ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / ગુજરાતી સિનેમા / ગીરની રક્ષા કાજે જગદંબા બનીને ગર્જના કરતી ‘અંબા’નું દમદાર ટ્રેલર રિલીઝ

Video / ગીરની રક્ષા કાજે જગદંબા બનીને ગર્જના કરતી ‘અંબા’નું દમદાર ટ્રેલર રિલીઝ

Published By: Nidhi Panchal

Last Updated: 12:59 PM, 27 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતી સિનેમામાં વધુ એક ભવ્ય અને અનોખી ફિલ્મ જોવા મળવાની છે. ગીરના જંગલ, સાવજ અને માલધારી કન્યાની મિત્રતા પર આધારિત વિજયગીરી બાવાની ફિલ્મ ‘અંબા’નું ટ્રેલર રિલીઝ થયું છે, જેમાં આદિત્ય ગઢવીના અવાજનો જાદુ પણ સાંભળવા મળશે.

ADVERTISEMENT

ગુજરાતી સિનેમામાં કંઈક નવું અને અનોખું જોવા મળવાનું છે. અત્યાર સુધી અનેક ફિલ્મોમાં અલગ-અલગ વિષયો રજૂ થયા છે, પરંતુ આ વખતે દર્શકોને ગીરના ગાઢ જંગલમાં લઈ જતી એક એવી કહાની જોવા મળશે, જેમાં એક માલધારી કન્યા અને સાવજ વચ્ચેની અનોખી મિત્રતા જોવા મળશે. વાત થઈ રહી છે આગામી ગુજરાતી ફિલ્મ ‘અંબા’ની. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે અને તેમાં જંગલ, સિંહ, આસ્થા અને સાહસની ઝલક જોવા મળી રહી છે. ફિલ્મ આગામી 11 ડિસેમ્બર, 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.

charan-kanya

સુપરહિટ ફિલ્મ ‘લાલો’ તેમજ ‘રાજાધિરાજ’, ‘સરદાર’ અને ‘છોટા ભીમ’ જેવા ભવ્ય નાટકો આપનાર નીમટ્રી એન્ટરટેઇનમેન્ટ (Neemtree Entertainment) અને વિજયગીરી ફિલ્મોસ (Vijaygiri Filmos)ના કો-પ્રોડક્શનમાં આ ફિલ્મ તૈયાર કરવામાં આવી છે. રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા દિગ્દર્શક વિજયગીરી બાવાએ ફિલ્મનું દિગ્દર્શન કર્યું છે. ફિલ્મને આંતરરાષ્ટ્રીય સ્તરના VFX અને મોટા પ્રોડક્શન સ્કેલ સાથે તૈયાર કરવામાં આવી છે. ગુજરાતી ફિલ્મોમાં ટેકનોલોજી અને ભવ્યતાનો નવો અનુભવ કરાવવાનો પ્રયાસ આ ફિલ્મમાં કરવામાં આવ્યો છે.

ગીરના જંગલમાં સાવજ અને માલધારી કન્યાની મિત્રતા

‘અંબા’ની કહાની શહેર કે સામાન્ય પારિવારિક જીવનથી અલગ છે. આ ફિલ્મ દર્શકોને ગીરના એવા જંગલમાં લઈ જાય છે, જ્યાં વન્યજીવો અને માલધારીઓ એકબીજા સાથે હળીમળીને રહે છે. ફિલ્મમાં અંબા નામની માલધારી કન્યા બાળપણથી જ સિંહના બચ્ચાને ‘વનરાજ’ કહીને ઉછેરે છે. અંબા અને વનરાજ વચ્ચે સમયની સાથે ગાઢ મિત્રતા બંધાય છે. બંને વચ્ચેનો વિશ્વાસ અને લાગણી ટ્રેલરમાં સુંદર રીતે બતાવવામાં આવ્યા છે.

amba-2

ફિલ્મમાં અંબાની ભૂમિકા રીવા રાચ્છ ભજવી રહી છે. ટ્રેલરમાં હાથમાં ડાંગ લઈને ફરતી અંબાને જોઈ વન વિભાગના અધિકારીની ભૂમિકા ભજવતા દર્શન પંડ્યા ગર્વથી કહે છે કે, “મેઘાણીની ચારણ કન્યા આજે મેં નજરે જોઈ!” બીજી તરફ, એક વિદેશી પ્રવાસીને આ રહસ્યમય કન્યા વિશે ‘માંગળાની ભૂતાવળ’ તરીકે ઓળખાવવામાં આવે છે. આ દ્રશ્યો ફિલ્મની વાર્તામાં રહસ્ય અને રસ વધારે છે.

શિકારીઓ સામે અંબા અને વનરાજનો જંગ

ફિલ્મની વાર્તામાં ત્યારે મોટો વળાંક આવે છે જ્યારે ગીરના જંગલની શાંતિ ભંગ કરવા શિકારીઓની એક ગેંગ સક્રિય થાય છે. આ ગેંગનો ઘમંડી શિકારી વનરાજને પડકાર ફેંકે છે. શિકારીઓથી સાવજને બચાવવા વન વિભાગના અધિકારી પણ તેમની સામે લડત આપે છે. આ દરમિયાન ફિલ્મમાં જગદંબાના સ્વરૂપમાં અંબાની રૌદ્ર એન્ટ્રી જોવા મળે છે. ટ્રેલરમાં પાણીમાંથી બહાર આવતી અંબા અને વનરાજનાં દિલધડક દ્રશ્યો ખાસ ધ્યાન ખેંચે છે. ફિલ્મમાં ઉપયોગમાં લેવાયેલા ઉચ્ચ કક્ષાના VFXને કારણે જંગલ અને સાવજનાં દ્રશ્યો વધુ ભવ્ય લાગે છે. કુદરત, આસ્થા અને સાહસને જોડતી આ કહાની ગુજરાતી સિનેમામાં એક અલગ અનુભવ કરાવશે તેવી આશા છે.

આદિત્ય ગઢવીના અવાજમાં ગીત, સંગીત પણ બનશે આકર્ષણ.

ફિલ્મ ‘અંબા’ની ખાસિયત માત્ર તેની વાર્તા અને ભવ્ય દ્રશ્યો જ નથી, પરંતુ તેનું સંગીત પણ દર્શકો માટે આકર્ષણનું કેન્દ્ર બનવાનું છે. ગુજરાતી લોકસંગીતના જાણીતા ગાયક આદિત્ય ગઢવીએ ફિલ્મના ‘નેહ નેહ’ ગીતને પોતાનો અવાજ આપ્યો છે. આદિત્ય ગઢવીના આગવા લોકસંગીતના અંદાજને કારણે ગીતમાં ગુજરાતી સંસ્કૃતિ અને સૌરાષ્ટ્રની લોકપરંપરાની ઝલક જોવા મળશે. ગીરની ધરતી, માલધારીઓનું જીવન અને પ્રકૃતિ સાથેના તેમના સંબંધને સંગીતના માધ્યમથી રજૂ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ફિલ્મનું સંગીત કેદાર-ભાર્ગવે તૈયાર કર્યું છે. આદિત્ય ગઢવીનો અવાજ અને કેદાર-ભાર્ગવનું સંગીત ફિલ્મની વાર્તાને વધુ અસરકારક બનાવશે તેવી અપેક્ષા છે.

દમદાર કલાકારોની ટીમ

ફિલ્મમાં ‘લાલો’ ફેમ રીવા રાચ્છ મુખ્ય પાત્ર અંબાની ભૂમિકામાં જોવા મળશે. રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અભિનેત્રી નીલમ પંચાલ પણ ખાસ ભૂમિકામાં છે. આ ઉપરાંત દર્શન પંડ્યા, જગજીતસિંહ વાઢેર, અમેરિકન અભિનેત્રી એલેસાન્ડ્રા વ્હીલન, ગૌરાંગ આનંદ, આકાશ ઝાલા, સ્વાતિ દવે, ફિરોઝ ઈરાની અને રિદ્ધિ ડાંગર પણ મહત્વપૂર્ણ ભૂમિકાઓમાં જોવા મળશે.

ફિલ્મની ક્રિએટિવ ટીમ અને રિલીઝની વિગતો

ફિલ્મનું દિગ્દર્શન, વાર્તા અને પટકથા વિજયગીરી બાવાએ તૈયાર કરી છે. ફિલ્મનાં નિર્માતા અને સહ-નિર્માતા તરીકે ભૂમિ નાથવાણી (શ્રી પરિમલ નાથવાણીના આશીર્વાદ સાથે) અને ટ્વિંકલ વિજયગિરી જોડાયેલાં છે. ફિલ્મના સંવાદ રામ મોરીએ લખ્યા છે, જ્યારે સંગીતની જવાબદારી કેદાર-ભાર્ગવે સંભાળી છે. સિનેમેટોગ્રાફી ગાર્ગેય ત્રિવેદીની છે અને ફિલ્મનું વિતરણ રૂપમ એન્ટરટેઈનમેન્ટ પ્રા. લિ. દ્વારા કરવામાં આવશે.

આ પણ વાંચો : અમદાવાદ CP-DGP સહિત શાહીબાગના PIને હાઈકોર્ટની નોટિસ, જાણો કેમ?

વિજયગીરી ફિલ્મોસ પ્રોડક્શન્સના બેનર હેઠળ બનેલી આ ફિલ્મમાં ગીરની ધરતીનો આત્મા, માલધારીઓની શ્રદ્ધા અને પ્રકૃતિ સાથેના તેમના સંબંધને રજૂ કરવામાં આવ્યો છે. હવે ફિલ્મનું ટ્રેલર સામે આવ્યા બાદ દર્શકોમાં ફિલ્મને લઈને ઉત્સુકતા વધી છે. આદિત્ય ગઢવીના ગીત, ભવ્ય VFX અને અનોખી વાર્તા સાથે ‘અંબા’ 11 ડિસેમ્બર, 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Vijaygiri Bava Gujarati Film Amba Reeva Rachh

Published by

Nidhi Panchal

media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ