક્લિક કરવાનું ટાળવું જોઈએ.
ટિપ્સ: સાયબર ઠગાઈથી બચવા આટલું કરો
■ બેન્ક કે કંપનીનો સંપર્ક સત્તાવાર એપ અથવા વેબસાઈટથી જ કરો
■ વોટ્સએપ કે એસએમએસથી આવેલી અજાણી એપીકે ફાઇલ ઇન્સ્ટોલ ન કરો
■ રિફંડ મેળવવા માટે યુપીઆઈ પિન નાખવાની જરૂર હોતી નથી
■ કોઈ અજાણી વ્યક્તિને ઓટીપી, પાસવર્ડ કે પિન આપશો નહીં
■ અજાણી વ્યક્તિને સ્ક્રીન શેરિંગ કે રિમોટ એક્સેસની પરવાનગી ન આપો
■ નાણાકીય છેતરપિંડી થાય તો તરત 1930 પર ફોન કરો અને cybercrime.gov.in પર ફરિયાદ નોંધાવો
આ પણ વાંચોઃ અમદાવાદીઓ, સતત ઉધરસને સામાન્ય શરદી સમજીને અવગણતા નહીં, સ્થિતિ બની જોખમી
ભળતી વેબસાઈટ અને અસલી વેબસાઈટ વચ્ચેનો ફરક
સાયબર ગઠિયાઓ અસલી કંપનીની વેબસાઈટ જેવી જ દેખાતી નકલી વેબસાઈટ બનાવે છે, તેમાં લોગો, રંગ, ડિઝાઇન અને કંપનીના નામનો ઉપયોગ કરીને ગ્રાહકને ભ્રમિત કરવામાં આવે છે, જોકે થોડી સાવધાની રાખવામાં આવે તો બંને વચ્ચેનો ફરક ઓળખી શકાય છે.
અસલી વેબસાઈટ
■ કંપનીનું સત્તાવાર ડોમેન નામ હોય છે
■ વેબસાઈટના નામનો સ્પેલિંગ ચોક્કસ હોય છે
■ સંપર્ક નંબર અને સરનામું કંપનીની સત્તાવાર માહિતી સાથે મેળ ખાતાં હોય છે
■ કંપનીની સત્તાવાર એપ અને વેબસાઈટ પર સરખી માહિતી મળે છે
નકલી વેબસાઈટ
■ અસલી નામમાં એકાદ અક્ષરનો ફેરફાર હોય છે
■ નામની આગળ કે પાછળ વધારાના શબ્દો જોડેલા હોય છે
■ અજાણ્યા ડોમેન એક્સ્ટેન્શનનો ઉપયોગ કરવામાં આવે છે
■ કસ્ટમર કેર નંબર અને સંપર્કની વિગતો શંકાસ્પદ હોય છે
■ ગ્રાહક પાસેથી ઓટીપી, પાસવર્ડ કે બેન્કિંગ વિગતો માગવામાં આવે છે
વેબસાઈટ પર HTTPS અથવા તાળાનું નિશાન દેખાય એટલે તે સત્તાવાર છે એવું માનવું નહીં. નકલી વેબસાઈટ પણ HTTPS કનેક્શન ધરાવી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
વધુ વાંચો