ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાતી અભિનેતા ઓજસ રાવલે સિંહ દર્શનનો વીડિયો સોશિયલ મીડિયામાં શેર કરતાં વિવાદ વકર્યો
Last Updated: 10:26 PM, 26 November 2026
ADVERTISEMENT
ગુજરાતની ઓળખ અને ગૌરવ સમાન એશિયાટિક સિંહોના સંરક્ષણ માટે સતત જાગૃતિ ફેલાવવામાં આવે છે. જોકે, સિંહોના સંરક્ષણનો સંદેશ આપવાને બદલે જાણીતા ગુજરાતી અભિનેતા ઓજસ રાવલનો સિંહ સાથેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં વિવાદ ઊભો થયો છે. વાયરલ વીડિયોમાં અભિનેતા અંધારી રાત દરમિયાન એક સિંહણ અને તેના ત્રણ બચ્ચાને બતાવતો જોવા મળે છે. આ મામલે વનવિભાગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
ADVERTISEMENT
કોવાયા નજીકનો હોવાની પ્રાથમિક માહિતી
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોની વનવિભાગે નોંધ લીધી છે. શેત્રુંજી ડિવિઝનના પ્રોબેશનલ ACF રાજ પટોળીએ જણાવ્યું હતું કે, આ વીડિયો ધ્યાન પર આવ્યા બાદ પ્રાથમિક તપાસ શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક દૃષ્ટિએ આ વીડિયો રાજુલાના કોવાયા નજીકનો હોવાનું સામે આવ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું કે, વીડિયોમાં બે કાર પણ જોવા મળી રહી છે. સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે અને તપાસ પૂર્ણ થયા બાદ કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવશે. વાઈલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ, 1972ની જોગવાઈઓને ધ્યાનમાં રાખીને આગળનાં પગલાં લેવામાં આવશે.
ADVERTISEMENT
ADVERTISEMENT
સેલિબ્રિટીઓને સિંહદર્શન કરાવવાના મામલે સવાલો
આ ઘટનાને લઈને સેવ એશિયાટિક લાયન્સ સંસ્થાના સ્થાપક અને સિંહપ્રેમી મયંક ભટ્ટે પણ નારાજગી વ્યક્ત કરી છે. તેમના જણાવ્યા અનુસાર, દિવાળીના સમયગાળા દરમિયાન સાસણમાં પ્રવાસીઓની સંખ્યા ઓછી હોય છે. આવા સમયે કેટલાક લોકો સેલિબ્રિટીઓને સિંહદર્શન કરાવતા હોવાની બાબતો સામે આવતી રહે છે. મયંક ભટ્ટે કહ્યું કે, વન્યજીવોના સંરક્ષણ માટેના નિયમો દરેક વ્યક્તિને સમાન રીતે લાગુ થવા જોઈએ. સેલિબ્રિટી હોય કે સામાન્ય નાગરિક, જો કોઈ કાયદાનો ભંગ કરે તો તેની સામે કડક કાર્યવાહી થવી જોઈએ.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ મોજશોખ કરવા કોંગ્રેસના મહિલા આગેવાનની બહેન બની ગઈ ડ્રગ્સ પેડલર, 2.69 લાખનું મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાયું
અગાઉની ઘટનાઓનો પણ ઉલ્લેખ
ADVERTISEMENT
મયંક ભટ્ટે ભૂતકાળમાં ક્રિકેટર રવીન્દ્ર જાડેજા, મોરારિબાપુ અને પરેશ ધાનાણીની સિંહ સાથેની તસવીરો વાયરલ થઈ હોવાનો ઉલ્લેખ કર્યો હતો. તેમના આક્ષેપ મુજબ, આવી ઘટનાઓમાં વનવિભાગ દ્વારા સંતોષકારક કાર્યવાહી કરવામાં આવી નહોતી. હાલ ઓજસ રાવલના વાયરલ વીડિયો મામલે વનવિભાગની તપાસ ચાલુ છે. તપાસમાં વીડિયો કયા સંજોગોમાં બનાવવામાં આવ્યો હતો અને વન્યજીવોના સંરક્ષણ સંબંધિત નિયમોનો ભંગ થયો છે કે નહીં તે સ્પષ્ટ થશે. તપાસના અંતે અભિનેતા સહિત સંબંધિત વ્યક્તિઓની મુશ્કેલી વધી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.