ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / પારુલ યુનિવર્સિટી 10માં કોન્વોકેશન સમારંભ માટે સજ્જ; સિનેમા, રમતગમત અને પત્રકારત્વની દુનિયામાંથી હસ્તીઓ વિદ્યાર્થીઓનો જુસ્સો વધારશે

અમદાવાદ / પારુલ યુનિવર્સિટી 10માં કોન્વોકેશન સમારંભ માટે સજ્જ; સિનેમા, રમતગમત અને પત્રકારત્વની દુનિયામાંથી હસ્તીઓ વિદ્યાર્થીઓનો જુસ્સો વધારશે

Published By: Kalpesh Kandoriya

Last Updated: 05:04 PM, 27 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરા [ગુજરાત], 26 નવેમ્બર: પારુલ યુનિવર્સિટી પોતાનો 10મો કોન્વોકેશન સમારંભ એટલે કે દીક્ષાંત સમારંભ 5 ડિસેમ્બર, 2026ના રોજ યોજવા સંપૂર્ણપણે સજ્જ થઈ ગઈ છે.

ADVERTISEMENT

આ આયોજન યુનિવર્સિટીની શૈક્ષણિક સફરમાં એક સીમાચિહ્નરૂપ છે, જ્યાં ગ્રેજ્યુએટ થયેલા વિદ્યાર્થીઓની સફળતાઓની ઉજવણી થશે તેમજ તેમના ભવિષ્યના પ્રયાસો માટે પ્રોત્સાહન આપવામાં આવશે. આ સમારંભમાં અનેક પ્રસિદ્ધ હસ્તીઓ શામેલ થશે, જે વિદ્યાર્થીઓની વર્ષોની મહેનત, વિકાસ અને શૈક્ષણિક ઉપલબ્ધિઓનું સન્માન કરશે. સાથે સાથે, તેમને તેમની વ્યાવસાયિક સફરની શરૂઆત કરવા પ્રોત્સાહન આપશે. આ સમારંભમાં ગ્રેજ્યુએટ થયેલા વિદ્યાર્થીઓ પોતાના પરિવારો સાથે સામેલ થશે અને તેઓ પોતાનાં સંતાનોની આ યાદગાર ક્ષણોનાં સાક્ષી બનશે.

પારુલ યુનિવર્સિટીનો 10મો કોન્વોકેશન સમારંભમાં ત્રણ માનદ્ મહેમાનો આવશે, જેમાં પહ્મશ્રી એવોર્ડવિજેતા અને પ્રસિદ્ધ અભિનેતા શ્રી મનોજ વાજપેયી, પહ્મશ્રી અને પહ્મભૂષણ એવોર્ડવિજેતા, ઓલિમ્પિક ચંદ્રકવિજેતા અને બેડમિન્ટમાં વર્લ્ડ ચેમ્પિયન સુશ્રી પી. વી. સિંધુ તથા પ્રસિદ્ધ પત્રકાર અને ઇન્ડિયા ગ્લોબલ રિવ્યૂ (આઇજીઆર)ના સ્થાપક સુશ્રી પલ્કી શર્મા સામેલ છે. સિનેમા, રમતગમત અને પત્રકારત્વ જગતની આ ત્રણ અદ્ભૂત વ્યક્તિત્વોની હાજરી એ દીક્ષાંત સમારંભના દિવસને વિશિષ્ટ બનાવશે, જેમણે પોતાનાં ક્ષેત્રોમાં મેળવેલી સફળતાથી દરેક વિદ્યાર્થીને તેમની પ્રેરક સફરનો પરિચય મળશે.

દેશની વિશિષ્ટ હસ્તીઓના સ્વાગતની પરંપરા

પારુલ યુનિવર્સિટીના ગત કોન્વોકેશન સમારંભમાં દેશભરની વિવિધ જાણીતી હસ્તીઓ શામેલ થઈ હતી. આઠમા દીક્ષાંત સમારંભમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રીમતી સ્મૃતિ ઇરાની, પૂર્વ ભારતીય બેડમિન્ટન ખેલાડી અને ઓલિમ્પિક પદકવિજેતા સુશ્રી સાઇના નેહવાલ, રિપબ્લિક મીડિયા નેટવર્કના એડિટર-ઇન-ચીફ શ્રી અર્નબ ગોસ્વામી અને બોલેન્ટ ઇન્ડસ્ટ્રીઝના સ્થાપક અને ચેરમેન શ્રી શ્રીકાંત બોલા શામેલ થયા હતા. આ પરંપરા 9મા કોન્વોકેશનમાં પણ જળવાઈ રહી હતી, જેમાં ઇન્ડિયા ટીવીના ચેરમેન અને એડિટર-ઇન-ચીફ શ્રી રજત શર્મા, ભારતીય બોક્સર, ઓલિમ્પિક કાંસ્યચંદ્રક વિજેતા અને છ વાર વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયન સુશ્રી એમ. સી. મેરી કોમ, શુગર કોસ્મેટિક્સનાં સહ-સ્થાપક અને સીઇઓ તથા શાર્ક ટેન્ક ઇન્ડિયાના જજ સુશ્રી વિનીતા સિંહ તેમજ પૂર્વ ભારતીય ટેનિસ ચેમ્પિયન અને છ વારની ગ્રાન્ડ સ્લેમ વિજેતા સુશ્રી સોનિયા મિર્ઝા સામેલ થયા હતા.

જ્યારે પારુલ યુનિવર્સિટી 10મા કોન્વોકેશન માટે તૈયારી કરી રહી છે, ત્યારે આ સમારંભ ગ્રેજ્યુએટ થયેલા વિદ્યાર્થીઓની શૈક્ષણિક સફળતાઓને પ્રદર્શિત કરવાની સાથે ભવિષ્યની તકો પર પણ નજર કરશે. આ એ વિદ્યાર્થીઓની વર્ષોની શીખ, અનુભવો અને આકાંક્ષાઓને રજૂ કરશે, જેઓ હવે યુનિવર્સિટીમાંથી પ્રાપ્ત જ્ઞાન અને મૂલ્યો સાથે પોતાના જીવનના આગામી અધ્યાયમાં પ્રવેશ કરવા સજ્જ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Manoj Bajpayee Parul University 10th Convocation Parul University Convocation 2026

Published by

Kalpesh Kandoriya

Kalpesh Kandoria has 10+ years of experience in the field of journalism. His areas of interest and expertise include politics, crime reporting, and current affairs.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ