ન્યૂઝ અપડેટ્સ
9 ફોટો ગેલેરી
Last Updated: 02:18 PM, 27 November 2026
1/9
વર્ષ 2026 પૂરું થવાના થોડા દિવસો પહેલાં જ ગ્રહોની ચાલમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. રાહુ અને કેતુના આ ગોચરની અસર આગામી 18 મહિના સુધી રહેવાની માન્યતા છે. કોઈને નોકરીમાં નવી તક મળી શકે છે તો કોઈની આવકમાં વધારો થવાની શક્યતા છે. વેપાર કરતા લોકોને નવા ગ્રાહકો અને કામકાજમાં આગળ વધવાની તક મળી શકે છે. જોકે, કેટલીક રાશિના લોકોએ પૈસા, સ્વાસ્થ્ય અને સંબંધોની બાબતમાં ખાસ ધ્યાન રાખવું પડશે. જાણીએ તમામ 12 રાશિઓ માટે આ ગોચર કેવું રહી શકે છે.
2/9
જ્યોતિષીય ગણતરી પ્રમાણે 5 ડિસેમ્બર 2026, શનિવારે રાત્રે 10:32 વાગ્યે રાહુ અને કેતુ રાશિ પરિવર્તન કરશે. આ વખતે રાહુ કુંભ રાશિમાંથી નીકળીને મકર રાશિમાં પ્રવેશ કરશે, જ્યારે કેતુ સિંહ રાશિ છોડીને કર્ક રાશિમાં જશે.આ બંને ગ્રહ આગામી લગભગ 18 મહિના સુધી આ જ સ્થિતિમાં રહેશે. ત્યારબાદ 24 જૂન 2028ના રોજ તેમનું આગામી રાશિ પરિવર્તન થવાની ગણતરી છે.જોકે, રાહુ-કેતુના ગોચરની તારીખને લઈને અલગ-અલગ પંચાંગમાં થોડો તફાવત જોવા મળે છે. કેટલીક ગણતરી પ્રમાણે 25 નવેમ્બર 2026ની તારીખ પણ આપવામાં આવી છે. તેનું કારણ ટ્રૂ નોડ એટલે કે વાસ્તવિક સ્થિતિ અને મીન નોડ એટલે કે સરેરાશ સ્થિતિ પ્રમાણે થતી અલગ ગણતરી છે. અહીં 5 ડિસેમ્બરની તારીખ સરેરાશ ગણતરીના આધારે આપવામાં આવી છે.
ADVERTISEMENT
3/9
વૃષભ રાશિના લોકો માટે રાહુ-કેતુનું આ ગોચર સારું રહી શકે છે. લાંબા સમયથી અટકેલાં કામમાં ઝડપ આવી શકે છે. નોકરી કરતા લોકોને નવી જવાબદારી અથવા સારી તક મળી શકે છે. કરિયરમાં આગળ વધવા માટે નવા રસ્તા ખુલી શકે છે. વિદેશ સાથે જોડાયેલાં કામકાજમાં પણ ફાયદો થવાની શક્યતા છે. જોકે, કોઈ મોટું રોકાણ કે નિર્ણય લેતા પહેલાં તમામ બાબતો તપાસવી જરૂરી રહેશે.
4/9
સિંહ રાશિના જાતકો માટે આ ગોચર નોકરી અને કોમ્પિટીશનની દૃષ્ટિએ ફાયદાકારક રહી શકે છે. નોકરી મેળવવા માટે પ્રયાસ કરી રહેલા લોકોને સારા સમાચાર મળી શકે છે. લાંબા સમયથી ચાલી રહેલી મુશ્કેલીઓનો ઉકેલ મળવાની શક્યતા છે. વિરોધીઓ સામે પણ તમે મજબૂત સ્થિતિમાં રહી શકો છો. કામકાજમાં સફળતા મેળવવાની તક મળશે, પરંતુ સ્વાસ્થ્યને લઈને બેદરકારી રાખવી નહીં.
ADVERTISEMENT
5/9
કન્યા રાશિના લોકો માટે આ ગોચર આવક વધારવાની તક લઈને આવી શકે છે. નોકરી અને વ્યવસાયમાં પ્રગતિના યોગ બની શકે છે. આવકના નવા રસ્તા મળી શકે છે અને જૂના પ્રયાસોનું સારું પરિણામ મળી શકે છે. જોકે, રોકાણ કરતી વખતે ઉતાવળ ન કરવી. કોઈને પૈસા ઉધાર આપતા પહેલાં પણ સારી રીતે વિચારવું જરૂરી રહેશે.
6/9
વૃશ્ચિક રાશિના જાતકો માટે રાહુનું ત્રીજા ભાવમાં ગોચર હિંમત અને આત્મવિશ્વાસ વધારનારું રહી શકે છે. નવા લોકો સાથે ઓળખાણ વધશે અને તેનો ફાયદો કામકાજમાં મળી શકે છે. વેપારીઓને નવા સોદા અને ધંધો વધારવાની તક મળી શકે છે. નોકરી કરતા લોકોને પોતાની આવડત બતાવવાનો મોકો મળશે. જોકે, કોઈ પણ કામમાં ઉતાવળ કરવાથી નુકસાન થઈ શકે છે.
ADVERTISEMENT
7/9
કુંભ રાશિના લોકો માટે કેતુનું છઠ્ઠા ભાવમાં ગોચર અનુકૂળ પરિણામ આપી શકે છે. નોકરી અને વ્યવસાયમાં આવતી મુશ્કેલીઓનો સામનો કરવાની ક્ષમતા વધશે. વિરોધીઓ સામે સફળતા મળી શકે છે. લાંબા સમયથી ચાલી રહેલા વિવાદોનો ઉકેલ લાવવાની તક મળશે. જોકે, બિનજરૂરી ખર્ચ પર નિયંત્રણ રાખવું અને સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી રહેશે.
8/9
મીન રાશિના જાતકો માટે રાહુનું અગિયારમા ભાવમાં ગોચર લાભદાયક માનવામાં આવે છે. નોકરીમાં પ્રમોશન, પગાર વધારો અથવા નવી જવાબદારી મળવાની શક્યતા છે. વેપારીઓને નવા ગ્રાહકો મળી શકે છે અને ધંધામાં આવક વધવાના રસ્તા ખુલી શકે છે. લાંબા સમયથી અટકેલા પૈસા પાછા મળવાની આશા પણ રાખી શકાય છે. તમારી જૂની ઈચ્છાઓ પૂરી થવાની દિશામાં પણ પ્રગતિ થઈ શકે છે.
ADVERTISEMENT
9/9
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ
મહત્વપૂર્ણ નિર્ણય / ગુજરાતમાં ઘર ખરીદતા પહેલા જાણી શકશો બિલ્ડરની કુંડળી, RERA લાવશે નવું ફીચર