ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / સરખેજ MD ડ્રગ્સ મિનિ ફેક્ટરી કેસના તાર GTU સુધી પહોંચ્યા, વિદ્યાર્થી હર્ષિલ પરીખ ડ્રગ્સ બનાવવાનું કેમિકલ ખરીદી આપતો હતો

અમદાવાદ / સરખેજ MD ડ્રગ્સ મિનિ ફેક્ટરી કેસના તાર GTU સુધી પહોંચ્યા, વિદ્યાર્થી હર્ષિલ પરીખ ડ્રગ્સ બનાવવાનું કેમિકલ ખરીદી આપતો હતો

Published By: Vishal Khamar
Reported By: Anita Patani

Last Updated: 08:28 PM, 27 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના સરખેજ MD ડ્રગ્સ મિની ફેક્ટરી કેસમાં NCBએ GTUના કેમિકલ એન્જિનિયરિંગના PhD વિદ્યાર્થી હર્ષિલ પરીખની ધરપકડ કરી. મુખ્ય આરોપી મુદ્દસર પઠાણ સાથેના કથિત કેમિકલ સપ્લાય અને નાણાકીય સંબંધો તપાસમાં સામે આવ્યા.

ADVERTISEMENT

અમદાવાદના સરખેજમાં ઝડપાયેલી MD ડ્રગ્સ બનાવવાની ફેક્ટરીના કેસમાં હવે ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (GTU) દ્વારા પણ કડક પગલાં લેવામાં આવી રહ્યાં છે. ડ્રગ્સના ઉત્પાદન માટે જરૂરી કેમિકલ સપ્લાય કરવાના આરોપમાં NCB દ્વારા ધરપકડ કરાયેલા PhD વિદ્યાર્થી હર્ષિલ પરીખનું એડમિશન રદ કરવાની પ્રક્રિયા યુનિવર્સિટીએ શરૂ કરી છે.

નાણાકીય મદદના બદલામાં કેમિકલ સપ્લાય કરવાનો આરોપ

NCBની અમદાવાદ ઝોનલ ઓફિસની તપાસમાં સામે આવેલા આરોપો અનુસાર, MD ડ્રગ્સ કેસના આરોપી મુદ્દસર પઠાણે હર્ષિલ પરીખની નબળી આર્થિક સ્થિતિનો લાભ લીધો હતો. તેને નાણાકીય મદદ આપવાના બદલામાં ડ્રગ્સના ઉત્પાદન માટે ઉપયોગમાં લેવાતા પ્રતિબંધિત કેમિકલની વ્યવસ્થા કરાવવામાં આવતી હોવાનો આરોપ છે. આ મામલે NCBએ હર્ષિલની ધરપકડ કરી હતી. એન્જિનિયરિંગ ક્ષેત્રમાં PhD કરી રહેલા વિદ્યાર્થીનું નામ ડ્રગ્સ ઉત્પાદન માટે કેમિકલ સપ્લાય કરવાના કેસમાં સામે આવતાં શૈક્ષણિક વર્તુળોમાં પણ ચર્ચા શરૂ થઈ છે.

GTUએ સુપરવાઇઝર પાસેથી રિપોર્ટ માગ્યો

આ ઘટનાને ગંભીરતાથી લઈને GTU પ્રશાસને હર્ષિલ પરીખ સામે કાર્યવાહી શરૂ કરી છે. યુનિવર્સિટીના રજિસ્ટ્રાર કે.એન. ખેરના જણાવ્યા અનુસાર, હર્ષિલે વર્ષ 2024માં PhD માટે યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો હતો. હાલમાં તેના સુપરવાઇઝર પાસેથી સમગ્ર મામલે વિગતવાર રિપોર્ટ માગવામાં આવ્યો છે. રિપોર્ટ મળ્યા બાદ ડિપાર્ટમેન્ટલ રિસર્ચ કમિટી (DRC)માં આ મુદ્દે ચર્ચા કરવામાં આવશે અને યુનિવર્સિટીના નિયમો અનુસાર આગળનો નિર્ણય લેવાશે.

AICTE સ્કોલરશીપ અને PhD ફેલોશીપ પર પણ અસર

હર્ષિલ પરીખનું એડમિશન રદ કરવામાં આવશે તો તેની PhDની સફર પર પૂર્ણવિરામ લાગી શકે છે. સાથે જ તેને મળતી AICTE સ્કોલરશીપ અને PhD ફેલોશીપ ગ્રાન્ટ પણ બંધ થઈ શકે છે.

આ પણ વાંચોઃ AK-47ના ધડાકાથી ધ્રૂજી ઊઠ્યું હતું અમદાવાદ, હંસરાજને ખતમ કરવા રચાયું હતું ષડયંત્ર, રાધિકા જીમખાનામાં ખેલાયેલા ખૂની ખેલનો અધ્યાય

એક તરફ NCB દ્વારા સરખેજની MD ડ્રગ્સ ફેક્ટરીના નેટવર્ક અને તેમાં સંડોવાયેલા લોકોની તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે, તો બીજી તરફ આ કેસની અસર હવે GTU સુધી પહોંચી છે. યુનિવર્સિટી દ્વારા શરૂ કરાયેલી કાર્યવાહીથી આ કેસમાં શૈક્ષણિક ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોની ભૂમિકા પણ ચર્ચામાં આવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

GTU PhD Student Arrest Sarkhej MD Drugs Mini Factory Ahmedabad MD Drugs Case

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ