ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / નીતિન નબીનનો રાહુલ ગાંધી પર પ્રહાર, ખિસ્સામાં બંધારણ રાખવાથી કંઈ નહીં થાય, પહેલા તેને સમજવું પડે

નેશનલ / નીતિન નબીનનો રાહુલ ગાંધી પર પ્રહાર, ખિસ્સામાં બંધારણ રાખવાથી કંઈ નહીં થાય, પહેલા તેને સમજવું પડે

Published By: Nirav Kumar

Last Updated: 09:27 PM, 26 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બંધારણ દિવસના કાર્યક્રમમાં ભાજપ અધ્યક્ષ નીતિન નબીને રાહુલ ગાંધી અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કરીને રાજકીય માહોલ ગરમાવી દીધો છે. જેમાં રાહુલ ગાંધીની બંધારણની નકલથી લઈને આંબેડકરના અપમાન અને કોંગ્રેસના જૂના શાસન સુધી નીતિન નબીને શું-શું કહ્યું? ચાલો જાણીએ તેના વિષે.

ADVERTISEMENT

પટણામાં સંવિધાન ગૌરવ દિવસના કાર્યક્રમમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીને કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર સીધો હુમલો કર્યો છે. જેમાં તેમને કહ્યું કે સંવિધાનની નકલ હાથમાં લઈને ફરવાથી કાંઈ થતું નથી. તેને સમજવું અને પોતાના વ્યવહારમાં ઉતારવું પણ જરૂરી છે.

નીતિન નબીને આરોપ લગાવ્યો કે કોંગ્રેસે હંમેશા પોતાના રાજકીય સ્વાર્થને સંવિધાનથી ઉપર રાખ્યો છે. તેમને કહ્યું કે કોંગ્રેસે ઘણી વાર સંવિધાનની બલિ આપી છે. પાર્ટીએ ડૉ. ભીમરાવ આંબેડકર સાથે કેવો વ્યવહાર કર્યો હતો, તે દેશને જણાવવું જોઈએ. કોંગ્રેસે આંબેડકરને સતત બે ચૂંટણીઓમાં હરાવ્યા હતા. નીતિન નવીને સવાલ ઉઠાવ્યો કે આજે રાહુલ ગાંધી બંધારણની નકલ લઈને ફરે છે, ત્યારે તેમને આંબેડકર સાથે કોંગ્રેસે કેવો વ્યવહાર કર્યો હતો તેનો જવાબ પણ આપવો જોઈએ. તેમને રાહુલ ગાંધી પાસે આ મુદ્દે દેશની માફી માગવાની પણ માગ કરી હતી.

તેમને વધુમાં કહ્યું કે કોંગ્રેસના શાસનમાં રાષ્ટ્રપતિ શાસન વિરોધી સરકારોને પાડવાનું હથિયાર બની ગયું હતું. ઈન્દિરા ગાંધીના સમયમાં 11 વર્ષમાં 39 વાર રાષ્ટ્રપતિ શાસન લગાવવામાં આવ્યું હતું. નીતિન નબીને કહ્યું કે, કોંગ્રેસે પોતાના જૂના નિર્ણયોનો જવાબ આજની પેઢીને પણ આપવો પડશે.

તેમને કોંગ્રેસને પરિવારકેન્દ્રી પાર્ટી ગણાવી હતી. પૂર્વ પ્રધાનમંત્રી પી.વી. નરસિંહ રાવ અને પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણબ મુખર્જીને પણ પાર્ટીએ યોગ્ય સન્માન ન આપ્યું હોવાનો આરોપ લગાવ્યો. તેમને બીજી તરફ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ઉલ્લેખ કરીને કહ્યું કે ભાજપ સરકાર ડૉ. આંબેડકરના વિચારો અને બંધારણીય મૂલ્યોને આગળ વધારવાનું કામ કરી રહી છે.

નીતિન નબીને વોટર લિસ્ટ સાફ કરવાની પ્રક્રિયા પર વિરોધીઓના વિરોધને પણ ઝાટક્યો હતો. તેમનેકહ્યું કે 13 કરોડ નામો કાઢવાની વાત પર હોબાળો થઈ રહ્યો છે જેમાં મૃતકો, સ્થળાંતર કરનારા અને ઘુસપેઠિયાઓનો સમાવેશ છે. તેમને આરોપ લગાવ્યો કે મતદાર યાદીને સુધારવાની પ્રક્રિયા શરૂ થતાં જ વિપક્ષે તેનો વિરોધ શરૂ કરી દીધો હતો. ભાજપ અધ્યક્ષે વિપક્ષના વલણને લોકશાહી પર હુમલાના આક્ષેપો સાથે જોડીને ટીકા કરી હતી.

વધુ વાંચો : મહિલાઓ, ખેડૂતો અને કર્મચારીઓ માટે મોટી જાહેરાતો, અખિલેશ યાદવના મેનિફેસ્ટોથી ભાજપની ચિંતા વધશે?

પટનાના કાર્યક્રમમાં નીતિન નવીને બિહારના રાજકીય અને વિકાસલક્ષી પરિવર્તન વિશે પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે એક સમય એવો હતો જ્યારે બિહારની ઓળખ મોટા કૌભાંડો સાથે જોડાતી હતી, પરંતુ હવે રાજ્યમાં રોકાણ, રોજગારની તકો અને વિકાસની ચર્ચા થઈ રહી છે. તેમને વર્ષ 2005 પછી નીતિશ કુમારના શાસનનો ઉલ્લેખ કરતાં કહ્યું કે તે સમયથી રાજ્યમાં સુશાસન અને પરિવર્તનની શરૂઆત થઈ હતી. આ સિવાય તેમણે વિપક્ષની રાજનીતિ પર પ્રહાર કરતાં અમુક લોકોની કાર્યશૈલીને 'દિમાગી નક્સલવાદ' ગણાવી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Nitin Nabin News Rahul Gandhi Constitution Controversy Nitin Nabin

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ