ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / વડોદરામાં મોટો હુમલો કરવાની ફિરાકમાં હતો આતંકી? ATSએ કર્યો ચોંકાવનારો ખુલાસો

ગુજરાત / વડોદરામાં મોટો હુમલો કરવાની ફિરાકમાં હતો આતંકી? ATSએ કર્યો ચોંકાવનારો ખુલાસો

Published By: Nidhi Panchal

Last Updated: 01:21 PM, 27 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરામાં AK-47 સાથે જૈશ-એ-મોહમ્મદનો આતંકી ઝડપાયો: એરફોર્સ સ્ટેશનને નિશાન બનાવવાનો હતો પ્લાન, દાહોદથી મેળવ્યાં હતાં હથિયાર, હુમલો કરી પાકિસ્તાન ભાગી જવાની હતી તૈયારી

ADVERTISEMENT

વડોદરાના જરોદ ગામમાં ગુજરાત ATSની એકાએક કાર્યવાહીએ સુરક્ષા એજન્સીઓથી લઈને સ્થાનિક લોકો સુધી સૌને ચોંકાવી દીધા છે. બસ સ્ટેશન પાસે આવેલા લીમડાના ઝાડ નજીકથી ATSએ એક શખ્સને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી ઓટોમેટિક AK-47 રાયફલ અને જીવતા કારતૂસ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે કે આરોપીનો આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે સંબંધ હોવાની આશંકા છે અને તેનો ટાર્ગેટ વડોદરાનું એરફોર્સ સ્ટેશન હોવાનું સામે આવ્યું છે.

aatanki

ATSને આ શખ્સની ગતિવિધિઓ અંગે બાતમી મળી

મળતી માહિતી અનુસાર, ગુજરાત ATSને આ શખ્સની ગતિવિધિઓ અંગે બાતમી મળી હતી. આ બાતમીના આધારે ATSની ટીમે જરોદ વિસ્તારમાં વોચ ગોઠવી હતી. દરમિયાન મધ્યપ્રદેશ તરફથી બસમાં આવી રહેલા શખ્સને જરોદ બસ સ્ટેશન નજીક આવેલા લીમડાના ઝાડ પાસેથી ઝડપી પાડવામાં આવ્યો હતો. ATSની ટીમે તેની તપાસ કરતાં ઓટોમેટિક AK-47 રાયફલ અને જીવતા કારતૂસ મળી આવ્યા હતા. આટલાં ઘાતક હથિયારો મળી આવતાં ATSએ તાત્કાલિક આરોપીની ધરપકડ કરી હતી.

જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલો હોવાની વિગતો સામે આવી

આ મામલે સૌથી ચોંકાવનારી બાબત એ છે કે આરોપી જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલો હોવાની વિગતો સામે આવી છે. તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે આરોપીએ દાહોદમાંથી હથિયારો મેળવ્યાં હતાં. આ હથિયારોનો ઉપયોગ વડોદરાના એરફોર્સ સ્ટેશનને નિશાન બનાવવા માટે કરવાનો પ્લાન હોવાની વિગતો તપાસમાં સામે આવી રહી છે. એટલે કે દેશની સુરક્ષા સાથે જોડાયેલા મહત્વના સ્થળને નિશાન બનાવવાની તૈયારી કરવામાં આવી રહી હોવાની આશંકા છે.

પાકિસ્તાન ભાગી જવાની પણ તેની યોજના હોવાનું તપાસમાં સામે આવ્યું

આરોપીનો પ્લાન માત્ર હુમલો કરવા પૂરતો જ સીમિત નહોતો. હુમલો કર્યા બાદ પાકિસ્તાન ભાગી જવાની પણ તેની યોજના હોવાનું તપાસમાં સામે આવ્યું છે. આ ખુલાસા બાદ સુરક્ષા એજન્સીઓ વધુ સતર્ક બની છે. ATSહવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આરોપીને હથિયારો કોણે આપ્યાં હતાં, દાહોદમાં તેની મદદ કોણે કરી હતી અને આ સમગ્ર કાવતરામાં અન્ય કેટલા લોકો સામેલ છે.

vdr

બીજી તરફ, જરોદ જેવા ગામમાં આટલી મોટી કાર્યવાહી થતાં સ્થાનિક લોકોમાં પણ આશ્ચર્ય ફેલાયું છે. બસ સ્ટેશન પાસે લીમડાના ઝાડ નજીકથી એક શખ્સની ધરપકડ કરવામાં આવી હોવાની વાત સામે આવતાં ગામમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે. સ્થાનિક લોકોને પણ અંદાજ નહોતો કે ગામમાં આટલી મોટી કાર્યવાહી થઈ શકે છે. આ સમગ્ર મામલે જરોદ ગામના સરપંચ રૂપેશભાઈ સોલંકીએ ATSની કામગીરીને બિરદાવી છે. તેમણે જણાવ્યું હતું કે ATSની આ સારી કામગીરી છે. કોઈને નુકસાન પહોંચે તે પહેલાં જ આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. સમયસર કાર્યવાહી થવાથી મોટી દુર્ઘટના ટળી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

આ પણ વાંચો : વડોદરાથી AK 47 સાથે આતંકીની અટકાયત, કબ્જે કરાયા 23 કારતૂસ

હાલમાં ગુજરાત ATS દ્વારા આરોપીની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે. દાહોદમાંથી હથિયારો મેળવવાથી લઈને વડોદરાના એરફોર્સ સ્ટેશનને નિશાન બનાવવાના કથિત કાવતરા અને હુમલા બાદ પાકિસ્તાન ભાગી જવાની યોજનાના તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે. આ સમગ્ર નેટવર્કમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ તે પણ તપાસનો વિષય છે. ATSની તપાસમાં આગામી દિવસોમાં આ મામલે વધુ ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

AK47 Rifle Vadodara ATS News Jarod Arrest

Published by

Nidhi Panchal

media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ