ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / લો બોલો, 12 જ કલાકમાં પકવાન ચાર રસ્તાની કેપ્સ્યૂલ સિસ્ટમ હટાવી દેવાઈ, જાણો કેમ?
Last Updated: 10:50 AM, 27 November 2026
ADVERTISEMENT
અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા દૂર કરવા માટે કરવામાં આવતા નવા પ્રયોગો ક્યારેક સમસ્યા ઘટાડવાને બદલે વધારી દેતા હોય છે. આવું જ કંઈક શહેરના પકવાન જંક્શન પર જોવા મળ્યું છે. ટ્રાફિકને સરળ બનાવવા માટે અહીં શરૂ કરવામાં આવેલી કેપ્સ્યુલ સિસ્ટમ આખરે ફેલ ગઈ છે. થોડા સમય પહેલાં શરૂ કરાયેલી આ સિસ્ટમ હવે મોકૂફ રાખવામાં આવી છે અને ફરી એકવાર પકવાન ચાર રસ્તા પર જૂની ટ્રાફિક સિગ્નલ વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. ત્યારે સવાલ એ છે કે આ સિસ્ટમમાં એવી શું ખામી રહી કે તેને બંધ કરવાની ફરજ પડી?
ADVERTISEMENT

પકવાન ચાર રસ્તા પર કેપ્સ્યુલ સિસ્ટમ શરૂ કરવામાં આવી હતી, પરંતુ અહીંની રોડની સ્થિતિ અને ટ્રાફિકનું પ્રમાણ જોતા આ વ્યવસ્થા યોગ્ય સાબિત થઈ નથી. એસ.જી. હાઈવે પર પકવાન ચાર રસ્તા સિવાય અન્ય જગ્યાએ રસ્તા પહોળા છે, જ્યારે પકવાન ચાર રસ્તા પાસે રસ્તાની પહોળાઈ ઓછી છે. આ ઉપરાંત અહીં રોડના આંકડા પણ ટ્રાફિકની અવરજવરમાં મુશ્કેલી ઊભી કરે છે. સિંધુ ભવન રોડ પરથી એન્ટ્રી કરતા જ ચાર રસ્તા પર આવેલું પેલિકન સ્ટેચ્યુ પણ વાહનચાલકો માટે અડચણરૂપ બની રહ્યું છે.
ADVERTISEMENT
આ તમામ કારણો સાથે પકવાન જંક્શન પર ટ્રાફિકનું ભારણ પણ વધારે છે. યોગ્ય જગ્યા ન હોવાના કારણે અહીં કેપ્સ્યુલ સિસ્ટમ અસરકારક રીતે ચાલી શકી નથી. પરિણામે વાહનોની અવરજવર વધુ મુશ્કેલ બની અને ટ્રાફિક જામની સમસ્યા ઊભી થઈ હતી. એટલું જ નહીં, આ સિસ્ટમના કારણે રાહદારીઓને પણ રસ્તો ક્રોસ કરવામાં મુશ્કેલી પડતી હતી. લોકો માટે ચાર રસ્તો પસાર કરવો પડકારજનક બન્યો હતો. હાલમાં કેપ્સ્યુલ સિસ્ટમ બંધ કરીને પકવાન ચાર રસ્તા પર ફરી ટ્રાફિક સિગ્નલ શરૂ કરવામાં આવ્યા છે. આ મામલે અમદાવાદના પકવાન જંક્શન પર વાહનચાલકો સાથે ખાસ વાતચીત કરવામાં આવી હતી. વાહનચાલકોએ કેપ્સ્યુલ સિસ્ટમ અંગે પોતાના અનુભવો અને અભિપ્રાયો વ્યક્ત કર્યા હતા.
ADVERTISEMENT
એક વાહનચાલકે જણાવ્યું હતું કે, અહીં આવી સિસ્ટમ પાસ થાય જ નહીં. અહીં તેની જરૂરિયાત જ નહોતી, છતાં કેપ્સ્યુલ સિસ્ટમ બનાવી દેવામાં આવી. તેના કારણે જ ટ્રાફિક જામ થતો હતો. અન્ય એક વાહનચાલકે પોતાનો અનુભવ જણાવતા કહ્યું કે, ગઈકાલે તેઓ 10 મિનિટ સુધી કેપ્સ્યુલ સિસ્ટમમાં ફસાઈ ગયા હતા. તેમના મતે અહીં હાલની ટ્રાફિક સિગ્નલ વ્યવસ્થા જ યોગ્ય છે.
ADVERTISEMENT
એક વાહનચાલકે વધુમાં જણાવ્યું કે, અહીં 153 સેકન્ડ ઊભા રહીએ તો પણ સરળતાથી નીકળી શકાય છે. કેટલાક લોકોમાં ટ્રાફિક સેન્સનો અભાવ હોવાના કારણે પણ આવી પરિસ્થિતિ ઊભી થાય છે. વાહનચાલકોના મતે કેપ્સ્યુલ સિસ્ટમ કરતાં ટ્રાફિક સિગ્નલથી વાહનવ્યવહાર વધુ સારી રીતે નિયંત્રિત થઈ શકે છે.
ADVERTISEMENT
બીજી તરફ, રાહદારીઓએ પણ આ સિસ્ટમ દરમિયાન રસ્તો ક્રોસ કરવામાં પડતી મુશ્કેલીઓ અંગે વાત કરી હતી. લોકો માટે ચાર રસ્તો પસાર કરવો સરળ રહ્યો નહોતો. એક વાહનચાલકે એવું પણ જણાવ્યું કે, અહીંથી ન્યાયાધીશો પણ પસાર થાય છે, એટલે કદાચ આ સિસ્ટમ બંધ કરવામાં આવી હોય. જોકે, આ અંગે કોઈ સત્તાવાર કારણ સામે આવ્યું નથી.
ADVERTISEMENT
આ પણ વાંચો : વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપની આજે વિશેષ બેઠક, જાણો કેમ?
હાલમાં પકવાન જંક્શન પર ફરી શરૂ કરવામાં આવેલી ટ્રાફિક સિગ્નલ વ્યવસ્થાને વાહનચાલકો યોગ્ય માની રહ્યા છે. લોકોનું કહેવું છે કે હાલની પરિસ્થિતિ પહેલાં કરતાં સારી છે અને અહીં ટ્રાફિક સિગ્નલ જ વધુ યોગ્ય વિકલ્પ છે. ત્યારે પકવાન જંક્શન પર કેપ્સ્યુલ સિસ્ટમનો પ્રયોગ બંધ થતાં ટ્રાફિકની સમસ્યામાં કેટલી રાહત મળે છે તે જોવું મહત્વનું રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.
વધુ વાંચો