ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / 'હજી FIR કેમ નથી થઈ?' સુરતના નાસીરનગર કેસમાં ગુજરાત હાઈકોર્ટે ઉઠાવ્યા સવાલ

સવાલ / 'હજી FIR કેમ નથી થઈ?' સુરતના નાસીરનગર કેસમાં ગુજરાત હાઈકોર્ટે ઉઠાવ્યા સવાલ

Published By: Vishal Khamar
Reported By: Parth Jani

Last Updated: 05:21 PM, 27 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતના નાસીરનગર ડિમોલિશન કેસમાં FIR નોંધવામાં વિલંબ મુદ્દે ગુજરાત હાઈકોર્ટના સવાલો. તપાસ પૂર્ણ હોવા છતાં FIR કેમ નહીં? ચીફ સેક્રેટરીની સૂચના લઈ જવાબ રજૂ કરવા આદેશ. 4 ડિસેમ્બરે વધુ સુનાવણી.

ADVERTISEMENT

સુરત: સુરતના નાસીરનગર ડિમોલિશન મામલે આજે ગુજરાત હાઈકોર્ટમાં મહત્વપૂર્ણ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. મુખ્ય અરજી પર સિંગલ જજ સમક્ષ શરૂ થયેલી સુનાવણી દરમિયાન હાઈકોર્ટે રાજ્ય સરકાર અને સંબંધિત અધિકારીઓની કામગીરી સામે અનેક વેધક સવાલો ઉઠાવ્યા હતા.

સુનાવણી દરમિયાન સરકારી વકીલે કોર્ટને જણાવ્યું હતું કે, આ મામલે તપાસ પૂર્ણ થઈ ગઈ છે અને તેનો રિપોર્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે. આગામી એક અઠવાડિયાથી 10 દિવસમાં રિપોર્ટ આવી જશે.

જોકે, સરકારી પક્ષની આ રજૂઆત સામે હાઈકોર્ટે સવાલ કર્યો હતો કે, જો તપાસ પૂર્ણ થઈ ગઈ છે તો હજુ સુધી FIR કેમ નોંધવામાં આવી નથી?

હાઈકોર્ટે વધુમાં સવાલ ઉઠાવ્યો હતો કે, શું બે અધિકારીઓની કમિટી નક્કી કરી શકે કે આ મામલે FIR નોંધવી કે નહીં? એડવોકેટ જનરલ દ્વારા ખાતરી આપવામાં આવી હોવા છતાં સંબંધિત અધિકારીઓ પોતાની મનમાની કેમ કરી રહ્યા છે?

આ મામલે હાઈકોર્ટે ગંભીર નોંધ લેતા રાજ્યના ચીફ સેક્રેટરીની સૂચના મેળવીને જવાબ રજૂ કરવા જણાવ્યું છે. નાસીરનગર ડિમોલિશન મામલે હાઈકોર્ટના આ સવાલો બાદ હવે રાજ્ય સરકાર અને વહીવટી તંત્રની ભૂમિકા પર સૌની નજર છે.

આ પણ વાંચોઃ NRI બેન્ક થાપણોમાં 1 વર્ષમાં 58%નો જંગી ઉછાળો, કુલ રકમ રૂ. 1.75 લાખ કરોડને પાર

હવે આગામી સુનાવણી 4 ડિસેમ્બરના રોજ યોજાશે. આ સુનાવણીમાં રાજ્ય સરકાર શું જવાબ રજૂ કરે છે અને FIR અંગે શું નિર્ણય સામે આવે છે તે જોવું મહત્વપૂર્ણ રહેશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Nasirnagar Demolition Case Gujarat High Court News,

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ