ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 11:18 AM, 27 November 2026
ADVERTISEMENT
સવારથી જ આવકવેરા વિભાગની ટીમો તપાસમાં લાગી ગઈ છે. આ કાર્યવાહી માટે મુંબઈ અને સુરતની ટીમોએ સાથે મળીને ઓપરેશન હાથ ધર્યું છે. મુંબઈમાં રજિસ્ટર્ડ હોવા છતાં સુરતમાં કામ કરતી કંપનીઓને તપાસના દાયરામાં લેવામાં આવી છે. બંને શહેરોના 80થી વધુ અધિકારીઓ આ ઓપરેશનમાં જોડાયા હોવાનું જાણવા મળ્યું છે. કંપનીઓના ડિરેક્ટરોના ઘરથી લઈને ઓફિસો સુધી તપાસ ચાલી રહી છે. હવે આ તપાસમાં કયા પ્રકારના નાણાકીય વ્યવહારો સામે આવે છે તેના પર સૌની નજર છે.
ADVERTISEMENT
સુરતના ઉદ્યોગજગતમાં ફરી એકવાર આવકવેરા વિભાગની મોટી કાર્યવાહી સામે આવી છે. મુંબઈ અને સુરતની ઈનકમ ટેક્સ ઈન્વેસ્ટિગેશન વિંગ (DDI) દ્વારા સંયુક્ત રીતે દરોડા પાડવામાં આવ્યા છે. આ કાર્યવાહી મુંબઈમાં રજિસ્ટર્ડ અને સુરતમાં કાર્યરત અકાય ઈન્ડસ્ટ્રીઝ તેમજ શ્રી અરિહંત ડાયકેમ કંપનીને લઈને કરવામાં આવી રહી છે. વહેલી સવારથી શરૂ થયેલી આ તપાસને પગલે બંને શહેરોમાં વેપારી વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે.
ADVERTISEMENT
આવકવેરા વિભાગના આ ઓપરેશનમાં સુરત અને મુંબઈના 80થી વધુ અધિકારીઓ જોડાયા હોવાનું સામે આવ્યું છે. વહેલી સવારથી જ અલગ-અલગ ટીમો દ્વારા કંપનીઓ સાથે જોડાયેલાં સ્થળોએ તપાસ શરૂ કરવામાં આવી હતી. અધિકારીઓ કંપનીઓના નાણાકીય વ્યવહારો, હિસાબી દસ્તાવેજો અને અન્ય રેકોર્ડની તપાસ કરી રહ્યા છે. મોટા પાયે અધિકારીઓની હાજરીને કારણે ઉદ્યોગજગતમાં આ કાર્યવાહી ચર્ચાનો વિષય બની છે.
ADVERTISEMENT
આવકવેરા વિભાગની કાર્યવાહી માત્ર કંપનીઓની ઓફિસ પૂરતી મર્યાદિત નથી. શ્રી અરિહંત ડાયકેમના ડિરેક્ટર મિલન શાહ અને રોહન શાહના નિવાસસ્થાને પણ સર્ચ હાથ ધરવામાં આવ્યું છે. આ ઉપરાંત મુંબઈમાં આવેલી કોર્પોરેટ ઓફિસ અને બંને કંપનીઓ સાથે જોડાયેલાં અન્ય ધંધાકીય સ્થળોએ પણ અધિકારીઓ તપાસ કરી રહ્યા છે. કંપનીઓના વ્યવસાય અને નાણાકીય વ્યવહારોને લગતા દસ્તાવેજો તપાસવામાં આવી રહ્યા છે.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ વડોદરાથી AK 47 સાથે શંકાસ્પદ વ્યક્તિની અટકાયત, કબ્જે કરાયા 23 કારતૂસ
ADVERTISEMENT
સવારે 9:30 વાગ્યા સુધીમાં મળેલી વિગતો પ્રમાણે આવકવેરા વિભાગની ટીમો અન્ય કેટલાક સંબંધિત સ્થળોએ પણ પહોંચી હતી. અધિકારીઓ દ્વારા દસ્તાવેજો, હિસાબી રેકોર્ડ અને નાણાકીય વ્યવહારોની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. તપાસનો વ્યાપ જોતાં હજુ અન્ય સ્થળોએ પણ કાર્યવાહી આગળ વધી શકે છે. જોકે, તપાસ દરમિયાન શું મળી આવ્યું છે અને કોઈ ચોક્કસ ગેરરીતિ સામે આવી છે કે નહીં તે અંગે સત્તાવાર વિગતો સામે આવવાની બાકી છે.
ADVERTISEMENT
આવકવેરા વિભાગની આ કાર્યવાહી પાછળ નાણાકીય વ્યવહારોની તપાસ મુખ્ય હોવાનું માનવામાં આવી રહ્યું છે. તપાસ દરમિયાન મોટા પાયે બેનામી વ્યવહારો સામે આવી શકે તેવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, હાલ તપાસ ચાલુ હોવાથી કોઈ ગેરરીતિ કે કરચોરી થઈ હોવાની પુષ્ટિ થઈ નથી. અધિકારીઓની તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર મામલે વધુ વિગતો સ્પષ્ટ થઈ શકશે. સુરત અને મુંબઈના ઉદ્યોગજગતની નજર હવે આ મેગા ઓપરેશનના પરિણામ પર ટકેલી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Sub Editor at VTV Gujarati | 8+ Years of Experience in Gujarati Journalism, News Writing & Digital Content Creation.
વધુ વાંચો