ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / ગુજરાતને મળશે વિશ્વસ્તરીય બુલેટ ટ્રેન સ્ટેશન, સુરતમાં તૈયાર થઈ રહ્યો છે 3 માળનો શાનદાર હાઈટેક પ્રોજેક્ટ
5 ફોટો ગેલેરી
Last Updated: 09:07 PM, 26 November 2026
1/5
સુરતમાં બુલેટ ટ્રેન સ્ટેશનનું નિર્માણ હવે અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે. આગામી વર્ષથી દેશમાં બુલેટ ટ્રેન દોડવાની તૈયારી ચાલી રહી છે અને તેની સાથે સુરત સ્ટેશન પણ તૈયાર થઈ રહ્યું છે. આ સ્ટેશનને હીરાની થીમ પર ડિઝાઈન કરવામાં આવ્યું છે જેથી તે સુરતની ઓળખને પણ પ્રતિબિંબિત કરે.
2/5
ત્રણ માળનું આ ભવ્ય સ્ટેશન યાત્રીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી રહ્યું છે. નીચેના માળે પાર્કિંગ અને પિક-અપ ડ્રોપની વ્યવસ્થા છે, મધ્યના માળે ટિકિટ કાઉન્ટર, વેઈટિંગ લાઉન્જ અને દુકાનો છે, જ્યારે ઉપરના માળે પ્લેટફોર્મ છે. વૃદ્ધો અને દિવ્યાંગ યાત્રીઓ માટે લિફ્ટ અને એસ્કેલેટરની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે.
ADVERTISEMENT
3/5
4/5
પર્યાવરણને ધ્યાનમાં રાખીને સ્ટેશનની છત અને દીવાલોમાં કુદરતી પ્રકાશ અને હવા માટે વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી વીજળીની બચત થાય. વરસાદી પાણીનું સંગ્રહ અને વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું છે. શહેરના બીજા પરિવહન સાધનો સાથે પણ તેને જોડવામાં આવી રહ્યું છે. મેટ્રો, બીઆરટીએસ, ઓટો અને ટેક્સી સ્ટેન્ડની સુવિધા સ્ટેશન પાસે જ રહેશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ