ન્યૂઝ અપડેટ્સ
VTV / ભારત / મહિલાઓ, ખેડૂતો અને કર્મચારીઓ માટે મોટી જાહેરાતો, અખિલેશ યાદવના મેનિફેસ્ટોથી ભાજપની ચિંતા વધશે?
Last Updated: 05:57 PM, 26 November 2026
ADVERTISEMENT
ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2027ને લઈને સમાજવાદી પાર્ટીએ આજે પોતાનું ઘોષણાપત્ર જાહેર કર્યું છે. જેમાં સંવિધાન દિવસના અવસરે લખનઉમાં આયોજિત એક જનસભામાં પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે આ મેનિફેસ્ટો રજૂ કર્યો હતો. જેમાં પાર્ટીએ તેને “જન-મનનો મેનિફેસ્ટો” અને “પીડીએનું પ્રણપત્ર” નામ આપ્યું છે.
ADVERTISEMENT
અખિલેશ યાદવે આ પ્રસંગે કહ્યું કે, “સારા દિવસો આવ્યા નથી પણ ખરાબ દિવસો જવાના છે.” તેમને સામાજિક ન્યાય અને જનતાની આકાંક્ષાઓને સંવિધાન સાથે જોડવાની વાત પર ભાર મૂક્યો હતો. આ મેનિફેસ્ટોમાં મહિલાઓ, યુવાનો, ખેડૂતો અને કર્મચારીઓને ધ્યાનમાં રાખીને અમુક મોટા વચનો આપવામાં આવ્યા છે.
જેમાં મહિલાઓને વાર્ષિક 40 હજાર રૂપિયા આપવાની વાત, સ્ત્રી સમૃદ્ધિ યોજના, આઉટસોર્સિંગ હટાવીને પાક્કી નોકરી આપવી, જૂની પેન્શન યોજના લાગુ કરવી, ભરતીમાં પૂરું અનામત અને શેરડીના ખેડૂતોને 24 કલાકમાં ચુકવણી જેવા મુદ્દાઓ પહેલાંથી જ ચર્ચામાં છે. આ અગાઉ 2022ના ઘોષણાપત્રમાં પણ 300 યુનિટ મફત વીજળી, ખેડૂતોના દેવામાફી અને લેપટોપ વહેંચણી જેવા વચનો આપવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
આ જ સમયે પૂર્વ મંત્રી આઝમ ખાને પણ વાત કરી હતી. તેમને કહ્યું કે એક સમયે તેમને અને તેમના પુત્રને લાગતું હતું કે તેમનું એન્કાઉન્ટર કરવામાં આવશે. જેલની જિંદગી મોતથી પણ ખરાબ હતી અને તેમણે એવો આક્ષેપ પણ કર્યો કે તેમની સાથે અંગ્રેજોના શાસન કરતાં પણ ખરાબ વ્યવહાર કરવામાં આવ્યો હતો. આઝમ ખાને સ્પષ્ટ કહ્યું કે, હવે તેઓ અખિલેશ સાથે છે અને વોટ કપાવનારા નહીં પણ વોટ જોડનારા છે.
શું છે PDA કા પ્રણપત્ર?
ADVERTISEMENT
સમાજવાદી પાર્ટીએ પોતાના ચૂંટણી ઘોષણાપત્રને PDAની રાજકીય વિચારધારા સાથે જોડ્યું છે. PDA એટલે પછાત વર્ગ, દલિત અને અલ્પસંખ્યક સમુદાય. જેમાં પાર્ટીનો દાવો છે કે તે આ વર્ગોના અધિકારો, સામાજિક ન્યાય અને બંધારણીય મૂલ્યોની રક્ષા માટે કામ કરશે. અખિલેશ યાદવે આ મેનિફેસ્ટોના માધ્યમથી યુવાનો, મહિલાઓ, ખેડૂતો, કર્મચારીઓ અને આર્થિક રીતે કમજોર વર્ગોને પોતાની તરફ આકર્ષવાનો પ્રયાસ કર્યો છે.
ADVERTISEMENT
ઉત્તર પ્રદેશમાં 2027ની વિધાનસભા ચૂંટણી પહેલાં સમાજવાદી પાર્ટી પોતાના વચનો અને PDAની વિચારધારા દ્વારા મતદારો સુધી પહોંચવાની તૈયારી કરી રહી છે. જેમાં પાર્ટી આગામી સમયમાં મહિલાઓ અને યુવતીઓ માટે અલગ ઘોષણાપત્ર લાવવાની સાથે રાજ્યના 75 જિલ્લાઓ માટે સ્થાનિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને અલગ-અલગ મેનિફેસ્ટો તૈયાર કરવાની યોજના પણ ધરાવે છે. જેમાં હવે જોવાનું એ રહેશે કે સપાના આ ચૂંટણી વાયદાઓ ઉત્તર પ્રદેશના મતદારોને કેટલા આકર્ષે છે અને 2027ની ચૂંટણીમાં પાર્ટીને તેનો કેટલો રાજકીય ફાયદો મળે છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ