ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / આજ રોજ પ્રસિદ્ધ નહીં થાય અંતિમ મતદાર યાદી, જાહેર કરાશે નવી તારીખ, જાણો કેમ?

ગુજરાત / આજ રોજ પ્રસિદ્ધ નહીં થાય અંતિમ મતદાર યાદી, જાહેર કરાશે નવી તારીખ, જાણો કેમ?

Published By: Nidhi Panchal

Last Updated: 08:05 AM, 27 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓની તૈયારીઓ વચ્ચે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. 27 નવેમ્બરે જાહેર થનારી આખરી મતદાર યાદી વહીવટી કારણોસર મુલતવી રાખવામાં આવતા હવે ચૂંટણી કાર્યક્રમની જાહેરાતમાં પણ વિલંબ થવાની શક્યતા છે.

ADVERTISEMENT

ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણીની રાહ જોઈ રહેલા ઉમેદવારો અને ગ્રામજનો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી હતી અને 27 નવેમ્બર 2026ના રોજ આખરી મતદાર યાદી જાહેર થવાની હતી, પરંતુ છેલ્લી ઘડીએ આ આયોજનમાં ફેરફાર કરવામાં આવ્યો છે. રાજ્ય ચૂંટણી આયોગે વહીવટી કારણોસર આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવાની પ્રક્રિયા હાલ પૂરતી મુલતવી રાખી છે. આ નિર્ણયને પગલે હવે ગ્રામ પંચાયતની ચૂંટણીનો કાર્યક્રમ ક્યારે જાહેર થશે તેને લઈને સવાલો ઊભા થયા છે. ખાસ વાત એ છે કે મતદાર યાદી જાહેર કરવામાં વિલંબ થતાં ચૂંટણી લડવાની તૈયારી કરી રહેલા સંભવિત ઉમેદવારોએ હજુ થોડો વધુ સમય રાહ જોવી પડી શકે છે.

GRAM-PANCHAT

સ્થાનિક સ્તરે રાજકીય ગરમાવો વધ્યો

રાજ્ય ચૂંટણી આયોગના સચિવ દ્વારા આ અંગે તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓ અને કલેક્ટરોને પત્ર પાઠવીને જાણ કરવામાં આવી છે. આ પત્રમાં જણાવ્યા અનુસાર, મતદાર યાદીની ચકાસણી અને તેમાં જરૂરી સુધારા કરવાની કામગીરી હજુ પૂર્ણ થઈ નથી. આ કારણે અગાઉ નક્કી કરાયેલા આયોજન મુજબ 27 નવેમ્બર 2026ના રોજ આખરી મતદાર યાદી જાહેર કરી શકાશે નહીં. મતદાર યાદી મુલતવી રાખવામાં આવતા ગ્રામ્ય વિસ્તારોમાં રાજકીય ચર્ચાઓ તેજ બની છે. ખાસ કરીને જે વિસ્તારોમાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવાની છે ત્યાં સંભવિત ઉમેદવારો અને સ્થાનિક રાજકીય આગેવાનોમાં ચૂંટણીની તારીખોને લઈને ઉત્સુકતા જોવા મળી રહી છે.

ચકાસણી અને સુધારણાની કામગીરી પૂર્ણ કરવામાં હજુ એકાદ અઠવાડિયાનો સમય લાગી શકે

સૂત્રોના જણાવ્યા અનુસાર, મતદાર યાદીની ચકાસણી અને સુધારણાની કામગીરી પૂર્ણ કરવામાં હજુ એકાદ અઠવાડિયાનો સમય લાગી શકે છે. આથી આગામી સાત દિવસમાં નવી આખરી મતદાર યાદી જાહેર થવાની પૂરી સંભાવના છે. જોકે, આ અંગે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા નવી તારીખની સત્તાવાર જાહેરાત કરવામાં આવે તેની રાહ જોવી પડશે.

કઈ ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે મતદાર યાદી તૈયાર થઈ રહી છે?

આ વખતે જે ગ્રામ પંચાયતો માટે મતદાર યાદી તૈયાર કરવામાં આવી રહી છે તેમાં અલગ-અલગ પ્રકારની પંચાયતો અને બેઠકોનો સમાવેશ થાય છે. સૌપ્રથમ એવી ગ્રામ પંચાયતોનો સમાવેશ થાય છે, જેમની મુદત 31 માર્ચ 2027 સુધીમાં પૂર્ણ થઈ રહી છે અથવા પૂર્ણ થઈ ચૂકી છે. આ ઉપરાંત 17 ઓક્ટોબર 2026 સુધીમાં વિભાજન થવાથી નવી બનેલી ગ્રામ પંચાયતોનો પણ આ યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ નવી ગ્રામ પંચાયતોનું વોર્ડ સીમાંકન વર્ષ 2011ની વસ્તી ગણતરીના આધારે કરવામાં આવ્યું છે. એટલે કે નવી રચાયેલી ગ્રામ પંચાયતોમાં વોર્ડ પ્રમાણે મતદારોની યાદી તૈયાર કરવાની કામગીરી પણ આ પ્રક્રિયાનો એક ભાગ છે.

મધ્યસત્ર ચૂંટણી યોજવાની હોય તેવી ગ્રામ પંચાયતોનો પણ સમાવેશ થાય

આ સાથે 17 ઓક્ટોબર 2026 સુધીમાં વિસર્જન થયેલી અને મધ્યસત્ર ચૂંટણી યોજવાની હોય તેવી ગ્રામ પંચાયતોનો પણ સમાવેશ થાય છે. એટલું જ નહીં, આ સમયગાળા સુધીમાં ખાલી પડેલી વોર્ડ સભ્ય અથવા સરપંચની બેઠકો માટે યોજાનારી પેટા ચૂંટણીની મતદાર યાદી પણ તૈયાર કરવામાં આવી રહી છે. આમ, નિયમિત ગ્રામ પંચાયતની ચૂંટણી ઉપરાંત નવી બનેલી પંચાયતો અને ખાલી બેઠકોની પેટા ચૂંટણી માટેની યાદી પણ આ પ્રક્રિયામાં સામેલ છે.

આ પણ વાંચો : મતદારોનો મિજાજ જાણવા ભાજપે બનાવી રણનીતિ, ગુજરાતની 182 વિધાનસભા બેઠકો પર સેવાદૂત મોકલશે

આખરી મતદાર યાદી બાદ જ જાહેર થશે ચૂંટણીનો કાર્યક્રમ

ચૂંટણીના નિયમો અનુસાર, કોઈપણ ગ્રામ પંચાયતની ચૂંટણી માટે સૌપ્રથમ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવે છે. ત્યારબાદ જ ચૂંટણીની તારીખો અને સમગ્ર ચૂંટણી કાર્યક્રમની જાહેરાત કરવામાં આવે છે. એટલે કે મતદાર યાદી જાહેર થયા વિના ચૂંટણીની તારીખો જાહેર થઈ શકે તેમ નથી. હાલમાં 27 નવેમ્બરે થનારી આખરી મતદાર યાદીની પ્રસિદ્ધિ મુલતવી રાખવામાં આવી છે. હવે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા નવી તારીખ જાહેર કરવામાં આવશે. મતદાર યાદી જાહેર થયા બાદ જ ચૂંટણી કાર્યક્રમ અંગે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ સ્થિતિને જોતા ગ્રામ પંચાયતની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થવામાં હજુ થોડો વધુ સમય લાગી શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Election Voter List Gram Panchayat Election

Published by

Nidhi Panchal

media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ