ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / સીવીએમ યુનિવર્સિટી ખાતે સંવિધાન દિવસની ઉજવણી, સંવિધાનના આમુખનું સામૂહિક વાંચન કરાયું

અમદાવાદ / સીવીએમ યુનિવર્સિટી ખાતે સંવિધાન દિવસની ઉજવણી, સંવિધાનના આમુખનું સામૂહિક વાંચન કરાયું

Published By: Kalpesh Kandoriya

Last Updated: 06:40 PM, 26 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં દર વર્ષે 26 નવેમ્બરના રોજ સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોમાં ભારતીય સંવિધાનની ગરિમા, તેના મહત્વ અને લોકશાહી મૂલ્યો પ્રત્યે જાગૃતિ લાવવાનો છે. આ જ ઉદ્દેશ્ય સાથે ધ ચારુતર વિદ્યામંડળ (સીવીએમ) યુનિવર્સિટી દ્વારા સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

ADVERTISEMENT

સીવીએમ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ શ્રી ભીખુભાઈ પટેલ અને વાઈસ ચાન્સેલર ડૉ. ઇન્દ્રજીત પટેલની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ યુનિવર્સિટીના એનએસએસ અને એનસીસી વિભાગના સંયુક્ત ઉપક્રમે 26 નવેમ્બર, 2026ના રોજ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં યુનિવર્સિટીના પદાધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

5.JPG

કાર્યક્રમની શરૂઆતમાં યુનિવર્સિટીના પદાધિકારીઓ દ્વારા ભારતના સંવિધાનના આમુખનું સામૂહિક વાંચન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન સંવિધાનમાં સમાવિષ્ટ મૂલ્યો અને આદર્શોને યાદ કરવામાં આવ્યા હતા. સામૂહિક વાંચન દ્વારા સંવિધાન પ્રત્યેની પ્રતિબદ્ધતા અને લોકશાહી મૂલ્યોના જતનનો સંદેશ આપવામાં આવ્યો હતો.

3 (1).jpg

ત્યારબાદ યુનિવર્સિટીના પ્રાંગણમાં સંવિધાનના પુસ્તકને પુષ્પાંજલિ અર્પણ કરીને અભિવાદન કરવામાં આવ્યું હતું. યુનિવર્સિટીના તમામ પદાધિકારીઓ અને કર્મચારીઓએ આ પ્રસંગે સંવિધાન પ્રત્યે પોતાના આદર અને ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી. આ કાર્યક્રમ દ્વારા સંવિધાનના મહત્વને ઉજાગર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

Samvidhan Divas2.jpg

સંવિધાન દિવસની આ ઉજવણીના માધ્યમથી સીવીએમ યુનિવર્સિટી દ્વારા સમાજમાં સંવિધાન પ્રત્યે જાગૃતિ ફેલાવવા અને તેના મૂલ્યોને વધુ મજબૂત બનાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. એનએસએસ અને એનસીસી વિભાગના સંયુક્ત આયોજન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં સંવિધાન પ્રત્યે આદર, ગૌરવ અને લોકશાહી મૂલ્યોના જતનનો ભાવ વ્યક્ત થયો હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Constitution Day CVM University Celebration

Published by

Kalpesh Kandoriya

Kalpesh Kandoria has 10+ years of experience in the field of journalism. His areas of interest and expertise include politics, crime reporting, and current affairs.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ