ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / નિકોલના એન્જલ આર્કેડમાં સ્પામાં હાઈવોલ્ટેજ ડ્રામા! યુવતીના પતિએ કર્યો હોબાળો, એસિડ પી લેતાં ચકચાર

VIDEO / નિકોલના એન્જલ આર્કેડમાં સ્પામાં હાઈવોલ્ટેજ ડ્રામા! યુવતીના પતિએ કર્યો હોબાળો, એસિડ પી લેતાં ચકચાર

Published By: Vishal Khamar

Last Updated: 05:53 PM, 26 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના નિકોલ રિંગ રોડ પર આવેલા એન્જલ આર્કેડ DK-1 સ્પામાં યુવતીના પતિએ હોબાળો કર્યા બાદ એસિડ પી લેવાની ઘટના સામે આવી. મામલો નિકોલ પોલીસ સ્ટેશન પહોંચ્યો.

ADVERTISEMENT

અમદાવાદ: અમદાવાદના નિકોલ વિસ્તારમાં રિંગ રોડ પાસે આવેલા એન્જલ આર્કેડ સ્થિત DK-1 સ્પામાં હાઈવોલ્ટેજ ડ્રામાની ઘટના સામે આવી છે. સ્પાના માલિક કિરણ પ્રજાપતિ હોવાનું જાણવા મળ્યું છે.

સ્પામાં યુવતી અને તેના પતિ વચ્ચે બોલાચાલી થઈ

મળતી માહિતી મુજબ, સ્પામાં કામ કરતી એક યુવતીના પતિ અચાનક સ્પા પર આવી પહોંચ્યા હતા. ત્યારબાદ યુવતી અને તેના પતિ વચ્ચે ઉગ્ર બોલાચાલી અને માથાકૂટ થઈ હતી. આ દરમિયાન યુવતીના પતિએ એસિડ પી લીધું હોવાની માહિતી સામે આવી છે. ઘટનાને પગલે સ્પામાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

યુવતી બાંગ્લાદેશી હોવાનો આક્ષેપ

ઘટનાસ્થળે હાજર લોકોમાં ચર્ચા મુજબ, પીળા રંગની ટી-શર્ટ પહેરેલો વ્યક્તિ યુવતીનો પતિ હોવાનું કહેવાય છે. બીજી તરફ, યુવતી બાંગ્લાદેશી હોવાના આક્ષેપો પણ કરવામાં આવી રહ્યા છે, જોકે આ બાબતની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

મામલે નિકોલ પોલીસ સ્ટેશન પહોંચ્યો

સમગ્ર મામલો નિકોલ પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. પોલીસે ઘટનાની હકીકત અને સંજોગો અંગે તપાસ હાથ ધરી છે કે કેમ તે અંગે સત્તાવાર વિગતોની રાહ જોવાઈ રહી છે.

આ પણ વાંચોઃ તાપીના નિઝરમાં રાયગઢ પાસે બસ-કાર વચ્ચે અકસ્માત, બે યુવકોનાં મોત

પોલીસ તપાસ બાદ સમગ્ર ઘટનાનું સાચું કારણ સામે આવશે

હાલ સૌથી મોટો સવાલ એ છે કે સ્પામાં આખરે એવું શું બન્યું કે મામલો એસિડ પીવા સુધી પહોંચી ગયો? પોલીસ તપાસ બાદ જ સમગ્ર ઘટનાનું સાચું કારણ બહાર આવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad Breaking News Nikol Spa News Angel Arcade DK-1 Spa

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ