ન્યૂઝ અપડેટ્સ
VTV / ભારત / Video: અનંત સિંહની દીકરીનાં લગ્ન પંડાલમાં અચાનક કોબ્રા ઘૂસી ગયો, અને પછી થઈ જોવા જેવી...!
Last Updated: 10:08 AM, 27 November 2026
ADVERTISEMENT
બિહારના મૌકામાના ધારાસભ્ય અનંત સિંહની દીકરી શિવાંગી સિંહનાં લગ્નની તૈયારીઓ વચ્ચે એક એવી ઘટના બની, જેનો વીડિયો હવે ચર્ચામાં છે. પટનાના બાઢ વિસ્તારમાં આવેલા તેમના પૈતૃક ગામ નદવાં (લદમા)માં લગ્ન માટે ભવ્ય પંડાલ તૈયાર કરવામાં આવ્યો હતો. આ પંડાલમાં અચાનક ફેણ ચડાવેલો કોબ્રા જોવા મળતાં ત્યાં કામ કરી રહેલા લોકોમાં ગભરાટ ફેલાયો હતો. આ દરમિયાન કાળી ટી-શર્ટ પહેરેલા એક યુવકે કોઈ પણ સુરક્ષા સાધન વગર સાપને પકડવાનો પ્રયાસ કર્યો હતો. સાપે અનેક વખત યુવક પર હુમલો કરવાની કોશિશ કરી, પરંતુ આખરે યુવકે તેને પકડીને પંડાલની બહાર લઈ ગયો હતો.
ADVERTISEMENT
અનંત સિંહની દીકરી શિવાંગી સિંહનાં લગ્ન માટે પટનાના બાઢ વિસ્તારમાં આવેલા નદવાં ગામમાં ભવ્ય તૈયારીઓ કરવામાં આવી હતી. 25 નવેમ્બરે યોજાયેલા આ લગ્ન માટે વિશાળ પંડાલ બનાવવામાં આવ્યો હતો. લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી ત્યારે અચાનક પંડાલની અંદર કોબ્રા સાપ જોવા મળ્યો હતો.સાપ ફેણ ચડાવીને બેઠો હોવાથી ત્યાં હાજર લોકોમાં ડરનો માહોલ ફેલાયો હતો. પંડાલમાં કામ કરી રહેલા મજૂરો અને અન્ય લોકો સાપને જોઈને દૂર ખસી ગયા હતા. લગ્ન જેવા મોટા પ્રસંગમાં અચાનક ઝેરી સાપ આવી જતાં થોડીવાર માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
ADVERTISEMENT
આ દરમિયાન કાળી ટી-શર્ટ અને પેન્ટ પહેરેલો એક યુવક આગળ આવ્યો હતો. તેણે કોઈ સ્ટિક કે સુરક્ષા સાધનનો ઉપયોગ કર્યા વગર સાપને પકડવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. યુવક ધીમે ધીમે સાપની નજીક ગયો અને તેની હિલચાલ પર નજર રાખીને તેને કાબૂમાં લેવાની કોશિશ કરવા લાગ્યો હતો.વાયરલ વીડિયોમાં યુવકની આ કામગીરી જોઈ શકાય છે. સાપ ફેણ ચડાવીને બેઠો હતો અને યુવકની દરેક હિલચાલ પર પ્રતિક્રિયા આપી રહ્યો હતો. આસપાસ ઊભેલા લોકો પણ આ દ્રશ્યો જોઈને ગભરાઈ ગયા હતા.
ADVERTISEMENT
अनंत सिंह की बेटी की शादी जोरो पर है इसी बीच पंडाल में सांप घुस गया। सांप को पकड़ने में बहुत परिश्रम करना पड़ा लोगो को। https://t.co/vUzZbtSVTb
— कामेश कुमार (@KAMESHKUMAR96) November 25, 2026
ADVERTISEMENT
સાપને પકડવાની પ્રક્રિયા એટલી સરળ નહોતી. કોબ્રા વારંવાર યુવક તરફ ઝપટો મારતો જોવા મળ્યો હતો. વીડિયોના એક ભાગમાં સાપ યુવકના હાથ તરફ હુમલો કરવાનો પ્રયાસ કરે છે. આ સમયે આસપાસ ઊભેલા લોકોમાંથી કોઈએ 'કાટ લીધો બેઇ' બૂમ પાડતાં પણ સંભળાય છે.જોકે યુવકે ગભરાયા વગર સાપને કાબૂમાં લેવાનો પ્રયાસ ચાલુ રાખ્યો હતો. આખરે તેણે સાપની પૂંછડી પકડી લીધી હતી અને તેને પંડાલની બહાર લઈ ગયો હતો. ત્યારબાદ ત્યાં હાજર લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.જોકે આ પ્રકારના ઝેરી સાપને નરી હાથે પકડવાનો પ્રયાસ જીવલેણ સાબિત થઈ શકે છે. કોબ્રા જેવા સાપ દેખાય ત્યારે જાતે પકડવાને બદલે વન વિભાગ અથવા તાલીમ પામેલા સાપ રેસ્ક્યૂ કરનારની મદદ લેવી જરૂરી છે.
ADVERTISEMENT
અનંત સિંહની દીકરી શિવાંગી સિંહનાં લગ્ન માટે મોટા પાયે તૈયારીઓ કરવામાં આવી હતી. ગામમાં આશરે 10 વીઘા જમીનમાં ભવ્ય પંડાલ બનાવવામાં આવ્યો હતો. પંડાલની સજાવટ જયપુરના રાજમહેલ અને તાજમહેલની થીમ પર કરવામાં આવી હોવાનું જણાવાયું છે.આ લગ્નમાં અંદાજે 4 લાખ મહેમાનો આવવાની ચર્ચા હતી. મહેમાનો માટે 200થી વધુ પ્રકારની વાનગીઓ તૈયાર કરવાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. લગ્નમાં ઘોડાદોડની સ્પર્ધા સહિત અનેક ખાસ આયોજન કરવામાં આવ્યાં હતાં.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ માનો કે, સીમાંકન બિલ પર મતદાન થાય, તો લોકસભામાં કેવી હશે આંકડાકીય સ્થિતિ?
લગ્નમાં મોટી સંખ્યામાં મહેમાનો અને VIP લોકો આવવાના હોવાથી ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. મહેમાનોની અવરજવર સરળ બને તે માટે હેલિપેડ પણ તૈયાર કરવામાં આવ્યું હતું. ભવ્ય પંડાલ, શાહી સજાવટ, ખાસ ભોજન અને અન્ય આયોજનને કારણે આ લગ્ન પહેલેથી જ ચર્ચામાં હતાં.પરંતુ લગ્નના પંડાલમાં કોબ્રા ઘૂસી આવવાની ઘટના અને યુવક દ્વારા કરવામાં આવેલા રેસ્ક્યૂનો વીડિયો હવે લોકોનું ધ્યાન ખેંચી રહ્યો છે. શાહી લગ્નની તૈયારીઓ વચ્ચે બનેલી આ ઘટનાએ ત્યાં હાજર લોકોમાં થોડા સમય માટે ડરનો માહોલ ઊભો કરી દીધો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
Sub Editor at VTV Gujarati | 8+ Years of Experience in Gujarati Journalism, News Writing & Digital Content Creation.