ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / જોયું સુરતમાં બુલેટ ટ્રેન માટે બનેલું સ્ટેશન? PHOTOS જોઈ વિદેશને ભૂલી જશો

ગુજરાત / જોયું સુરતમાં બુલેટ ટ્રેન માટે બનેલું સ્ટેશન? PHOTOS જોઈ વિદેશને ભૂલી જશો

Published By: Nidhi Panchal

Last Updated: 09:07 AM, 27 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશમાં આગામી વર્ષથી બુલેટ ટ્રેન દોડાવવાની તૈયારીઓ વચ્ચે સુરતનું બુલેટ ટ્રેન સ્ટેશન હવે આકર્ષણનું કેન્દ્ર બનવા જઈ રહ્યું છે. ડાયમંડ થીમ પર તૈયાર થઈ રહેલા આ સ્ટેશનમાં એરપોર્ટ જેવી સુવિધાઓથી લઈને આધુનિક ટેકનોલોજી અને પર્યાવરણને અનુકૂળ વ્યવસ્થાઓ જોવા મળશે.

ADVERTISEMENT

સુરત એટલે હીરાનું શહેર અને હવે આ શહેરની ઓળખ સાથે જોડાવા જઈ રહ્યું છે એક એવું સ્ટેશન, જે પોતાની ભવ્યતા અને આધુનિક સુવિધાઓથી સૌનું ધ્યાન ખેંચશે. કલ્પના કરો કે તમે ટ્રેન પકડવા માટે સ્ટેશન પર પહોંચો અને ત્યાં તમને એરપોર્ટ જેવી સુવિધાઓ, સ્માર્ટ ટેકનોલોજી, આધુનિક લાઉન્જ અને ડિજિટલ માર્ગદર્શન મળે! જી હા, આ કોઈ કલ્પના નથી, પરંતુ સુરતમાં આકાર લઈ રહેલા બુલેટ ટ્રેન સ્ટેશનની ખાસિયત છે. દેશમાં આગામી વર્ષથી બુલેટ ટ્રેન દોડાવવાની તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે સુરતના બુલેટ ટ્રેન સ્ટેશનનું નિર્માણકાર્ય પણ હવે અંતિમ ચરણમાં પહોંચી રહ્યું છે. ખાસ વાત એ છે કે આ સ્ટેશનને સુરતની ઓળખ સમાન હીરાની થીમ એટલે કે 'ડાયમંડ થીમ' પર ડિઝાઇન કરવામાં આવ્યું છે.

Surat

નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) દ્વારા બનાવવામાં આવી રહેલા આ સ્ટેશનમાં આધુનિક ટેકનોલોજી અને મુસાફરોની સુવિધાઓનો અનોખો સંગમ જોવા મળશે. સ્ટેશનની ડિઝાઇનથી લઈને મુસાફરોની અવરજવર અને પરિવહનની વ્યવસ્થા સુધી દરેક બાબતનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. ત્રણ માળનું આ ભવ્ય સ્ટેશન ભવિષ્યના હાઈ સ્પીડ રેલવે પ્રવાસને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી રહ્યું છે.

ત્રણ માળનું સ્માર્ટ સ્ટેશન, અવરજવર માટે ખાસ વ્યવસ્થા

સુરત બુલેટ ટ્રેન સ્ટેશનને ત્રણ અલગ-અલગ સ્તરે તૈયાર કરવામાં આવી રહ્યું છે, જેથી મુસાફરોને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવામાં કોઈ મુશ્કેલી ન પડે. સ્ટેશનના ગ્રાઉન્ડ લેવલ પર પાર્કિંગની સુવિધા આપવામાં આવશે. આ ઉપરાંત મુસાફરોને લેવા અને મૂકવા આવતા વાહનો માટે પિક-અપ અને ડ્રોપની વ્યવસ્થા પણ કરવામાં આવશે. ત્યારબાદ કોનકોર્સ લેવલ પર મુસાફરો માટે ટિકિટ કાઉન્ટર, વેઇટિંગ લાઉન્જ અને વિવિધ દુકાનો બનાવવામાં આવી રહી છે. જ્યારે સૌથી ઉપરના પ્લેટફોર્મ લેવલ પર બુલેટ ટ્રેનમાં બેસવા માટેની વ્યવસ્થા હશે. મુસાફરોને સરળતાથી એક માળેથી બીજા માળે પહોંચાડી શકાય તે માટે મોટી સંખ્યામાં લિફ્ટ અને એસ્કેલેટર લગાવવામાં આવી રહ્યાં છે. આ સમગ્ર વ્યવસ્થા મુસાફરોની અવરજવરને સરળ અને સુવ્યવસ્થિત બનાવશે.

એરપોર્ટ જેવી સુવિધાઓ, બિઝનેસ ક્લાસ લાઉન્જથી નર્સરી સુધીની વ્યવસ્થા

સુરતના બુલેટ ટ્રેન સ્ટેશનની સૌથી મોટી ખાસિયત અહીં મળનારી આધુનિક સુવિધાઓ હશે. મુસાફરોને સ્ટેશન પર એરપોર્ટ જેવો આરામદાયક અનુભવ મળી રહે તે માટે વૈશ્વિક કક્ષાની સુવિધાઓ ઊભી કરવામાં આવી રહી છે. સ્ટેશનમાં બિઝનેસ ક્લાસ લાઉન્જ બનાવવામાં આવી રહી છે, જ્યાં મુસાફરો આરામથી બેસી શકશે. આ ઉપરાંત નાના બાળકો સાથે મુસાફરી કરતા પરિવારોની સુવિધા માટે નર્સરીની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે. સ્ટેશનમાં આધુનિક વૉશરૂમ અને સ્વચ્છ રિટેલ આઉટલેટ્સ પણ બનાવવામાં આવી રહ્યાં છે. એટલે કે મુસાફરોને મુસાફરી પહેલાં જરૂરી સુવિધાઓ અને ખરીદીની વ્યવસ્થા એક જ સ્થળે મળી શકશે. મુસાફરોને સ્ટેશનમાં યોગ્ય રસ્તો શોધવામાં મુશ્કેલી ન પડે તે માટે ડિજિટલ ડિસ્પ્લે બોર્ડ અને સ્પષ્ટ સાઇનબોર્ડ લગાવવામાં આવી રહ્યાં છે. સાથે જ ઇન્ફોર્મેશન કિયોસ્ક અને સ્માર્ટ પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ પણ સ્થાપિત કરવામાં આવી રહી છે. આ ટેકનોલોજીની મદદથી મુસાફરોને ટ્રેનના સમય, પ્લેટફોર્મ અને અન્ય જરૂરી માહિતી સરળતાથી મળી શકશે.

પર્યાવરણને ધ્યાનમાં રાખીને તૈયાર થઈ રહ્યું છે સ્ટેશન

આધુનિક સુવિધાઓની સાથે સુરત બુલેટ ટ્રેન સ્ટેશનને પર્યાવરણને અનુકૂળ બનાવવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો છે. સ્ટેશનની છત અને દીવાલો પર ખાસ સ્કાયલાઇટ્સ લગાવવામાં આવી છે. તેના કારણે દિવસના સમયે સ્ટેશનની અંદર કુદરતી પ્રકાશ પહોંચી શકશે. સાથે જ તાજી હવાની અવરજવર જળવાઈ રહે તેવું આયોજન કરવામાં આવ્યું છે. કુદરતી પ્રકાશનો વધુ ઉપયોગ થવાથી દિવસ દરમિયાન વીજળીની બચત કરવામાં પણ મદદ મળશે. આ ઉપરાંત વરસાદી પાણીનો સંગ્રહ કરી તેનો ઉપયોગ કરી શકાય તે માટે રેઇન વોટર હાર્વેસ્ટિંગની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. સ્ટેશન પરિસરમાં હરિયાળી વધારવા માટે વૃક્ષારોપણનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આમ, સુરતનું આ સ્ટેશન માત્ર આધુનિક જ નહીં, પરંતુ પર્યાવરણની દૃષ્ટિએ પણ અનુકૂળ બને તે માટે ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે.

મેટ્રો, BRTS અને રિક્ષા-ટેક્સી સાથે મળશે કનેક્ટિવિટી

સુરત બુલેટ ટ્રેન સ્ટેશન પર પહોંચ્યા બાદ મુસાફરોને શહેરના અન્ય વિસ્તારોમાં જવા માટે પણ સરળતા રહે તેવું આયોજન કરવામાં આવ્યું છે. આ માટે સ્ટેશનને મલ્ટી-મોડલ કનેક્ટિવિટી સાથે જોડવામાં આવી રહ્યું છે. મલ્ટી-મોડલ ઇન્ટિગ્રેશન યોજના હેઠળ સ્ટેશનની નજીક જ પ્રસ્તાવિત મેટ્રો સ્ટેશનની સુવિધા રહેશે. આ ઉપરાંત BRTS બસ સ્ટોપ, રિક્ષા સ્ટેન્ડ અને ટેક્સી સ્ટેન્ડની વ્યવસ્થા પણ કરવામાં આવશે. જેના કારણે બુલેટ ટ્રેનમાંથી ઉતર્યા બાદ મુસાફરો પોતાની જરૂરિયાત મુજબ અન્ય પરિવહન સેવાઓનો ઉપયોગ કરી શકશે. આ વ્યવસ્થા લાસ્ટ-માઇલ કનેક્ટિવિટીને વધુ સરળ બનાવશે અને મુસાફરોનો સમય પણ બચાવશે.

આ પણ વાંચો : આજ રોજ પ્રસિદ્ધ નહીં થાય અંતિમ મતદાર યાદી, જાહેર કરાશે નવી તારીખ, જાણો કેમ?

સુરત-બીલીમોરા વચ્ચે ટ્રાયલની આશા વધી

દરમિયાન બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઈને પણ મહત્વપૂર્ણ અપડેટ સામે આવ્યું છે. તાજેતરમાં જ સુરત-બીલીમોરા ખંડ પર વીજ પુરવઠો શરૂ કરવામાં આવ્યો છે. આ વિકાસ બાદ હવે આ રૂટ પર ટૂંક સમયમાં બુલેટ ટ્રેનની ટ્રાયલ શરૂ થવાની આશા વધી ગઈ છે. આગામી વર્ષથી દેશમાં બુલેટ ટ્રેન દોડાવવાની તૈયારીઓ વચ્ચે સુરત સ્ટેશનનું નિર્માણકાર્ય પણ ઝડપથી આગળ વધી રહ્યું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Diamond Theme Surat Station Bullet Train

Published by

Nidhi Panchal

media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ