ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / NRI બેન્ક થાપણોમાં 1 વર્ષમાં 58%નો જંગી ઉછાળો, કુલ રકમ રૂ. 1.75 લાખ કરોડને પાર

ગુજરાત / NRI બેન્ક થાપણોમાં 1 વર્ષમાં 58%નો જંગી ઉછાળો, કુલ રકમ રૂ. 1.75 લાખ કરોડને પાર

Published By: Nidhi Panchal

Last Updated: 02:23 PM, 27 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં બિનનિવાસી ભારતીયો (NRI) દ્વારા બેન્કોમાં કરવામાં આવતી થાપણોમાં એક જ વર્ષમાં 58%નો નોંધપાત્ર વધારો થયો છે. સપ્ટેમ્બર 2026ના અંતે રાજ્યમાં NRIની કુલ બેન્ક થાપણો વધીને રૂ. 1.75 લાખ કરોડ થઈ છે, જેમાં અમદાવાદ સૌથી આગળ છે.

ADVERTISEMENT

ગુજરાતમાં બિનનિવાસી ભારતીયો (NRI) દ્વારા બેન્કોમાં જમા કરાવવામાં આવતી થાપણોમાં એક જ વર્ષમાં 58%નો નોંધપાત્ર વધારો થયો છે. સપ્ટેમ્બર મહિનાના અંતે રાજ્યમાં NRIની કુલ બેન્ક થાપણો વધીને રૂ. 1.75 લાખ કરોડના સ્તરે પહોંચી છે. આ વૃદ્ધિમાં અમદાવાદ સૌથી મોટો ફાળો આપનાર જિલ્લો બન્યો છે. સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટી (SLBC)ના સપ્ટેમ્બર ક્વાર્ટરના તાજેતરના અહેવાલમાં આ વિગતો સામે આવી છે.

Growth

રાજ્યભરની બેન્કોમાં NRIની થાપણો સપ્ટેમ્બર-2025માં રૂ. 1.11 લાખ કરોડ હતી, જે સપ્ટેમ્બર-2026માં વધીને રૂ. 1.75 લાખ કરોડ થઈ છે. આમ, એક વર્ષમાં રૂ. 64,381 કરોડથી વધુનો વધારો નોંધાયો છે. બેન્કિંગ ક્ષેત્રના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર ઘણા NRI માટે આ થાપણો માત્ર વ્યાજની આવક મેળવવાની તક નથી, પરંતુ ચલણના મૂલ્યમાં થતા ફેરફાર સામે રક્ષણ મેળવવાનું સાધન પણ છે. ડોલર અને ભારતીય રૂપિયા વચ્ચેના વિનિમયદરનો તફાવત તથા રૂપિયાની સરખામણીએ ડોલરની મજબૂતી પણ વિદેશથી નાણાં મોકલવા માટે પ્રોત્સાહક બની રહી છે.

અમદાવાદમાં થાપણો બમણાથી વધુઃ એક વર્ષમાં 108.5%ની વૃદ્ધિ

અમદાવાદમાં NRIની થાપણોમાં રાજ્યના મોટા જિલ્લાઓની સરખામણીએ સૌથી વધુ વૃદ્ધિ નોંધાઈ છે. અહીં થાપણો એક વર્ષમાં બમણાથી વધુ થઈને રૂ. 52,751.6 કરોડે પહોંચી છે, જે અગાઉના વર્ષે રૂ. 25,293.8 કરોડ હતી. રાજ્યની કુલ NRI થાપણોમાં અમદાવાદનો હિસ્સો 30%થી વધુ છે. સમગ્ર ભારતમાં પણ NRI થાપણોમાં નોંધપાત્ર વધારો થયો છે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના આંકડા અનુસાર એપ્રિલથી સપ્ટેમ્બર દરમિયાન NRI થાપણો વધીને 125.6 અબજ ડોલર થઈ છે. અગાઉના વર્ષના સમાન સમયગાળામાં આ આંકડો 6.01 અબજ ડોલર હતો. વિદેશી ચલણમાં થાપણોનો આ ઉછાળો ભારતીય બેન્કિંગ વ્યવસ્થામાં વિદેશથી નાણાંનો પ્રવાહ મજબૂત થઈ રહ્યો હોવાનો સંકેત આપે છે.

2030ની કોમનવેલ્થ ગેમ્સ પહેલાં રિયલ એસ્ટેટમાં રોકાણની તક

બેન્કિંગ ક્ષેત્રના એક જાણકારના જણાવ્યા અનુસાર 2030માં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ પહેલાં ગુજરાતમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રની સંભાવનાઓ NRI માટે આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. ખાસ કરીને પ્રીમિયમ રહેણાક મિલકતોના બજારમાં રોકાણ કરવાની સારી તક ઊભી થઈ છે. ભારતીય રૂપિયા સામે ડોલરનું મૂલ્ય વધી રહ્યું હોવાથી NRIને મિલકત ખરીદીમાં વધુ ફાયદો મળી શકે છે. વિદેશથી રાજ્યમાં નાણાં મોકલવાના પ્રવાહ પાછળનું આ પણ એક મહત્ત્વનું કારણ છે.

વડોદરા NRI થાપણોની બાબતમાં બીજા ક્રમે

અમદાવાદ બાદ વડોદરા NRI થાપણોની બાબતમાં બીજા ક્રમે છે. વડોદરામાં રૂ. 26,539.4 કરોડની થાપણો નોંધાઈ છે. ત્યાર બાદ કચ્છમાં રૂ. 20,972.8 કરોડ અને સુરતમાં રૂ. 15,885.9 કરોડની થાપણો છે. આ ચાર જિલ્લાઓ મળીને રાજ્યની કુલ NRI થાપણોમાં આશરે 66% હિસ્સો ધરાવે છે. રાજકોટમાં પણ NRI થાપણોમાં નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે. અહીં થાપણો અગાઉના વર્ષના રૂ. 8,479.6 કરોડથી વધીને રૂ. 14,442.5 કરોડ થઈ છે.

માત્ર 3 મહિનામાં રૂ. 53,155 કરોડનો વધારો

વર્ષની સરખામણીએ જ નહીં, ત્રિમાસિક ધોરણે પણ NRI થાપણોમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે. જૂન મહિનામાં રાજ્યની કુલ NRI થાપણો રૂ. 1.22 લાખ કરોડ હતી, જે સપ્ટેમ્બરમાં વધીને રૂ. 1.76 લાખ કરોડ થઈ છે. આમ, માત્ર 3 મહિનામાં આશરે રૂ. 53,155 કરોડનો વધારો નોંધાયો છે.

ગુજરાતના મુખ્ય જિલ્લાઓમાં NRI થાપણો

  • આંકડા રૂ. કરોડમાં | સપ્ટેમ્બર-2025ની સરખામણીએ સપ્ટેમ્બર-2026
  • જિલ્લો 2025 2026 વૃદ્ધિ
  • અમદાવાદ 25,293.9 52,751.6 108.5%
  • વડોદરા 18,699.5 26,539.4 41.9%
  • કચ્છ 16,979.3 20,972.8 23.5%
  • સુરત 8,573.5 15,885.9 85.3%
  • રાજકોટ 8,479.6 14,442.5 70.3%

આ પણ વાંચો : અમદાવાદમાં ખાનગી ઈમારતોમાં EV ચાર્જિંગ સ્ટેશન માટે AMCની મંજૂરીની જરૂર નહીં, માત્ર જાણ કરવી પડશે

ગુજરાતની કુલ NRI થાપણો

  • સપ્ટેમ્બર-2025: રૂ. 1,11,137.6 કરોડ
  • સપ્ટેમ્બર-2026: રૂ. 1,75,519.3 કરોડ

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Ahmedabad NRI Deposits NRI Bank Deposits

Published by

Nidhi Panchal

media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ