ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / હાર્દિક પટેલ અને અલ્પેશ કથીરિયાની પોસ્ટથી ગુજરાતના રાજકારણમાં ગરમાવો
Last Updated: 06:02 PM, 26 November 2026
ADVERTISEMENT
ગુજરાતના રાજકારણમાં એક સમયે પાટીદાર અનામત આંદોલનનો ચહેરો બનેલા હાર્દિક પટેલ અને અલ્પેશ કથીરિયા ફરી એકવાર સોશિયલ મીડિયા પોસ્ટને લઈને ચર્ચામાં આવ્યા છે. વિરમગામના ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલે મૂકેલી એક રહસ્યમય પોસ્ટ બાદ અલ્પેશ કથીરિયાએ પણ તેમના સમર્થનમાં આક્રમક અંદાજમાં પોસ્ટ શેર કરતાં રાજકીય વર્તુળોમાં અનેક અટકળો શરૂ થઈ છે.
ADVERTISEMENT
હાર્દિક પટેલની એક પોસ્ટે ખેંચ્યું સૌનું ધ્યાન
25 નવેમ્બરની સાંજે હાર્દિક પટેલે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક તસવીર શેર કરી હતી. આ તસવીરની સાથે તમિલ સુપરસ્ટાર અને રાજકારણી વિજય થલપતિનું ગીત પણ મૂકવામાં આવ્યું હતું. જોકે, પોસ્ટમાં લખેલા શબ્દોએ લોકોનું ખાસ ધ્યાન ખેંચ્યું હતું.
ADVERTISEMENT
ADVERTISEMENT
હાર્દિક પટેલે લખ્યું હતું, "મારી શાંતિને મારી નબળાઈ સમજવાની ભૂલ ન કરતા, દરેક જવાબ શબ્દોથી જ આપવામાં આવે એ જરૂરી નથી." તેમના આ સંદેશ બાદ સોશિયલ મીડિયા પર ચર્ચાઓ શરૂ થઈ હતી કે આખરે ધારાસભ્યનો આ ઈશારો કોના તરફ છે અને તેમણે આ પોસ્ટ કયા સંદર્ભમાં મૂકી છે.
અલ્પેશ કથીરિયાએ પણ જૂની તસવીર સાથે આપ્યો સાથ
ADVERTISEMENT
હાર્દિક પટેલની પોસ્ટ સામે આવ્યા બાદ પાટીદાર આંદોલનના સમયના તેમના સાથી અલ્પેશ કથીરિયાએ પણ સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા આપી હતી. તેમણે હાર્દિક પટેલ સાથેની જૂની તસવીર શેર કરીને લખ્યું હતું કે,
"અમારી ખામોશીને કમજોરી સમજવાની ભૂલ ના કરતા, અમારા સ્વાભિમાનને તમારી શરતોમાં તોલતા નહીં. અમે સમય આવ્યે ઇતિહાસ લખવાની તાકાત રાખીએ છીએ, બાકી અમને દરેક પાને પોતાનું નામ લખવાનો શોખ નથી." અલ્પેશની આ પોસ્ટને હાર્દિક પટેલના સમર્થન તરીકે જોવામાં આવી રહી છે. બંને નેતાઓના લગભગ એકસરખા આક્રમક સંદેશને કારણે રાજકીય વર્તુળોમાં ચર્ચાએ જોર પકડ્યું છે.
ADVERTISEMENT
પોસ્ટ પાછળનું કારણ હાર્દિક જ જાણે છે: અલ્પેશ કથીરિયા
આ પોસ્ટ અંગે અલ્પેશ કથીરિયાનો સંપર્ક કરવામાં આવતાં તેમણે જણાવ્યું હતું કે, હાર્દિક પટેલના સમર્થનમાં તેમણે આ પોસ્ટ મૂકી છે. જોકે, હાર્દિકે મૂળ પોસ્ટ કયા કારણોસર અને કોને ઉદ્દેશીને કરી છે તેની તેમને જાણ નથી. આ મુદ્દે હાર્દિક પટેલ સાથે કોઈ ચર્ચા થઈ ન હોવાનું પણ અલ્પેશે સ્પષ્ટ કર્યું હતું. એટલે બંને નેતાઓની પોસ્ટ પાછળ કોઈ ચોક્કસ રાજકીય સંદેશ છે કે કેમ તે અંગે હાલ કોઈ સત્તાવાર સ્પષ્ટતા સામે આવી નથી.
ADVERTISEMENT
ચૂંટણી પહેલાં રાજકીય શક્તિ બતાવવાનો પ્રયાસ?
હાલ બંને નેતાઓ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે. એક સમયે પાટીદાર અનામત આંદોલન દ્વારા સરકાર સામે આક્રમક વલણ અપનાવનારા આ નેતાઓની આવી પોસ્ટે અનેક સવાલો ઊભા કર્યા છે.
આ પણ વાંચોઃ નિકોલના એન્જલ આર્કેડમાં સ્પામાં હાઈવોલ્ટેજ ડ્રામા! યુવતીના પતિએ કર્યો હોબાળો, એસિડ પી લેતાં ચકચાર
શું ભાજપની અંદર કોઈ મુદ્દે નારાજગી છે? શું કોઈ રાજકીય નિર્ણય સામે આડકતરી રીતે સંદેશ આપવામાં આવી રહ્યો છે? કે પછી આગામી વિધાનસભા ચૂંટણી પહેલાં પોતાની રાજકીય તાકાત અને પ્રભાવનો અહેસાસ કરાવવાનો આ પ્રયાસ છે? આ તમામ સવાલો વચ્ચે એક બાબત સ્પષ્ટ છે કે હાર્દિક પટેલ અને અલ્પેશ કથીરિયાની પોસ્ટે ફરી એકવાર પાટીદાર રાજકારણને ચર્ચાના કેન્દ્રમાં લાવી દીધું છે. જોકે, આ પોસ્ટ પાછળનો વાસ્તવિક હેતુ શું છે તે અંગે બંનેમાંથી કોઈએ સ્પષ્ટ ખુલાસો કર્યો નથી.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.
વધુ વાંચો