ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદ પોલીસના 31 PIની આંતરિક બદલી, જુઓ કોને ક્યાં મૂકાયા?

નિર્ણય / અમદાવાદ પોલીસના 31 PIની આંતરિક બદલી, જુઓ કોને ક્યાં મૂકાયા?

Published By: Jinal Chauhan

Last Updated: 03:43 PM, 27 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ શહેર પોલીસ વિભાગમાં મોટા પાયે આંતરિક ફેરફાર કરવામાં આવ્યા છે. પોલીસ કમિશનર દ્વારા એકસાથે 31 પોલીસ ઇન્સ્પેક્ટર (PI)ની બદલીના આદેશ કરવામાં આવ્યા છે.

ADVERTISEMENT

શહેરના પોલીસ વિભાગમાં છેલ્લા કેટલાક સમયથી બદલીઓની ચર્ચા ચાલી રહી હતી, ત્યારે હવે 31 PIને નવી જવાબદારી સોંપવામાં આવી છે. આ બદલીઓમાં ક્રાઈમ બ્રાન્ચ, સાયબર ક્રાઈમ, SOG, EOW, ટ્રાફિક અને કંટ્રોલ રૂમ સહિતનાં વિભાગોનો સમાવેશ થાય છે. પહેલા તબક્કામાં 8 PIની બદલી કરવામાં આવી હતી. ત્યારબાદ વધુ 23 PIની આંતરિક બદલીના આદેશ કરવામાં આવ્યા છે. આ ફેરફારથી શહેરના અનેક પોલીસ સ્ટેશન અને મહત્વના વિભાગોમાં નવા અધિકારીઓને જવાબદારી મળશે.

અમદાવાદ પોલીસ વિભાગમાં મોટો ફેરફાર, 31 PIની બદલી

અમદાવાદ શહેર પોલીસમાં વહીવટી કામગીરીને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. પોલીસ કમિશનર દ્વારા કુલ 31 પોલીસ ઇન્સ્પેક્ટરની આંતરિક બદલી કરવામાં આવી છે. આ બદલીઓ બે તબક્કામાં કરવામાં આવી છે. પ્રથમ તબક્કામાં 8 PIને નવી જગ્યાએ મૂકવામાં આવ્યા હતા, જ્યારે ત્યારબાદ વધુ 23 PIની બદલી કરવામાં આવી છે.આ બદલીઓમાં પોલીસ સ્ટેશન ઉપરાંત ક્રાઈમ બ્રાન્ચ, સાયબર ક્રાઈમ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG), આર્થિક ગુના નિવારણ શાખા (EOW), ટ્રાફિક અને કંટ્રોલ રૂમ જેવા વિભાગોમાં પણ ફેરફાર થયો છે.

પહેલા 8 PIની બદલીમાં કોને ક્યાં મૂકાયા?

પ્રથમ તબક્કામાં ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા બી.પી. સાવલિયાની સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં બદલી કરવામાં આવી છે. તેમની જગ્યાએ નરોડા-2માં ફરજ બજાવતા એસ.એ. કોટડીયાને ખોખરા પોલીસ સ્ટેશનની જવાબદારી સોંપવામાં આવી છે.SC/ST સેલ-2માં ફરજ બજાવતા જે.કે. રાઠોડને ફરી કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં મૂકવામાં આવ્યા છે. જ્યારે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા વી.એમ. જોશીને SOGમાં PI તરીકે જવાબદારી આપવામાં આવી છે.આર્થિક ગુના નિવારણ શાખા (EOW)માં ફરજ બજાવતા ડી.બી. બસિયાને કાલુપુર પોલીસ સ્ટેશનમાં મૂકવામાં આવ્યા છે. બીજી તરફ કાલુપુર પોલીસ સ્ટેશનના એચ.આર. વાઘેલાની EOWમાં બદલી કરવામાં આવી છે.ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવતા કે.કે. ડીંડોરને EOWમાં મોકલવામાં આવ્યા છે. જ્યારે EOWમાં ફરજ બજાવતા આર.જી. સિંધુને ક્રાઈમ બ્રાન્ચમાં નવી જવાબદારી સોંપવામાં આવી છે. આમ, પ્રથમ તબક્કામાં 8 PIની જવાબદારીમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

બીજા તબક્કામાં વધુ 23 PIની બદલી

પ્રથમ તબક્કાની બદલી બાદ હવે બીજા તબક્કામાં વધુ 23 પોલીસ ઇન્સ્પેક્ટરને નવી જગ્યાએ મૂકવામાં આવ્યા છે. આ બદલીઓમાં સાયબર ક્રાઈમ, SOG, કંટ્રોલ રૂમ, ટ્રાફિક અને લીવ રિઝર્વ કંટ્રોલ રૂમના અધિકારીઓનો સમાવેશ થાય છે.સાયબર ક્રાઈમમાં ફરજ બજાવતા એન.આર. ગામીતને કંટ્રોલ રૂમમાં મૂકવામાં આવ્યા છે. સાયબર ક્રાઈમમાં જ ફરજ બજાવતા જે.ડી. રોશનને રીડર ટુ જે.સી.પી. ટ્રાફિકની જવાબદારી સોંપવામાં આવી છે.SOGમાં ફરજ બજાવતા પી.વી. દેસાઈને સરદારનગર-2માં મોકલવામાં આવ્યા છે. જ્યારે આર.એ. ભોજાણીને SOGમાંથી કંટ્રોલ રૂમમાં મૂકવામાં આવ્યા છે. પી.ડી. સોલંકીની SOGમાંથી વિશેષ શાખામાં બદલી કરવામાં આવી છે.એસ.જી.-2 ટ્રાફિકમાં ફરજ બજાવતા આર.એ. પટેલને ક્રાઈમ બ્રાન્ચમાં મોકલવામાં આવ્યા છે. વિશેષ શાખામાંથી વી.આર. ખેરની EOWમાં બદલી કરવામાં આવી છે. કંટ્રોલ રૂમમાં ફરજ બજાવતા આર.એસ. ડાકરની પણ EOWમાં નિમણૂક કરવામાં આવી છે.

કંટ્રોલ રૂમમાં ફરજ બજાવતા બી.કે. ભરાઈને SOGમાં મોકલવામાં આવ્યા છે. શાહેરકોટડા-2માં ફરજ બજાવતા એમ.જી. રાઠોડને એસ.જી.-2 ટ્રાફિકમાં નવી જવાબદારી આપવામાં આવી છે. એલ-ટ્રાફિકમાં ફરજ બજાવતા એસ.ડી. પટેલને SC/ST સેલ-2માં મૂકવામાં આવ્યા છે.એસ.જી.-1 ટ્રાફિકમાં ફરજ બજાવતા એ.એન. આજરાને વિશેષ શાખા (એરપોર્ટ પોસ્ટ)માં મોકલવામાં આવ્યા છે. રીડર ટુ જે.સી.પી. ટ્રાફિકમાં ફરજ બજાવતા એસ.એસ. મોદીની એસ.જી.-1 ટ્રાફિકમાં બદલી કરવામાં આવી છે.

vtv app promotion

આ પણ વાંચોઃ NRI બેન્ક થાપણોમાં 1 વર્ષમાં 58%નો જંગી ઉછાળો, કુલ રકમ રૂ. 1.75 લાખ કરોડને પાર

કંટ્રોલ રૂમ, EOW અને લીવ રિઝર્વમાં પણ ફેરફાર

બીજા તબક્કાની બદલીઓમાં કંટ્રોલ રૂમ અને લીવ રિઝર્વ કંટ્રોલ રૂમના અધિકારીઓની જવાબદારીમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. કંટ્રોલ રૂમમાં ફરજ બજાવતા ટી.આર. ગઢવીને ક્રાઈમ બ્રાન્ચમાં મૂકવામાં આવ્યા છે. એમ.કે. ચૌધરીને કંટ્રોલ રૂમમાંથી સરખેજ-2માં મોકલવામાં આવ્યા છે.EOWમાં ફરજ બજાવતા સી.બી. ગામીત અને એમ.એ. સુમરાની કંટ્રોલ રૂમમાં બદલી કરવામાં આવી છે. સાયબર ક્રાઈમમાં ફરજ બજાવતા પી.પી. વાઘેલાને પણ કંટ્રોલ રૂમમાં મૂકવામાં આવ્યા છે.લીવ રિઝર્વ કંટ્રોલ રૂમમાં ફરજ બજાવતા એસ.એન. બારીયાને કંટ્રોલ રૂમમાં, એ.વી. ચૌધરીને શાહેરકોટડા-2માં, કે.આર. વેકરિયાને કંટ્રોલ રૂમમાં, ડી.જી. રાઠોડને કંટ્રોલ રૂમમાં અને વી.એ. ચાંડેરાને પણ કંટ્રોલ રૂમમાં નવી જવાબદારી સોંપવામાં આવી છે.

હવે DYSPના પ્રમોશન બાદ વધુ બદલીઓની શક્યતા

અમદાવાદ શહેર પોલીસમાં એક પછી એક આંતરિક બદલીઓ શરૂ થતાં આગામી દિવસોમાં પણ ફેરફારની શક્યતા જોવામાં આવી રહી છે. ખાસ કરીને ત્રણ વર્ષની જિલ્લા બદલી માટેના નિયમ હેઠળ આવનારા PIની બદલીઓ DYSPના પ્રમોશન બાદ થઈ શકે છે.હાલમાં 8 અને ત્યારબાદ 23 મળીને કુલ 31 PIની બદલી કરવામાં આવી છે. આ બદલીઓથી શહેરનાં અનેક પોલીસ સ્ટેશન અને મહત્વના વિભાગોમાં અધિકારીઓની જવાબદારી બદલાઈ છે. હવે DYSPના પ્રમોશન બાદ પોલીસ વિભાગમાં વધુ કયા ફેરફાર થાય છે તેના પર નજર રહેશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

PI Transfer List Ahmedabad Police Transfer PoliceDepartment

Published by

Jinal Chauhan

Sub Editor at VTV Gujarati | 8+ Years of Experience in Gujarati Journalism, News Writing & Digital Content Creation.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ