ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / મહિલા અનામત બિલ પર સરકારનો મોટો દાવ? સંસદના ખાસ સત્ર પહેલાં PM મોદીએ બોલાવી કેબિનેટ બેઠક

National / મહિલા અનામત બિલ પર સરકારનો મોટો દાવ? સંસદના ખાસ સત્ર પહેલાં PM મોદીએ બોલાવી કેબિનેટ બેઠક

Published By: Nidhi Panchal

Last Updated: 07:14 AM, 27 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સંસદના ખાસ સત્ર પહેલાં કેન્દ્ર સરકારે રાજકીય હલચલ તેજ કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળનારી કેબિનેટ બેઠકમાં સીમાંકન સાથે જોડાયેલા મહિલા અનામત બિલ પર મહત્વપૂર્ણ ચર્ચા થઈ શકે છે.

ADVERTISEMENT

સંસદના ખાસ સત્ર પહેલાં કેન્દ્ર સરકાર કંઈક મોટું કરવાની તૈયારીમાં છે? મહિલા અનામત અને સીમાંકનને લઈને ફરી એકવાર રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. અગાઉ લોકસભામાં જરૂરી બે તૃતીયાંશ બહુમતી ન મળતાં અટકી ગયેલા સીમાંકન સંબંધિત મહિલા અનામત બિલને લઈને સરકાર હવે નવેસરથી તૈયારી કરી રહી હોવાનું સામે આવ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ બેઠકમાં મહિલા અનામત બિલ અને તેમાં સંભવિત સુધારા અંગે ચર્ચા થઈ શકે છે. ત્યારે સવાલ એ છે કે શું આ વખતે સરકાર લોકસભામાં જરૂરી સમર્થન મેળવી શકશે?

bethak-Pm-Modi

બપોરે 1 વાગે કેબિનેટ બેઠકનું આયોજન

સૂત્રોના જણાવ્યા અનુસાર, PM મોદીની અધ્યક્ષતામાં શુક્રવારે બપોરે 1 વાગ્યે સેવા તીર્થ ખાતે કેબિનેટની બેઠક યોજાશે. આ બેઠકમાં તમામ મંત્રીઓને હાજર રહેવા માટે જાણ કરવામાં આવી છે. સરકાર અગાઉ રજૂ કરાયેલા સીમાંકન સંબંધિત મહિલા અનામત બિલમાં કેટલાક સુધારા કરી શકે છે. આ બિલમાં લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33 ટકા અનામતની જોગવાઈ કરવામાં આવી છે. જો આ બિલને મંજૂરી મળે છે, તો દેશની રાજનીતિમાં મહિલાઓની ભાગીદારી વધારવાની દિશામાં મોટું પગલું સાબિત થઈ શકે છે.

સંસદનું સત્ર ટૂંક સમયમાં બોલાવવામાં આવી શકે તેવા સંકેત આપ્યા

બુધવારે મળેલી મંત્રીમંડળની બેઠક દરમિયાન પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંત્રીઓને સંસદનું સત્ર ટૂંક સમયમાં બોલાવવામાં આવી શકે તેવા સંકેત આપ્યા હતા. તેમણે તમામ મંત્રીઓને આગામી કેટલાક દિવસો સુધી ઉપલબ્ધ રહેવા અને દિલ્હીની બહારની તેમની યાત્રાઓ મુલતવી રાખવા સૂચના આપી હતી. ત્યારથી જ રાજકીય વર્તુળોમાં સંસદના ખાસ સત્ર અને મહિલા અનામત બિલને લઈને ચર્ચાઓ તેજ બની છે.

પહેલા પણ લોકસભામાં રજૂ થયું હતું બિલ, પરંતુ બહુમતી મળી નહોતી

ઉલ્લેખનીય છે કે સરકારે ગયા વર્ષે એપ્રિલ મહિનામાં લોકસભામાં સીમાંકન સંબંધિત બંધારણીય સુધારા બિલ રજૂ કર્યું હતું. જોકે, આ બિલને પસાર કરાવવા માટે જરૂરી બે તૃતીયાંશ સાંસદોનું સમર્થન મળી શક્યું નહોતું. મતદાન દરમિયાન બિલના સમર્થનમાં 298 સાંસદોએ મત આપ્યો હતો, જ્યારે 234 સાંસદોએ વિરોધમાં મતદાન કર્યું હતું. પરિણામે સરકાર જરૂરી બે તૃતીયાંશ બહુમતીનો આંકડો મેળવી શકી નહોતી અને બિલ અટકી ગયું હતું.

NDAની સંખ્યા વધી, હવે સરકારની નજર વધુ સમર્થન પર

જોકે, ત્યારબાદ દેશના રાજકીય સમીકરણોમાં કેટલાક ફેરફાર થયા છે. બંગાળની ચૂંટણીમાં હાર બાદ તૃણમૂલ કોંગ્રેસમાં ભાગલા પડ્યા અને તેના 20 લોકસભા સભ્યો હવે NDAના સાથી પક્ષ ભાજપમાં જોડાઈ ગયા હોવાનું જણાવવામાં આવ્યું છે. આ ઉપરાંત શિવસેના (UBT)માં પણ તોડફોડ થઈ છે. તેના છ લોકસભા સભ્યો ભાજપના સાથી એકનાથ શિંદેની શિવસેનામાં જોડાયા છે. આ ફેરફારો બાદ ભાજપ-એનડીએ પાસે હાલમાં 319 લોકસભા સભ્યોનું જાહેર સમર્થન હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. જોકે, બે તૃતીયાંશ બહુમતી મેળવવા માટે લગભગ 360 સભ્યોના સમર્થનની જરૂર છે. એટલે કે સરકાર હજુ પણ જરૂરી આંકડા કરતાં પાછળ છે અને બિલ પસાર કરાવવા માટે તેને અન્ય પક્ષોનું સમર્થન મેળવવું પડશે.

શરદ પવાર અને સ્ટાલિનની પાર્ટી પર રહેશે નજર

હવે સરકારની નજર વિપક્ષના કેટલાક પક્ષો પર પણ હોઈ શકે છે. શરદ પવારની NCP (શરદચંદ્ર પવાર) પાસે લોકસભામાં આઠ સાંસદો છે, જ્યારે DMK પાસે 22 સાંસદો છે. જો આ બંને પક્ષો સીમાંકન સંબંધિત બિલ પર સરકારને સમર્થન આપે તો સાંસદોની સંખ્યા 349 સુધી પહોંચી શકે છે. ત્યારબાદ સરકારને જરૂરી બે તૃતીયાંશ બહુમતી સુધી પહોંચવા માટે વધુ કેટલાક સાંસદોના સમર્થનની જરૂર પડશે. આ સ્થિતિમાં સરકાર માટે અન્ય પક્ષો અને સાંસદોનું સમર્થન મેળવવું મુશ્કેલ નહીં હોય તેવું રાજકીય ગણિત રજૂ કરવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો : નીતિન નબીનનો રાહુલ ગાંધી પર પ્રહાર, ખિસ્સામાં બંધારણ રાખવાથી કંઈ નહીં થાય, પહેલા તેને સમજવું પડે

બીજી તરફ, એપ્રિલમાં બિલ રજૂ થયું હતું તેની સરખામણીમાં રાજકીય સ્થિતિ બદલાઈ છે. હવે વિપક્ષની સંખ્યા ઘટીને 26 થઈ ગઈ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. શરદ પવાર અને સ્ટાલિનના પક્ષોને શાસક પક્ષ સાથે જોડાતા અટકાવવા માટે પણ વિપક્ષે પ્રયાસો કરવા પડશે. આવી સ્થિતિમાં સીમાંકન અને મહિલા અનામત બિલ વિપક્ષ માટે પણ અગ્નિપરીક્ષા સમાન બની શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

PM Narendra Modi Delimitation Bill Women Reservation Bill

Published by

Nidhi Panchal

media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ