ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / ભાવનગર જેલમાં પથુભા ગોહિલના મોતથી ક્ષત્રિય સમાજમાં રોષ, SIT તપાસની માંગ, આંદોલનની ચીમકી ઉચ્ચારી
Last Updated: 07:45 PM, 26 November 2026
ADVERTISEMENT
ભાવનગરમાં ગુજસીટોકના ગુનામાં જિલ્લા જેલમાં બંધ પથુભા મેરુભા ગોહિલ ઉર્ફે પથુભા પીપરાળીના હાર્ટ એટેકથી થયેલા મોત મામલે ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો કલેક્ટર, રેન્જ આઈજી અને એસપી કચેરીએ પહોંચ્યા હતા અને આવેદનપત્ર પાઠવી પથુભા સામે નોંધાયેલા ગુનાઓની નિષ્પક્ષ તપાસ, SITની રચના તેમજ જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી.
ADVERTISEMENT
ક્ષત્રિય સમાજે ઉગ્ર આંદોલનની ચીમકી આપી
સમાજે માંગણીઓ નહીં સ્વીકારાય તો સમગ્ર ગુજરાતમાં આંદોલન અને ધરણાં કરવાની ચીમકી આપી છે. બીજી તરફ રેન્જ આઈજીએ સમગ્ર મામલે મેજિસ્ટ્રેટ દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી.
ADVERTISEMENT

આવેદનપત્ર, FIRની નકલ તેમજ નિવેદનો રજૂ કર્યા
ADVERTISEMENT
ભાવનગર જિલ્લા જેલમાં પથુભા મેરુભા ગોહિલના મૃત્યુ મામલે પરિવાર દ્વારા ન્યાયની માંગ સાથે પોલીસ તંત્ર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. તા. 25 નવેમ્બર 2026ના રોજ થયેલા પથુભા ગોહિલના મૃત્યુ બાદ તેમના ભત્રીજા ગોહિલ કૃપાલસિંહ ગંભીર સિંહ મેરુભા સહિત પરિવારજનો એસપી કચેરી ખાતે પહોંચ્યા હતા અને સમગ્ર મામલે આવેદનપત્ર, FIRની નકલ તેમજ નિવેદનો રજૂ કર્યા હતા.

ADVERTISEMENT
ન્યાય નહીં મળે ત્યાં સુધી લડત ચાલુ રાખવાનો સંકલ્પ વ્યક્ત કર્યો
પરિવારના જણાવ્યા મુજબ એસપી સાહેબે તેમની રજૂઆત સ્વીકારી હતી અને જ્યુડિશિયલ ડેથ અંતર્ગત થનારી તપાસ તથા ન્યાય મેળવવાની કાયદાકીય પ્રક્રિયા અંગે સમજ આપી હતી. આ ઉપરાંત પરિવારજનોએ કલેક્ટર સાહેબ સાથે પણ મુલાકાત કરી હતી. જ્યાં વહેલી તકે ન્યાયિક તપાસ હાથ ધરવા અંગે હકારાત્મક પ્રતિસાદ મળ્યાનું તેમણે જણાવ્યું હતું. કૃપાલસિંહના જણાવ્યા અનુસાર કલેક્ટર, એસપી અને આઈજી કક્ષાએથી સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે. બીજી તરફ ક્ષત્રિય સમાજ સહિત 18 વર્ણના લોકો પણ પરિવારની સાથે ઊભા રહ્યા છે અને ન્યાય નહીં મળે ત્યાં સુધી લડત ચાલુ રાખવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે.
ADVERTISEMENT

કલેક્ટર, આઈજી અને એસપી સમક્ષ આવેદનપત્ર આપ્યું
ADVERTISEMENT
ભાવનગર પથુભા ગોહિલના મૃત્યુ મામલે ગોહિલવાડ રાજપૂત સમાજનું અલ્ટીમેટમ, માંગણીઓ નહીં સંતોષાય તો ગુજરાતભરમાં આંદોલનની ચીમકી ભાવનગર જિલ્લા જેલમાં પથુભા મેરુભા ગોહિલના મૃત્યુ મામલે હવે સમાજની લડત ઉગ્ર બનવાના સંકેતો મળી રહ્યા છે. આ મામલે ગોહિલવાડ રાજપૂત સમાજના ધરમવીરસિંહ ગોહિલે કલેક્ટર, આઈજી અને એસપી સમક્ષ આવેદનપત્ર પાઠવી પરિવારને ન્યાય અપાવવાની માંગ કરી છે.

આગામી દિવસોમાં આંદોલનાત્મક કાર્યક્રમો યોજવામાં આવશેઃ ધરમવીરસિંહ ગોહિલ
ધરમવીરસિંહ ગોહિલના જણાવ્યા મુજબ સમગ્ર કેસની તપાસ ખોટી દિશામાં લઈ જવામાં આવી હોવાના અને પથુભાને ખોટી રીતે સંડોવવામાં આવ્યા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. જેથી હવે તેમના મૃત્યુ બાદ પરિવારને ન્યાય મળે અને તેમની રજૂઆતોને ગંભીરતાથી લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. તેમણે તંત્રને સ્પષ્ટ ચીમકી આપતા જણાવ્યું છે કે બંધારણીય હક મુજબની વ્યાજબી માંગણીઓનો આજના દિવસમાં જવાબ નહીં મળે તો આગામી દિવસોમાં આંદોલનાત્મક કાર્યક્રમો યોજવામાં આવશે. પ્રથમ તબક્કામાં ભાવનગર જિલ્લાના તમામ તાલુકાઓમાં તાલુકા રાજપૂત સમાજ અને અન્ય સમાજોના સહયોગથી કાર્યક્રમો યોજાશે. ત્યારબાદ પણ ઉકેલ નહીં આવે તો સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ અને કચ્છ સહિત સૌરાષ્ટ્રથી શરૂઆત કરી સમગ્ર ગુજરાતમાં આંદોલનને વ્યાપક બનાવવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. સાથે જ પરિવાર અને સમાજની માંગણીઓ સંતોષાય નહીં ત્યાં સુધી પથુભા ગોહિલનો મૃતદેહ સ્વીકારવામાં નહીં આવે તેવું પણ ધરમવીરસિંહ ગોહિલે સ્પષ્ટ જણાવ્યું છે.હવે જોવાનું એ રહેશે કે પરિવારની માંગણીઓ અને સમાજની રજૂઆતોને લઈને પોલીસ તથા વહીવટી તંત્ર આગામી સમયમાં શું નિર્ણય લે છે.

સંબંધિત સત્તાધિકારીને આવેદનપત્ર મોકલવામાં આવશેઃ રાજેન્દ્ર અંસારી
પથુભા ગોહિલના મોત મામલે ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવેલા ગંભીર આક્ષેપો અને રજૂઆતોને લઈને ભાવનગર રેન્જ આઈજી રાજેન્દ્ર અંસારીએ મહત્વનું નિવેદન આપ્યું છે.રેન્જ આઈજીએ જણાવ્યું હતું કે સમગ્ર મામલો ન્યાયિક પ્રક્રિયા સાથે સંકળાયેલો હોવાથી આવેદનપત્ર સંબંધિત સત્તાધિકારીને મોકલવામાં આવશે અને રજૂ કરવામાં આવેલા મુદ્દાઓના આધારે તપાસ હાથ ધરવામાં આવશે.
IPS અધિકારી શંકાના દાયરામાં
પોલીસ સ્ટેશનોમાં ખોટી ફરિયાદો નોંધાતી હોવાના તેમજ ક્ષત્રિય સમાજને ટાર્ગેટ કરવામાં આવતો હોવાના આક્ષેપ અંગે તેમણે સ્પષ્ટતા કરી હતી કે જો કોઈ ખોટી ફરિયાદ નોંધાઈ હશે તો સિનિયર અધિકારીઓ દ્વારા તેની હકીકતની તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.બીજી તરફ, ગુજસીટોક અને લેન્ડ ગ્રેબિંગના અગાઉના કેસની તપાસ કરનાર IPS અધિકારી અંશુલ જૈનની ભૂમિકા અંગે પણ સવાલો ઉઠાવવામાં આવ્યા હતા.
મેજિસ્ટ્રેટ કક્ષાએ તપાસ કરવામાં આવશે
જોકે, આ મામલે હાલ કોઈ સ્પષ્ટ ટિપ્પણી કરવાનો તેમણે ઇનકાર કર્યો હતો. વધુમાં તેમણે જણાવ્યું હતું કે પથુભા ગોહિલના મોત મામલે મેજિસ્ટ્રેટ કક્ષાએ તપાસ કરવામાં આવશે અને તપાસમાં જે હકીકતો સામે આવશે તેના આધારે આગળની કાર્યવાહી હાથ ધરાશે.ભાવનગરમાં છેલ્લા 11 મહિનામાં 30થી વધુ હત્યાના બનાવો બન્યા હોવાના આક્ષેપ અંગે રેન્જ આઈજીએ જણાવ્યું હતું કે મોટાભાગના બનાવો અંગત અદાવત અને આંતરિક વિવાદોના કારણે બન્યા છે. રાજકીય કિન્નાખોરીના કારણે હત્યા થઈ હોય તેવી કોઈ હકીકત હાલ તેમના ધ્યાન પર નથી.હાલ સમગ્ર મામલે ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવેલી રજૂઆતો, પોલીસની તપાસ અને મેજિસ્ટ્રેટ તપાસમાં શું હકીકતો બહાર આવે છે તેના પર સૌની નજર મંડાયેલી છે.
આ પણ વાંચોઃ નિકોલના એન્જલ આર્કેડમાં સ્પામાં હાઈવોલ્ટેજ ડ્રામા! યુવતીના પતિએ કર્યો હોબાળો, એસિડ પી લેતાં ચકચાર
શું છે સમગ્ર મામલો
ભાવનગરભાવનગર જિલ્લા જેલમાં ગુજસીટોકના આરોપી પથુભા મેરુભા ગોહિલ ઉર્ફે પથુભા પીપરાળીના હાર્ટ એટેકથી થયેલા મૃત્યુ બાદ મામલો ગરમાયો છે અને ક્ષત્રિય સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. ૨૫ નવેમ્બરના રોજ બનેલી આ ઘટનાને પગલે પરિવારજનો અને સમાજના આગેવાનોએ કલેક્ટર, રેન્જ આઈજી અને એસપી કચેરીએ પહોંચી આવેદનપત્ર પાઠવ્યું છે તથા નિષ્પક્ષ તપાસ, SITની રચના અને જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. ભત્રીજા કૃપાલસિંહ ગોહિલે જણાવ્યું કે પરિવારને ન્યાયિક તપાસની ખાતરી મળી છે અને ક્ષત્રિય સમાજ સહિત ૧૮ વર્ણના લોકો પરિવારની પડખે ઊભા છે, જ્યારે ગોહિલવાડ રાજપૂત સમાજના ધરમવીરસિંહ ગોહિલે અલ્ટીમેટમ આપતા કહ્યું કે માંગણીઓ નહીં સંતોષાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવામાં નહીં આવે અને તાલુકા સ્તરથી શરૂ કરીને સમગ્ર ગુજરાતમાં આંદોલન છેડાશે. બીજી તરફ, રેન્જ આઈજી રાજેન્દ્ર અંસરીએ સ્પષ્ટતા કરી છે કે સમગ્ર મામલાની મેજિસ્ટ્રેટ કક્ષાએ તપાસ થશે, ખોટી ફરિયાદોની ચકાસણી સિનિયર અધિકારીઓ કરશે અને છેલ્લા ૧૧ મહિનાના હત્યાના બનાવો અંગત અદાવત કે આંતરિક વિવાદોના કારણે બન્યા છે, જેમાં રાજકીય કિન્નાખોરીની કોઈ હકીકત હાલ સામે આવી નથી. હવે તપાસ અને તંત્રના નિર્ણયો પર સૌની નજર ટકેલી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.
વધુ વાંચો