ન્યૂઝ અપડેટ્સ
VTV / બિઝનેસ / શુક્રા મેડટેકે પ્રેફરન્શિયલ એલોટમેન્ટ દ્વારા રૂ. 648 કરોડનું ફંડ એકત્ર કરવાનો પ્રસ્તાવ મૂક્યો
Last Updated: 04:16 PM, 26 November 2026
ADVERTISEMENT
ADVERTISEMENT
અમદાવાદ, 25 નવેમ્બર, 2026 : હેલ્થકેર અને મેડિકલ ટેક્નોલોજી ક્ષેત્રમાં કાર્યરત કંપનીShukra Medtech Limited (BSE: 524632), પોતાનાં ફાયનાન્સિયલ ફાઉન્ડેશનને મજબૂત કરવા માટે મોટી કેપિટલ રેઇઝિંગ પહેલ પર વિચારણા કરી રહી છે. કંપની પોતાના પ્રમોટર એન્ટિટી, Parshva Texchem India Private Limitedને પ્રેફરન્શિયલ ઇશ્યૂ દ્વારા ઇક્વિટી શેર ઇશ્યૂ કરીને રૂ. 648 કરોડ સુધીનું ફંડ એકત્ર કરવાનાં પ્રપોઝલ પર વિચાર કરી રહી છે. આ પ્રપોઝલ પર 2 ડિસેમ્બર, 2026નાં રોજ નિર્ધારિત બોર્ડ મીટિંગમાં વિચારણા કરવામાં આવશે.
પ્રસ્તાવિત પ્રેફરન્શિયલ ઇશ્યૂમાં પ્રતિ શેર રૂ. 108નાં ભાવે 6 કરોડ સુધીનાં ઇક્વિટી શેરનાં એલોટમેન્ટનો સમાવેશ થાય છે, જેમાં પ્રતિ શેર રૂ. 1ની ફેસ વેલ્યુ અને રૂ. 107નું પ્રીમિયમ સામેલ છે. આ કિંમત મુજબ, આ પ્રસ્તાવિત ઇશ્યૂ દ્વારા કંપની રૂ. 648 કરોડ સુધીનું ફંડ એકત્ર કરી શકે છે, જે તેનાં ઇક્વિટી કેપિટલમાં નોંધપાત્ર વધારો કરશે.
ADVERTISEMENT
સપ્ટેમ્બર 2026 સુધીમાં કંપનીમાં પ્રમોટર ગ્રુપનો હિસ્સો 51.15% છે. પ્રમોટર ગ્રુપમાં Anar Project Pvt Ltd, Parshva Texchem India Pvt Ltd, Navkar Surgical Gujarat Limited સહિત અન્યનો પણ સમાવેશ થાય છે.
પ્રસ્તાવિત ઇશ્યૂને સરળતાથી અમલમાં મૂકવા માટે, કંપની પોતાનાં ઓથોરાઇઝ્ડ શેર કેપિટલ વધારવા અને મેમોરેન્ડમ ઓફ એસોસિએશનનાં કેપિટલ ક્લોઝમાં જરૂરી ફેરફારો કરવા અંગે પણ વિચારણા કરશે. બોર્ડ પ્રેફરન્શિયલ ઇશ્યૂ માટેની સંબંધિત તારીખ નક્કી કરવા અંગે પણ વિચારણા કરશે, જે એપ્લિકેબલ SEBI નિયમો મુજબ ઇશ્યૂ માટેની રેફરન્સ તારીખ નક્કી કરવામાં આવશે.
ADVERTISEMENT
છેલ્લાં કેટલાંક વર્ષોમાં, કંપનીએ ફાર્માસ્યુટિકલ્સ, ડાયગ્નોસ્ટિક્સ અને મેડિકલ ટેક્નોલોજી ક્ષેત્રોમાં પોતાની હાજરી સતત વધારી છે. કંપની આ ત્રણ બિઝનેસ વર્ટિકલ્સને વધુ વિકસાવવાની સાથે એક મજબૂત અને વધુ ઇન્ટિગ્રેટેડ હેલ્થકેર બિઝનેસ ઊભો કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.
આ પ્રસ્તાવિત કેપિટલ રેઇઝિંગ પહેલ એવા સમયે આવી છે, જ્યારે Shukra Medtechનાં ફાયનાન્સિયલ પરફોર્મન્સમાં મજબૂત ગ્રોથ જોવા મળી રહ્યો છે. FY27નાં પ્રથમ છ મહિના દરમિયાન, કંપનીએ રૂ. 67.73 કરોડની સ્ટેન્ડઅલોન રેવન્યુ ફ્રોમ ઓપરેશન્સ નોંધાવી, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં નોંધાયેલી રૂ. 11.27 કરોડની સરખામણીએ 501%નો વધારો દર્શાવે છે. EBITDA રૂ. 43.22 કરોડ રહ્યો, જ્યારે નેટ પ્રોફિટ રૂ. 31.04 કરોડ થયો, જે H1 FY26માં રૂ. 3.41 કરોડ હતો.
ADVERTISEMENT
બોર્ડની મંજૂરી મળ્યા બાદ, આ પ્રપોઝલને શેરધારકોની મંજૂરી માટે એક્સ્ટ્રા-ઓર્ડિનરી જનરલ મીટિંગ (EGM) દ્વારા રજૂ કરવામાં આવશે. પ્રસ્તાવિત ઇશ્યૂ આગળ વધારવા માટે કંપનીએ જરૂરી કાયદાકીય અને રેગ્યુલેટરી મંજૂરીઓ પણ મેળવવી પડશે. મંજૂરીની પ્રક્રિયાનાં ભાગરૂપે, બોર્ડ એપ્લિકેબલ નિયમો અનુસાર EGMની ડ્રાફ્ટ નોટિસ અને અન્ય સંબંધિત બાબતો પર વિચારણા કરશે.
હેલ્થકેર ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું વધતું મહત્વ અને મેડિકલ ટેક્નોલોજીનો વધતો ઉપયોગ હેલ્થકેર સેક્ટરમાં કાર્યરત કંપનીઓ માટે નવી તકો ઊભી કરી રહ્યા છે. ફાર્માસ્યુટિકલ્સ, ડાયગ્નોસ્ટિક્સ અને મેડિકલ ટેક્નોલોજી ક્ષેત્રોમાં પોતાની હાજરી ધરાવતી Shukra Medtech એવા સમયે આ પ્રસ્તાવિત કેપિટલ રેઇઝ પર વિચારણા કરી રહી છે, જ્યારે આ ઇન્ડસ્ટ્રીમાં ગ્રોથ અને વિકાસની નોંધપાત્ર સંભાવનાઓ છે. આ પ્રસ્તાવિત પહેલ કંપની માટે ઉભરતી તકોનો લાભ લેવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.
સંકળાયેલા મુદ્દાઓ
Kalpesh Kandoria has 10+ years of experience in the field of journalism. His areas of interest and expertise include politics, crime reporting, and current affairs.
વધુ વાંચો