ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગાંધીનગરના સમાચાર / ગુજરાતની મુસદ્દા મતદાર યાદી જાહેર, 4.48 કરોડથી વધુ મતદારો નોંધાયા, આ તારીખ સુધી નવું નામ ઉમેરી શકાશે

ગુજરાત / ગુજરાતની મુસદ્દા મતદાર યાદી જાહેર, 4.48 કરોડથી વધુ મતદારો નોંધાયા, આ તારીખ સુધી નવું નામ ઉમેરી શકાશે

Published By: Ajitsinh Jadeja

Last Updated: 08:03 PM, 27 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gandhinagar: ચૂંટણી પંચની સૂચના મુજબ ગુજરાતની મુસદ્દા મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે.રાજ્યના તમામ 182 વિધાનસભા મતવિભાગોમાં આ મુસદ્દા મતદાર યાદી જાહેર કરાઇ છે.

ADVERTISEMENT

ચૂંટણી પંચની સૂચના મુજબ ગુજરાતની મુસદ્દા મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે.રાજ્યના તમામ 182 વિધાનસભા મતવિભાગોમાં આ મુસદ્દા મતદાર યાદી જાહેર કરાઇ છે. ગુજરાતમાં કુલ 4 કરોડ 48 લાખથી વધુ મતદારો નોંધાયા છે. ગત યાદીની સરખામણીમાં રાજ્યમાં 8.46 લાખથી વધુ નવા મતદારો વધ્યા છે. હક્ક-દાવા અને વાંધા અરજીઓ 26 ડિસેમ્બર સુધી રજૂ કરી શકાશે.

ગુજરાતમાં ચૂંટણી પંચ દ્વારા ફોટો મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા (SSR-2027) અંતર્ગત રાજ્યની એકીકૃત મુસદ્દા મતદાર યાદી શુક્રવારે પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ યાદી મુજબ રાજ્યમાં કુલ 4,48,77,288 મતદારો નોંધાયા છે.

27 નવેમ્બર, 2026ના રોજ પ્રસિદ્ધ થયેલી નવી ડ્રાફ્ટ યાદીમાં આ સંખ્યા વધીને 4,48,77,288 થઈ છે. એટલે કે ગુજરાતમાં SIR બાદ છેલ્લા 10 મહિનામાં ગત આખરી મતદાર યાદીની સરખામણીએ 8,46,563નો નવા મતદારોનો વધારો નોંધાયો છે.

VTV Digital 1

આ પણ વાંચોઃ ક્રાઈમ / AK-47ના ધડાકાથી ધ્રૂજી ઊઠ્યું હતું અમદાવાદ, હંસરાજને ખતમ કરવા રચાયું હતું ષડયંત્ર, રાધિકા જીમખાનામાં ખેલાયેલા ખૂની ખેલનો અધ્યાય

નવું નામ ઉમેરવા અને સુધારા માટે ખાસ ઝુંબેશ

નવું નામ ઉમેરવા અને સુધારા માટે ખાસ ઝુંબેશના દિવસો નક્કી થયા છે. 29 નવેમ્બર, 6 તથા 13 ડિસેમ્બરના રોજ નવા નામ ઉમેરવા ખાસ ઝૂંબેશ હાથ ધરાશે. ઓનલાઈન પોર્ટલ અને એપ દ્વારા પણ મતદારો અરજી કરી શકશે. સુધારણા પ્રક્રિયા બાદ 18 જાન્યુઆરીએ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ થશે. નાગરિકોને અરજી કરવામાં સરળતા રહે તે માટે ચૂંટણી પંચે ત્રણ ખાસ ઝુંબેશ દિવસો જાહેર કર્યા છે. આ દિવસોમાં બૂથ લેવલ ઓફિસર (BLO) સવારે 10 થી સાંજે 5 વાગ્યા સુધી મતદાન મથકો પર હાજર રહેશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Electoral Roll Gujarat Election Commission

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ