ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / મહિલા પ્યૂને ખાધો ગળાફાંસો તો એપાર્ટમેન્ટના નવમા માળેથી વૃદ્ધની છલાંગ, ફ્લેટમાંથી પટકાતા યુવકનું મોત

ગુજરાત / મહિલા પ્યૂને ખાધો ગળાફાંસો તો એપાર્ટમેન્ટના નવમા માળેથી વૃદ્ધની છલાંગ, ફ્લેટમાંથી પટકાતા યુવકનું મોત

Published By: Jinal Chauhan

Last Updated: 01:58 PM, 27 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટમાં ગુરુવાર 27 નવેમ્બરની સવાર ત્રણ પરિવારો માટે કાળ બનીને આવી છે. શહેરમાં માત્ર ત્રણ કલાકના ટૂંકા ગાળામાં આપઘાતની ત્રણ અલગ-અલગ ઘટનાઓ સામે આવતાં ચકચાર મચી ગઈ છે.

ADVERTISEMENT

બહુમાળી ભવનની સરકારી કચેરીમાં ફરજ બજાવતાં 60 વર્ષીય મહિલા પ્યૂને ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. બીજી તરફ, એક એપાર્ટમેન્ટના નવમા માળેથી કૂદીને 83 વર્ષીય વૃદ્ધે જીવ ગુમાવ્યો છે. જ્યારે જંક્શન પ્લોટ વિસ્તારમાં એક યુવકનું ત્રીજા માળેથી પટકાતાં મોત થયું છે. ત્રણેય ઘટનાઓને પગલે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

બહુમાળી ભવનની કચેરીમાં મહિલા પ્યૂનનો આપઘાત

રાજકોટના બહુમાળી ભવનમાં આવેલી ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ વિભાગની કચેરીમાં 60 વર્ષીય મહિલા પ્યૂન પ્રભાબેન સરવૈયાએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે. 27 નવેમ્બરની સવારે બનેલી આ ઘટનાની જાણ થતાં જ પ્રદ્યુમનનગર પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી.કચેરીમાં મહિલા કર્મચારીનો મૃતદેહ મળી આવતાં આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. પોલીસે મૃતદેહનો કબજો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જોકે, પ્રભાબેને કયા કારણોસર આ પગલું ભર્યું તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ માહિતી સામે આવી નથી.

એકવા બ્લુ એપાર્ટમેન્ટના નવમા માળેથી વૃદ્ધની છલાંગ

રાજકોટના એકવા બ્લુ એપાર્ટમેન્ટમાં પણ આપઘાતની બીજી ઘટના સામે આવી છે. અહીં 83 વર્ષીય કાંતિલાલ રામાણીએ એપાર્ટમેન્ટના નવમા માળેથી પડતું મૂકી જીવન ટૂંકાવ્યું હતું. ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી શરૂ કરી હતી.પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે કાંતિલાલ છેલ્લા કેટલાક સમયથી ડિપ્રેશનની સમસ્યાનો સામનો કરી રહ્યા હતા અને તેની દવાઓ પણ લેતા હતા. બીમારીથી કંટાળીને તેમણે આ પગલું ભર્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

_Rajkot News (1)

નિવૃત્ત જીવન જીવતા વૃદ્ધના પરિવારમાં શોક

કાંતિલાલ રામાણી નિવૃત્ત જીવન જીવતા હતા. તેમને એક દીકરો અને એક દીકરી છે. બંનેનાં લગ્ન થઈ ચૂક્યાં છે. તેમનો દીકરો રાજકોટમાં જ તેમની સાથે રહેતો હતો, જ્યારે દીકરી અમદાવાદમાં સાસરે રહે છે.વૃદ્ધના અચાનક મોતથી પરિવારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. તાલુકા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરી છે.

જંક્શન પ્લોટમાં યુવકનું ત્રીજા માળેથી પટકાતાં મોત

રાજકોટના જંક્શન પ્લોટ વિસ્તારમાં પણ સવારના સમયે એક યુવકનું મોત થયું છે. જંક્શન મેઈન રોડ પર આવેલા જય એપાર્ટમેન્ટના ત્રીજા માળેથી પટકાતાં દિલીપ રાઠોડ નામના યુવકનું મોત નીપજ્યું હતું. સવારે 8થી 8.30 વાગ્યાની આસપાસ આ ઘટના બની હોવાનું જાણવા મળ્યું છે.પ્રાથમિક વિગતો પ્રમાણે, દિલીપ એક યુવતીના ફ્લેટ પર હતો. આ દરમિયાન યુવતીનાં માતા-પિતા ત્યાં આવી પહોંચ્યાં હતાં. તેમના આવવાથી ગભરાઈને યુવકે બાલ્કનીમાંથી છલાંગ લગાવી હોવાની આશંકા છે. જોકે, આ મામલે પોલીસ તપાસ બાદ જ વધુ વિગતો સ્પષ્ટ થશે.

vtv app promotion

આ પણ વાંચોઃ વડોદરામાં મોટો હુમલો કરવાની ફિરાકમાં હતો આતંકી? ATSએ કર્યો ચોંકાવનારો ખુલાસો

યુવતીની સગાઈની વાત વચ્ચે બની ઘટના

મળતી વિગતો પ્રમાણે, દિલીપ રાઠોડ એક ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતો હતો. તેને એપાર્ટમેન્ટના ત્રીજા માળે રહેતી યુવતી સાથે સંબંધ હતા. યુવતીની અન્ય જગ્યાએ સગાઈ થવાની હોવાથી બંને સવારે ફ્લેટમાં આ મામલે વાતચીત કરી રહ્યાં હતાં.આ દરમિયાન યુવતીનાં માતા-પિતા ફ્લેટ પર આવી પહોંચ્યાં હતાં. તેમણે બહારથી દરવાજો ખખડાવ્યો હતો, પરંતુ દરવાજો ખોલવામાં આવ્યો નહોતો. આ સ્થિતિમાં ગભરાઈને દિલીપે બાલ્કનીમાંથી છલાંગ લગાવી હોવાની પ્રાથમિક આશંકા છે. ઘટના સમયે ફ્લેટમાં યુવતીની એક અન્ય મિત્ર પણ હાજર હતી.ઘટનાની જાણ થતાં પ્રદ્યુમનનગર પોલીસ સ્થળ પર પહોંચી હતી. યુવકના મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે મોકલીને પોલીસે તપાસ શરૂ કરી છે. આ ઘટનામાં યુવક કયા સંજોગોમાં નીચે પટકાયો તે સહિતના તમામ પાસાં તપાસવામાં આવી રહ્યાં છે.

ત્રણ અલગ ઘટનાઓથી રાજકોટમાં ચકચાર

રાજકોટમાં એક જ સવારે બનેલી આ ત્રણ ઘટનાઓએ અનેક સવાલો ઊભા કર્યા છે. સરકારી કચેરીમાં મહિલા કર્મચારી, એપાર્ટમેન્ટમાં વૃદ્ધ અને જંક્શન પ્લોટમાં યુવકના મોતના બનાવને પગલે પોલીસ અલગ-અલગ દિશામાં તપાસ કરી રહી છે. ત્રણેય ઘટનાઓ પાછળનાં ચોક્કસ કારણો તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

RajkotSuicideCases Rajkot News BreakingNews

Published by

Jinal Chauhan

Sub Editor at VTV Gujarati | 8+ Years of Experience in Gujarati Journalism, News Writing & Digital Content Creation.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ