ન્યૂઝ અપડેટ્સ
VTV / બિઝનેસ / 26000નું લેવલ કેમ પાર નથી કરી શકતી નિફ્ટી, એક્સપર્ટ્સ પાસેથી જાણો શોર્ટ ટર્મમાં કઈ બાજુ જશે માર્કેટ?
Last Updated: 11:01 PM, 26 November 2026
ADVERTISEMENT
નિફ્ટી 50 લગાતાર ત્રીજા સેશનમાં 26,000ના સ્તરને પાર કરવામાં નિષ્ફળ રહ્યો છે. ગુરુવારે પણ ઇન્ડેક્સ આ મહત્વના સ્તરની નજીક પહોંચ્યો પણ તેને ક્રોસ કરી શક્યો નહીં. જોકે બજારનો એકંદર રૂખ હજુ પણ સકારાત્મક જોવા મળી રહ્યો છે.
ADVERTISEMENT
જેમાં એક્સપર્ટ્સનું માનવું છે કે ટૂંકા ગાળામાં નિફ્ટીને બ્રેકઆઉટ મળી શકે છે. એક વખત 26,000ના સ્તર ઉપર મજબૂત રીતે ટકી જાય તો ઇન્ડેક્સ 26,400 સુધી પહોંચી શકે છે. અગાઉના રેકોર્ડ હાઈ 26,373ને પણ પાર કરવાની શક્યતા છે. જેમાં HDFC સિક્યોરિટીઝના વિશ્લેષકોના મતે મોટા શેરો અને મુખ્ય સેક્ટરોમાં મજબૂતાઈ જોવા મળી રહી છે. તેથી આ રેન્જને તોડવાની સંભાવના વધી રહી છે. નીચેની બાજુએ 25,600 અને ત્યારબાદ 25,343ના સ્તરો મહત્વના સપોર્ટ તરીકે કામ કરી શકે છે.
SAMCO સિક્યોરિટીઝના વિશ્લેષકોનું કહેવું છે કે, નિફ્ટીમાં ઝડપી વધારા પછી હાલ કોન્સોલિડેશન ચાલી રહ્યું છે. ડેઈલી મૂવિંગ એવરેજ હકારાત્મક સંકેત આપી રહ્યા છે અને RSI ફરી 70ની ઉપર પહોંચ્યો છે. ઈન્ડિયા VIXમાં ઘટાડો થતાં બજારમાં અસ્થિરતાની આશંકા પણ ઘટી છે.
ADVERTISEMENT
ગુરુવારે નિફ્ટી 25,884.50 પર બંધ થયો. જેમાં 0.25 ટકાનો વધારો નોંધાયો. વેપાર દરમિયાન તે 25,734 સુધી નીચે ગયો હતો, પણ ત્યાંથી સંભાળી ગયો. 25,975નો હાઈ બનાવ્યા છતાં 26,000 પાર કરી શક્યો નહીં. તો વિશ્લેષકો પણ કહે છે કે ઊંચા સ્તરે વેચાણ આવે છે, પણ નીચા સ્તરે ખરીદી મજબૂત છે. આથી 26,000 ઉપર નિર્ણાયક બ્રેકઆઉટ આવે તો જ નવી રેલી શરૂ થઈ શકે છે. હાલ 25,800 અને 25,700ના સ્તરો મહત્વના સપોર્ટ છે.
ADVERTISEMENT
રોકાણકારોએ કયા લેવલ પર નજર રાખવી?
ADVERTISEMENT
હાલની સ્થિતિમાં નિફ્ટી માટે 26,000નું લેવલ સૌથી મહત્વપૂર્ણ બની ગયું છે. આ સપાટી પાર કરીને ઇન્ડેક્સ ઉપર ટકશે તો 26,200 અને ત્યારબાદ 26,400 તરફ તેજીનો માર્ગ ખુલી શકે છે. બીજી તરફ 25,800ની નીચે કમજોરી વધે તો 25,700 અને 25,600ના સપોર્ટ લેવલ પર નજર રાખવી પડશે.આમ બજારમાં હાલ વેચવાલી કરતાં નીચલા સ્તરે ખરીદીનું વલણ વધુ આશાવાદી સંકેત આપી રહ્યું છે. પરંતુ માત્ર તેજીના સંકેતોના આધારે ઉતાવળમાં નિર્ણય લેવાને બદલે 26,000ની ઉપરનો મજબૂત બ્રેકઆઉટ મળે તેની રાહ જોવી વધુ યોગ્ય બની શકે છે.
ADVERTISEMENT
(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો