ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / અમદાવાદ CP-DGP સહિત શાહીબાગના PIને હાઈકોર્ટની નોટિસ, જાણો કેમ?

ગુજરાત / અમદાવાદ CP-DGP સહિત શાહીબાગના PIને હાઈકોર્ટની નોટિસ, જાણો કેમ?

Published By: Nidhi Panchal

Last Updated: 11:37 AM, 27 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં ગુમ વ્યક્તિઓને શોધવાની પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. ત્રણ વર્ષથી ગુમ નિવૃત્ત ન્યાયાધીશને શોધવામાં પોલીસ નિષ્ફળ રહેતા ગુજરાત હાઈકોર્ટે પોલીસ વિભાગનો ઉઘડો લીધો છે.

ADVERTISEMENT

ગુજરાતમાં ગુમ વ્યક્તિઓને શોધવાની પોલીસની કામગીરી પર ફરી એકવાર સવાલો ઊભા થયા છે. એક એવી ઘટના સામે આવી છે, જેમાં સામાન્ય વ્યક્તિ નહીં, પરંતુ એક નિવૃત્ત ન્યાયાધીશ છેલ્લા ત્રણ વર્ષથી ગુમ છે. આશ્ચર્યની વાત એ છે કે આટલો લાંબો સમય વીતી જવા છતાં પોલીસ તેમને શોધી શકી નથી. એટલું જ નહીં, ગુમ થયાના ત્રણ વર્ષ બાદ પણ શાહીબાગ પોલીસે ફરિયાદ નોંધી ન હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર મામલે ગુજરાત હાઈકોર્ટે ગંભીર નોંધ લઈને પોલીસ વિભાગનો ઉઘડો લીધો છે.

Highcourt

મળતી માહિતી મુજબ, સપ્ટેમ્બર 2023માં એક નિવૃત્ત ન્યાયાધીશ ગુમ થયા હતા. ત્યારથી અત્યાર સુધી પોલીસ વિભાગ તેમને શોધવામાં નિષ્ફળ રહ્યો છે. કોઈ વ્યક્તિ ગુમ થાય ત્યારે તેની શોધખોળ કરવાની અને જરૂરી કાયદાકીય કાર્યવાહી કરવાની જવાબદારી પોલીસ વિભાગની હોય છે. જોકે, આ કિસ્સામાં ત્રણ વર્ષનો સમય પસાર થઈ ગયો હોવા છતાં નિવૃત્ત ન્યાયાધીશનો કોઈ પત્તો મળ્યો નથી. આટલા લાંબા સમય સુધી પોલીસ તેમને શોધી શકી ન હોવાથી સમગ્ર કામગીરી સામે સવાલો ઊભા થયા છે.

સપ્ટેમ્બર 2023માં નિવૃત્ત ન્યાયાધીશ ગુમ થયા

આ મામલે સૌથી ગંભીર બાબત એ છે કે સપ્ટેમ્બર 2023માં નિવૃત્ત ન્યાયાધીશ ગુમ થયા હોવા છતાં શાહીબાગ પોલીસે ત્રણ વર્ષ પછી પણ ફરિયાદ નોંધી નથી. સામાન્ય રીતે ગુમ વ્યક્તિની જાણ થતાં પોલીસ દ્વારા જરૂરી તપાસ અને કાર્યવાહી કરવામાં આવતી હોય છે. પરંતુ આ કેસમાં ફરિયાદ નોંધવામાં થયેલા વિલંબને લઈને પણ ગંભીર સવાલો ઊભા થયા છે. ત્રણ વર્ષ સુધી પોલીસ વિભાગ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી અને નિવૃત્ત ન્યાયાધીશને શોધવા માટે કેવા પ્રયાસો કરવામાં આવ્યા તે મુદ્દો પણ મહત્વનો બન્યો છે.

કોર્ટે પોલીસ વિભાગની કામગીરી સામે નારાજગી વ્યક્ત

આ સમગ્ર મામલો ગુજરાત હાઈકોર્ટ સમક્ષ પહોંચતા કોર્ટે પોલીસ વિભાગની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી છે. ત્રણ વર્ષથી ગુમ નિવૃત્ત ન્યાયાધીશને શોધવામાં પોલીસ નિષ્ફળ રહેતા હાઈકોર્ટે ગંભીર વલણ અપનાવ્યું છે. કોર્ટે આ મામલે રાજ્યના પોલીસ વડા (DGP), અમદાવાદ શહેર પોલીસ કમિશનર અને શાહીબાગ પોલીસ સ્ટેશનના PIને નોટિસ ઈશ્યૂ કરી છે.

પોલીસ વિભાગમાં આ મામલો ચર્ચાનો વિષય બન્યો

હાઈકોર્ટ દ્વારા DGP, અમદાવાદ શહેર પોલીસ કમિશનર અને શાહીબાગના PIને નોટિસ પાઠવવામાં આવતા પોલીસ વિભાગમાં આ મામલો ચર્ચાનો વિષય બન્યો છે. એક નિવૃત્ત ન્યાયાધીશ ત્રણ વર્ષથી ગુમ હોવા છતાં તેમને શોધી ન શકવા અને આટલા સમય બાદ પણ ફરિયાદ ન નોંધાવવાના મુદ્દે હવે પોલીસ અધિકારીઓએ જવાબ આપવો પડશે.

આ પણ વાંચો : વડોદરાથી AK 47 સાથે આતંકીની અટકાયત, કબ્જે કરાયા 23 કારતૂસ

આ ઘટનાએ પોલીસની કામગીરી અને ગુમ વ્યક્તિઓના કેસમાં થતી કાર્યવાહી સામે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. ખાસ કરીને એક નિવૃત્ત ન્યાયાધીશના ગુમ થવાના કેસમાં ત્રણ વર્ષ સુધી કોઈ પરિણામ ન આવવું અને ફરિયાદ પણ ન નોંધાવવી એ બાબતને હાઈકોર્ટે ગંભીરતાથી લીધી છે. હવે આ મામલે પોલીસ વિભાગ તરફથી શું જવાબ રજૂ કરવામાં આવે છે અને નિવૃત્ત ન્યાયાધીશને શોધવા માટે આગળ શું કાર્યવાહી થાય છે તેના પર સૌની નજર રહેશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Police Missing Judge Gujarat High Court

Published by

Nidhi Panchal

media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ