ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / VIDEO: 'રઘુપતિ રાઘવ રાજા રામ' પર નીતા અંબાણીએ કર્યો અદભુત ડાન્સ, લોકો જોતા રહી ગયા!

મનોરંજન / VIDEO: 'રઘુપતિ રાઘવ રાજા રામ' પર નીતા અંબાણીએ કર્યો અદભુત ડાન્સ, લોકો જોતા રહી ગયા!

Published By: Nirav Kumar

Last Updated: 04:40 PM, 26 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નીતા અંબાણીએ NMACCના મંચ પર સુંદર ભરતનાટ્યમ પર્ફોર્મન્સ આપી સૌને મંત્રમુગ્ધ કરી દીધા છે. પિતાની યાદમાં તેમના પ્રિય ભજન ‘રઘુપતિ રાઘવ રાજા રામ’ પર રજૂ કરેલું આ નૃત્ય ભાવનાત્મક શ્રદ્ધાંજલિ બની રહ્યું.

ADVERTISEMENT

નીતા અંબાણીએ ફરી એકવાર સ્ટેજ પર પગ મૂક્યા અને ભારતીય શાસ્ત્રીય નૃત્ય પ્રત્યેનો પોતાનો અપાર પ્રેમ જગત સમક્ષ રજૂ કર્યો છે. નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરમાં યોજાયેલા “ધ ગ્રેટ ઈન્ડિયન મ્યુઝિકલ: સિવિલાઈઝેશન ટુ નેશન” કાર્યક્રમમાં તેમને ભરતનાટ્યમની એક શાનદાર પર્ફોમન્સ આપ્યું હતું. આ નૃત્ય તેમના પિતાની યાદમાં હતું અને તેમને પોતાના પિતાનું મનપસંદ ભજન “રઘુપતિ રાઘવ રાજા રામ” પર સ્ટેપ્સ લીધા હતા.

નારંગી અને ગુલાબી રંગના સુંદર લહેંગામાં નીતા એટલી ખુબસૂરત લાગતી હતી કે દરેકની નજર તેમના પર અટકી હતી. જેમાં તેમનો નારંગી રંગની ઘેરદાર પ્લીટેડ સ્કર્ટ, હોટ પિંક બ્લાઉઝ અને રાણી પિંક દુપટ્ટો આ આખું આયોજન ભરતનાટ્યમની પરંપરાને સાચા અર્થમાં પ્રતિબિંબિત કરતું હતું. સોનાના પરંપરાગત આભૂષણો, જૂડા અને લાલ ફૂલોના ગજરાથી તેમનો લુક વધુ જ આકર્ષક બની ગયો હતો.

નીતા અંબાણીનું નૃત્ય પ્રત્યેનું આકર્ષણ નવું નથી. બાળપણથી જ તેમને શાસ્ત્રીય નૃત્યમાં રસ હતો. માત્ર નવ વર્ષની ઉંમરે તેમને પોતાની પ્રથમ પર્ફોમન્સ આપ્ય હતું અને તેમના પિતાનું પ્રોત્સાહન જ તેમને આ ક્ષેત્રમાં આગળ લઈ ગયું હતું. આ વખતે પણ તેમને એ જ ભજન પસંદ કર્યું જે તેમના પિતાને સૌથી વધુ ગમતું હતું.

NMACCનું આ મ્યુઝિકલ ભારતની પ્રાચીન સંસ્કૃતિથી માંડીને આધુનિક રાષ્ટ્ર સુધીના સફરને કલાના માધ્યમથી રજૂ કરે છે. ફિરોઝ અબ્બાસ ખાનના દિગ્દર્શનમાં અજય-અતુલના સંગીત અને મયૂરી ઉપાધ્યાયની કોરિયોગ્રાફી સાથે આ પ્રોડક્શન ખરેખર એક વિશાળ કલાત્મક અનુભવ બની ગયું છે. નીતા અંબાણીના આ પર્ફોમન્સ તેમાં શાનદાર લાગે છે.

વધ વાંચો :

ભારતીય કલા-સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાનું કામ નીતા અંબાણી વર્ષોથી કરી રહી છે. આ વખતે પણ તેમને માત્ર નૃત્ય જ નહીં પરંતુ પોતાના પિતા પ્રત્યેની ભાવના અને ભારતીય પરંપરા પ્રત્યેનો પ્રેમ બંનેને એકસાથે રજૂ કર્યા.

સંકળાયેલા મુદ્દાઓ

Raghupati Raghav Raja Ram Indian Classical Dance Nita Ambani Bharatanatyam

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ