ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અગાઉ પણ ગુજરાતમાં AK-47ની એન્ટ્રી થઈ ચૂકી છે, 1992ની ગેંગવોરથી માંડી 2026માં ક્યારે ક્યારે મળી આવી એસોલ્ટ રાઈફલ, જાણો

ક્રાઈમ / અગાઉ પણ ગુજરાતમાં AK-47ની એન્ટ્રી થઈ ચૂકી છે, 1992ની ગેંગવોરથી માંડી 2026માં ક્યારે ક્યારે મળી આવી એસોલ્ટ રાઈફલ, જાણો

Published By: Vishal Khamar

Last Updated: 05:35 PM, 27 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

૧૯૯૨ના રાધિકા જિમખાના ગેંગવોરથી ૨૦૨૬ના જરોદ ATS ઓપરેશન સુધી જાણો ગુજરાતમાં AK-47 અને AK-56 હથિયારોની એન્ટ્રી, હથિયારોની હેરફેર અને આતંકી નેટવર્ક સાથે જોડાયેલા મહત્વના કેસ.

ADVERTISEMENT

અમદાવાદ: ગુજરાતમાં AK-47 અને AK-56 જેવાં અત્યાધુનિક હથિયારોની એન્ટ્રી કોઈ નવી ઘટના નથી. વર્ષ ૧૯૯૨માં અમદાવાદના ઓઢવમાં થયેલા રાધિકા જિમખાના ગેંગવોરથી શરૂ થયેલી હથિયારોની ચર્ચા ગોસાબારા લેન્ડિંગ, પાટણ RDX કેસ, જુહાપુરા અને ઇશરત જહાં એન્કાઉન્ટર સુધી પહોંચી હતી. હવે વર્ષ ૨૦૨૬માં જરોદમાંથી AK-47 સાથે આતંકી ઝડપાવાની ઘટનાએ ફરી એકવાર ગુજરાતમાં હથિયારોના નેટવર્ક અને તેના સંભવિત કનેક્શન અંગે સવાલો ઊભા કર્યા છે.

1992: રાધિકા જિમખાના શૂટઆઉટમાં AK-47ની એન્ટ્રી

અમદાવાદના ઓઢવ વિસ્તારમાં અબ્દુલ લતીફ અને તેની ગેંગ સાથે સંકળાયેલા રાધિકા જિમખાના શૂટઆઉટમાં AK-47 જેવા આધુનિક હથિયારનો ઉપયોગ થયો હતો. આ ઘટનામાં હંસરાજ ત્રિવેદી સહિત નવ લોકોનાં મોત થયાં હતાં. ગુજરાતમાં ગેંગવોરમાં અત્યાધુનિક હથિયારોના ઉપયોગની આ ઘટના ચર્ચામાં રહી હતી.

1993: ગોસાબારા કિનારે દરિયાઈ માર્ગે હથિયારોનું લેન્ડિંગ

પોરબંદરના ગોસાબારા કિનારે દરિયાઈ માર્ગે RDX અને હથિયારોનો મોટો જથ્થો ઉતારવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન પાંચ AK-47, એક AK-56, ૪૩ હેન્ડગ્રેનેડ અને ૩,૦૧૧ કારતૂસ મળી આવ્યાં હતાં. આ કેસમાં દાઉદ ઇબ્રાહીમના નેટવર્ક સાથે સંભવિત કડીઓની તપાસ કરવામાં આવી હતી.

2001: પાટણમાં ટ્રકમાંથી RDX અને AK-47નો જથ્થો

સાંતલપુર નજીક CBIએ એક ટ્રકમાંથી 14 કિલો RDX, બે AK-47, ચાર AK-56 અને ૫૦૦ જીવતા કારતૂસ ઝડપી પાડ્યાં હતાં. તપાસમાં આફતાબ અંસારીના નેટવર્ક સાથે જોડાયેલી કડીઓ સામે આવી હતી.

2003: જુહાપુરામાં AK-56નું રહસ્ય

યાસીન નૂર અને તેના પુત્ર કાસીમ નૂર સાથે સંકળાયેલા કેસમાં એક રાઇફલ મળી આવી હતી. શરૂઆતમાં તેને AK-47 માનવામાં આવી હતી, પરંતુ ફોરેન્સિક તપાસમાં તે ચીનમાં બનેલી AK-56 હોવાનું બહાર આવ્યું હતું.

2004: ઇશરત જહાં એન્કાઉન્ટરમાં AK-47નો ઉલ્લેખ

જૂન ૨૦૦૪માં અમદાવાદના કોતરપુર વિસ્તારમાં ઇશરત જહાં સહિત ચાર લોકોનાં એન્કાઉન્ટરમાં મોત થયાં હતાં. પોલીસ રેકોર્ડમાં ઘટનાસ્થળેથી ઓટોમેટિક AK-47 રાઇફલ અને કારતૂસ મળ્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જોકે, બાદમાં CBI તપાસ અને કોર્ટની કાર્યવાહી દરમિયાન હથિયારોની જપ્તી તથા તેના ઉપયોગ અંગે ગંભીર સવાલો ઊભા થયા હતા.

2022: અમદાવાદમાં સ્પેરપાર્ટ્સ મારફતે હથિયાર બનાવવાનું કથિત નેટવર્ક

યમનના નાગરિક અબ્દુલ અઝીઝ અલ-અઝાનીની ધરપકડ બાદ અમદાવાદમાં AK-47 સહિતની એસોલ્ટ રાઇફલોના સ્પેરપાર્ટ્સ મળી આવ્યા હતા. સ્થાનિક એન્જિનિયરિંગ એકમો મારફતે હથિયારોના ભાગો તૈયાર કરાવવાના કથિત નેટવર્ક અંગે તપાસ કરવામાં આવી હતી.

2026: જરોદમાં AK-47 સાથે આતંકી ઝડપાતાં ફરી ચર્ચા

જરોદમાં ATSની કાર્યવાહીમાં AK-47 સાથે આરોપી ઝડપાવાની ઘટનાએ ગુજરાતમાં હથિયારોની હેરફેર અને આતંકી નેટવર્ક અંગે ફરી ચર્ચા જગાવી છે. આસામથી ગુજરાત સુધી હથિયાર કેવી રીતે પહોંચ્યું અને તેની પાછળ કોનું નેટવર્ક કાર્યરત હતું તે તપાસનો મુખ્ય વિષય બન્યો છે.

  • AK-47 અને AK-56 વચ્ચે શું તફાવત?
  • AK-47: સોવિયેત સંઘમાં વિકસાવવામાં આવેલી એસોલ્ટ રાઇફલ.
  • AK-56: ચીનમાં વિકસાવવામાં આવેલી AK-47 આધારિત રાઇફલ.
  • જરોદ કેસમાં ATS સામે ઊભા થયેલા પાંચ મોટા સવાલ
  • આસામથી ગુજરાત સુધી AK-47 કેવી રીતે પહોંચી?
  • હથિયારોનો અસલી સપ્લાયર કોણ છે?
  • ગુજરાતમાં આ હથિયારો કોને પહોંચાડવાનાં હતાં?
  • આરોપીના સોશિયલ મીડિયા સંપર્કોમાં કોણ-કોણ સામેલ છે?
  • જૈશ-એ-મોહમ્મદ સાથેના કથિત જોડાણમાં અન્ય કોણ સામેલ છે?

રાધિકા જિમખાનાથી જરોદ સુધી: AK શ્રેણીનાં હથિયારોની સફર

આ પણ વાંચોઃ 'હજી FIR કેમ નથી થી?' સુરતના નાસીરનગર કેસમાં ગુજરાત હાઈકોર્ટે ઉઠાવ્યા સવાલ

ગુજરાતમાં AK શ્રેણીનાં હથિયારોનો ઇતિહાસ ત્રણ દાયકાથી વધુ જૂનો છે. હવે જરોદ કેસમાં તપાસનો સૌથી મોટો મુદ્દો એ છે કે આ હથિયાર માત્ર એક આરોપી સુધી મર્યાદિત હતું કે તેની પાછળ મોટું આંતરરાજ્ય અને આતંકી નેટવર્ક કાર્યરત હતું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

AK-47 Seizure in Gujarat Gujarat Arms Trafficking Network Jarod ATS Operation 2026

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ