ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / આજે શેર માર્કેટ કેમ ક્રેશ થયું? સેંસેક્સ 1000 પોઈન્ટ ગગડ્યો

બિઝનેસ / આજે શેર માર્કેટ કેમ ક્રેશ થયું? સેંસેક્સ 1000 પોઈન્ટ ગગડ્યો

Published By: Ajitsinh Jadeja

Last Updated: 07:46 PM, 27 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Stock Market Crash: ભારતીય શેરબજારમાં અઠવાડિયાના છેલ્લા ટ્રેડિંગ દિવસે ઘટાડો જોવા મળ્યો છે. સેન્સેક્સ લગભગ 1,000 પોઈન્ટ ઘટ્યો, અને નિફ્ટી 25,800 ની નીચે બંધ થયો છે.

ADVERTISEMENT

ભારતીય શેરબજારમાં શુક્રવારે મોટો ઘટાડો જોવા મળ્યો છે. ટોચના 30 શેર વાળો સેન્સેક્સ 1.17% ઘટીને 83,339.26 પર બંધ થયો. નિફ્ટી 277.30 પોઈન્ટ ઘટીને 25,777.25 પર બંધ થયો. નિફ્ટી બેંક પણ લગભગ 500 પોઈન્ટ ઘટીને બંધ થયો છે.

જોકે મિડ-કેપ અને સ્મોલકેપ શેરોમાં સુધારો થયો. બીએસઇ 250 સ્મોલકેપ ઇન્ડેક્સ 0.53% વધીને બંધ થયો હતો, જ્યારે BSE 150 મિડકેપ ઇન્ડેક્સ 0.17% વધ્યો. સ્મોલકેપ અને મિડકેપ શેરોમાં વધારાથી મોટાભાગના રિટેલ રોકાણકારોના પોર્ટફોલિયો લીલા રંગમાં રહ્યા. જોકે બજારના એકંદર દબાણને કારણે રોકાણકારોને ₹1 લાખ કરોડથી વધુનું નુકસાન થયું.

VTV Digital 1

આ પણ વાંચોઃ Gold Crash / ના હોય! સોનું ₹72000 સસ્તું થયું? તો જાણી લો આજના લેટેસ્ટ ભાવ

ટોચના 30 બીએસઇ શેરોની વાત કરીએ તો ફક્ત છ શેર વધ્યા, જ્યારે બાકીના 24 શેરોમાં ભારે ઘટાડો થયો. સૌથી વધુ ઘટાડો વાળા શેર બજાજ ફાઇનાન્સ, ટેક મહિન્દ્રા, ટીસીએસ, ઇન્ફોસિસ અને એચસીએલ ટેકના શેરમાં રહ્યો છે. એક્સિસ બેંક, મારુતિ અને રિલાયન્સના શેર પણ ઘટ્યા છે.

DISCLAIMER બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.

સંકળાયેલા મુદ્દાઓ

Stock Market Crash Stock Market Sensex

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ