ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે મહિલાની ધરપકડ, 2.69 લાખનો મુદ્દામાલ જપ્ત

કાર્યવાહી / અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે મહિલાની ધરપકડ, 2.69 લાખનો મુદ્દામાલ જપ્ત

Published By: Vishal Khamar
Reported By: Anita Patani

Last Updated: 08:19 PM, 26 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં નશાના કારોબાર સામે પોલીસની કાર્યવાહી વચ્ચે વસ્ત્રાલમાં એક મહિલા ડ્રગ્સ પેડલર નો પર્દાફાશ થયો..મહિલાએ પોતાના મોજશોખ અને હાઈપ્રોફાઈલ લાઈફસ્ટાઈલ માટે MD ડ્રગ્સનું નેટવર્ક શરૂ કર્યું,, મહિલા ડોલર નામનું MD ડ્રગ્સના છૂટક વેચાણ કરતી હતી.. વસ્ત્રાલ પોલીસે મહિલાની ધરપકડ કરીને તેની પાસેથી 2.53 લાખ રૂપિયાની કિંમતનો MD ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે..

ADVERTISEMENT

વસ્ત્રાલ પોલીસે ડ્રગ્સના જથ્થા સાથે સોનલ પટેલ નામની મહિલાની ધરપકડ કરી છે.અમદાવાદને ડ્રગ્સ મુક્ત કરવાના અભિયાન અંતર્ગત વસ્ત્રાલ પોલીસને MD ડ્રગ્સના વેપાર અંગે બાતમી મળી હતી. જે બાતમીના આધારે પોલીસની સર્વેલન્સ સ્ક્વોડે 25 નવેમ્બરના રોજ જલસાગર સોસાયટીના મકાન નંબર 56માં દરોડો પાડ્યો હતો. જ્યાંથી સોનલબેન જિતેન્દ્રકુમાર પટેલ નામની મહિલાને MD ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવી હતી..પોલીસે મહિલા પાસેથી 2.53 લાખ રૂપિયાની કિંમતનો મેફેડ્રોન એટલે કે MD ડ્રગ્સનો જથ્થો કબજે કર્યો છે. આ ઉપરાંત રોકડ રકમ, મોબાઈલ ફોન, ડિજિટલ માઇક્રો વજનકાંટો અને પ્લાસ્ટિકની થેલીઓ સહિત કુલ 2.69 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પ્રાથમિક તપાસમાં મહિલા ડ્રગ્સનો જથ્થો લાવી તેનું છૂટક વેચાણ કરતી હોવાનો ખુલાસો થયો છે.

મહિલા ગરબા ક્લાસ ચલાવતી હતી

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મહિલા ડ્રગ્સ પેડલર સોનલ પટેલ પાંચ વર્ષ પહેલાં 'રંગતાળી' નામથી ગરબા ક્લાસ ચલાવતી હતી. આ દરમિયાન તે પંકજ વાળંદ નામના યુવકના સંપર્કમાં આવી હતી. પંકજે જ તેનો સંપર્ક રાયપુરના મોહમ્મદ નામના ડ્રગ્સ સપ્લાયર સાથે કરાવ્યો હોવાનું ખુલ્યું છે.

મહિલાએ MD ડ્રગ્સના કારોબારમાં ઝંપલાવ્યું

ત્યારબાદ મહિલાએ MD ડ્રગ્સના કારોબારમાં ઝંપલાવ્યું હતું..આ મહિલા ચોકલેટના આકારમાં મળતા મેફેડ્રોન ડ્રગ્સ જેને 'ડોલર' તરીકે ઓળખાય છે તેનું છૂટક વેચાણ કરતી હતી. આશરે 40 હજાર રૂપિયામાં ડ્રગ્સનો જથ્થો ખરીદીને તેના નાના ટુકડા કરતી અને એક ગ્રામના ટુકડા 800થી 1000 રૂપિયામાં વેચતી હોવાની પોલીસ તપાસમા સામે આવ્યું છે. પોલીસના જણાવ્યા પ્રમાણે માત્ર ત્રણ દિવસમાં અંદાજે 1.20 લાખ રૂપિયાનું વેચાણ કરતી હતી.

ભાવેશ લોઢા, (PI, વસ્ત્રાલ પોલીસ સ્ટેશન)

ચાર મહિનાથી નશોનો કારોબાર ચલાવતી તપાસમાં બહાર આવ્યું

છેલ્લા ચાર મહિનાથી આ નશાનો કારોબાર ચલાવતી હોવાનું પણ તપાસમાં ખુલ્યું છે.એટલું જ નહીં ડ્રગ્સના ગ્રાહકો સાથે મહિલા ફોન પર સંપર્કમાં રહેતી હતી. ડ્રગ્સની માગણી કરનાર વ્યક્તિઓને તે પોતે જ ડિલિવરી આપવા જતી હતી. આ ઉપરાંત ઓનલાઇન અને રોકડ બંને રીતે પેમેન્ટ મેળવતી હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે. હાઈપ્રોફાઈલ જીવન જીવવાની લાલચમાં મહિલાએ નશાના કારોબારનો રસ્તો અપનાવ્યો હોવાની પોલીસ તપાસમાં ખુલાસો થયો છે.

આ પણ વાંચોઃ ભાવનગર જેલમાં પથુભા ગોહિલના મોતથી ક્ષત્રિય સમાજમાં રોષ, SIT તપાસની માંગ, આંદોલનની ચીમકી ઉચ્ચારી

મહિલાનો પતિ આર્મીમાંથી નિવૃત છે

મહત્વનું છે કે આરોપી સોનલ પટેલનો પતિ જિતેન્દ્ર પટેલ આર્મીમાંથી નિવૃત્ત છે. લગ્નજીવનને 15 વર્ષ થયાં છે અને તેમને બે બાળકો પણ છે. જોકે પતિ-પત્ની વચ્ચે અણબનાવના કારણે છેલ્લા દોઢ વર્ષથી બંને અલગ રહેતા હોવાનું જાણવા મળ્યું છે.જેથી પોતાના મોજશોખ અને હાઈપ્રોફાઈલ જીવનશૈલી માટે ડ્રગ્સ પેડલર બની ગઈ હતી. હાલ વસ્ત્રાલ પોલીસે આ ડ્રગ્સ નેટવર્કમાં સંડોવાયેલા પંકજ વાળંદ અને મોહમ્મદ નામના શખ્સને વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ શરૂ કરી છે. આ ઉપરાંત ડ્રગ્સના અન્ય સપ્લાયરો, નેટવર્ક સાથે સંકળાયેલા લોકો અને ડ્રગ્સના ગ્રાહકો સુધી પહોંચવા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Sonal Patel arrested Vastral Police drug raid Ahmedabad drug bust

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ