ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 09:42 AM, 27 November 2026
ADVERTISEMENT
જાન્યુઆરીથી સોના અને ચાંદીના ભાવમાં રેકોર્ડબ્રેક ઘટાડો જોવા મળ્યો છે. MCX અનુસાર, છેલ્લા 10 થી વધુ મહિનામાં સોનાના વાયદા ભાવ તેના ઉચ્ચતમ સ્તરથી પ્રતિ 10 ગ્રામ દીઠ આશરે 72000 રુપિયા ઘટ્યા છે, જ્યારે ચાંદીના વાયદા ભાવમાં પ્રતિ કિલોગ્રામ દીઠ 2.75 લાખ રુપિયાનો ઘટાડો થયો છે.
ADVERTISEMENT
તકનીકી રીતે જોઈએ તો, સોનામાં ભાગ્યે જ ક્યારેય આટલો તીવ્ર ઘટાડો જોવા મળ્યો હશે. 'ધ કોબેસી લેટર' (The Kobeissi Letter) ના આંકડા સોનાના ભાવમાં આવેલા આ ઘટાડા અંગે એવી વિગતો રજૂ કરે છે, જે તમને ચોક્કસપણે વિચારવા પર મજબૂર કરી દેશે.
આંકડાઓ અનુસાર, સોનું 'ઓવરસોલ્ડ' સ્થિતિમાં આવી ગયું છે, જેનો અર્થ છે કે તેમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, અને તેની કિંમત તેના 200 -દિવસીય મૂવિંગ એવરેજ કરતાં 20% નીચે ચાલી રહી છે, જે જૂન 2013 પછીનો સૌથી મોટો ઘટાડો દર્શાવે છે. આ સૂચવે છે કે છેલ્લાં 13 વર્ષોમાં સોનામાં આ સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો છે.
ADVERTISEMENT
દરમિયાન, આ વર્ષના જાન્યુઆરી મહિનામાં સોનાના ભાવ તેની ટોચ પર પહોંચ્યા હતા, જે તેની 200 દિવસીય મૂવિંગ એવરેજ કરતાં 45% ઉપર હતા 1970 પછીનું આ સૌથી ઊંચું સ્તર હતું. જોકે, ત્યારથી તેમાં સતત ઘટાડો જોવા મળ્યો છે અને સોનાના ભાવ તેની ટોચ પરથી 37% જેટલા નીચે આવી ગયા છે.
1980 બાદ નથી થયો આવો ઘટાડો
ADVERTISEMENT
1980ના દાયકાની શરૂઆત પછી સોનામાં આટલો મોટો ઘટાડો જોવા મળ્યો ન હતો. 12 મહિનાના સમયગાળામાં સૌથી મોટો ઘટાડો 1980ની શરૂઆતમાં નોંધાયો હતો. જોકે, આ વર્ષે જોવા મળેલો ઘટાડો 12 મહિનાના ગાળામાં સોના માટેનો સૌથી મોટો ઘટાડો માનવામાં આવે છે.
ઇતિહાસમાં સૌથી વધુ ઘટોડો સોનામાં
ADVERTISEMENT
2008ના નાણાકીય સંકટ દરમિયાન, સોનાના ભાવ તેના 200 દિવસીય મૂવિંગ એવરેજથી ૨૦% નીચે આવી ગયા હતા. જોકે, અત્યાર સુધીનો સૌથી મોટો ઘટાડો 1998 માં નોંધાયો હતો, જ્યારે ભાવમાં 27%નો ઘટાડો થયો હતો. હાલમાં સોનું તેના ઇતિહાસના સૌથી ગંભીર મંદીના તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે.
આજે શું છે સોના-ચાંદીનો ભાવ ?
ADVERTISEMENT
બુધવારે MCX પર સોનાના ભાવમાં 1,790 રુપિયાનો વધારો થતાં તે રૂ. 1,22,900 પર પહોંચ્યા હતા. તે જ સમયે, ચાંદીના ભાવમાં રૂ. 4,211નો વધારો થયો અને તે પ્રતિ કિલોગ્રામ રૂ. 1,46,728 પર પહોંચી ગઈ. સોના અને ચાંદીના ભાવમાં આવેલો આ ઉછાળો, લાંબા સમય સુધી સતત અને તીવ્ર ઘટાડો જોવા મળ્યા બાદ આવ્યો છે.
આ પણ વાંચોઃ 26000નું લેવલ કેમ પાર નથી કરી શકતી નિફ્ટી, એક્સપર્ટ્સ પાસેથી જાણો શોર્ટ ટર્મમાં કઈ બાજુ જશે માર્કેટ?
ADVERTISEMENT
ક્યાં સુધી જશે સોનાનો ભાવ
LKP સિક્યોરિટીઝના કોમોડિટી અને કરન્સી વિશ્લેષક જતિન ત્રિવેદીએ જણાવ્યું હતું કે, સ્થાનિક બજારમાં ભાવ આશરે 1,500 રુપિયા વધીને 1,23,800 રુપિયાની આસપાસ પહોંચ્યા છે; જોકે, આ ઊંચા સ્તરો પર વેચવાલીનું દબાણ જોવા મળી રહ્યું છે. હવે પછી બજારની દિશા ડિસેમ્બરમાં યોજાનારી FOMC બેઠક અને અમેરિકાના મહત્વપૂર્ણ આર્થિક ડેટા પર નિર્ભર રહેશે, કારણ કે આ બંને પરિબળો વ્યાજ દરની અપેક્ષાઓ અને ડોલરની ચાલને પ્રભાવિત કરી શકે છે. ટેકનિકલ દ્રષ્ટિકોણથી જોઈએ તો, 1,21,000 રુપિયાના સ્તરની નજીક સપોર્ટ છે, જ્યારે 1,24,000 રુપિયા ના સ્તર પર રેઝિસ્ટન્સ જોવા મળે છે.
DISCLAIMER બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.
સંકળાયેલા મુદ્દાઓ