ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / સંસદમાં ફરી ગૂંજશે સત્તા અને વિપક્ષનો અવાજ, 30 નવેમ્બરે લોકસભા, 2 ડિસેમ્બરે રાજ્યસભાની બેઠક

Parliament Session / સંસદમાં ફરી ગૂંજશે સત્તા અને વિપક્ષનો અવાજ, 30 નવેમ્બરે લોકસભા, 2 ડિસેમ્બરે રાજ્યસભાની બેઠક

Last Updated: 08:36 PM, 26 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સંસદની કાર્યવાહી ફરી શરૂ થવા જઈ રહી છે અને કેન્દ્ર સરકારે લોકસભા તથા રાજ્યસભાની નવી બેઠકો બોલાવવા માટે પહેલ કરી છે. જેમાં 30 નવેમ્બરે લોકસભા અને 2 ડિસેમ્બરે રાજ્યસભાની બેઠક યોજવાની દરખાસ્ત પાછળ શું છે ખાસ અને કયા મુદ્દાઓ પર રહેશે સૌની નજર? ચાલો જાણીએ તેના વિષે.

ADVERTISEMENT

સંસદનું મોનસૂન સત્ર ફરી એકવાર શરૂ થવાનું છે. જેમાં સરકારે લોકસભા અને રાજ્યસભાની બેઠકો ફરીથી બોલાવવાની વિનંતી કરી છે. સાંસદીય કાર્ય મંત્રી કિરેન રિજીજુએ આ અંગે જાણકારી આપતાં કહ્યું કે લોકસભાની બેઠક 30 નવેમ્બરે અને રાજ્યસભાની બેઠક 2 ડિસેમ્બરે યોજાશે.

આ બેઠકો મોનસૂન સત્રની જ કાર્યવાહીનો ભાગ છે જેમાં કોઈ નવું સત્ર નથી. સરકારે લોકસભા સ્પીકર અને રાજ્યસભાના સભાપતિને જરૂરી સરકારી કામકાજ પૂરું કરવા માટે બંને સદનોને ફરી બોલાવવાની વિનંતી કરી છે. જેમાં કામકાજની જરૂરિયાત મુજબ બંને સદનોની કાર્યવાહી 3 ડિસેમ્બરે પૂરી થઈ શકે છે.

મોનસૂન સત્રની કાર્યવાહી ઓગસ્ટમાં અનિશ્ચિતકાલ માટે સ્થગિત કરવામાં આવી હતી. હવે સરકારે તે જ સત્રને ફરી શરૂ કરવાનો નિર્ણય લીધો છે. હજુ સુધી કયા મુદ્દાઓ પર ચર્ચા થશે કે કયા પ્રસ્તાવો રજૂ થશે, તેની વિગતવાર જાણકારી મળી નથી. જોકે જરૂરી સરકારી કામકાજ પૂરું કરવું એ જ મુખ્ય ઉદ્દેશ્ય છે.

વધુ વાંચો : મહિલાઓ, ખેડૂતો અને કર્મચારીઓ માટે મોટી જાહેરાતો, અખિલેશ યાદવના મેનિફેસ્ટોથી ભાજપની ચિંતા વધશે?

કિરેન રિજીજુએ સોશિયલ મીડિયા પર પણ આ માહિતી શેર કરી છે. તેમના જણાવ્યા અનુસાર, કામકાજની પરિસ્થિતિ મુજબ જ બેઠકોનો અંત નક્કી થશે. સંસદમાં ફરી એકવાર ચર્ચા-વિચારણાનું વાતાવરણ જોવા મળશે તેવી અપેક્ષા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Indian Parliament Session Lok Sabha Meeting Rajya Sabha Meeting
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ