ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / શનિવારે દ્વારકાધીશના શરણે જશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, દ્વારકાને પ્રવાસન ક્ષેત્રે મળશે નવી ભેટ, કરોડોના ખર્ચે બનેલા પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે
Last Updated: 06:15 PM, 27 November 2026
ADVERTISEMENT
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે યાત્રાધામ દેવભૂમિ દ્વારકાની સંભવિત મુલાકાતે આવનાર છે.મુખ્યમંત્રી પોતાની મુલાકાત દરમિયાન સૌપ્રથમ દ્વારકાધીશ જગતમંદિર ખાતે જઈ ભગવાન કાળિયા ઠાકોરજીના ચરણોમાં શીશ ઝુકાવી દર્શન-અર્ચન કરશે. ત્યારબાદ તેઓ બ્લ્યુ ફ્લેગ દરજ્જો ધરાવતા શિવરાજપુર બીચની મુલાકાત લેશે, જ્યાં પ્રવાસન નિગમ દ્વારા વિકસાવવામાં આવેલા વિવિધ પ્રવાસી સુવિધાઓના કામોનું તેમના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે.
ADVERTISEMENT

દ્વારકા અને બેટ દ્વારકા વચ્ચે, દ્વારકાથી 10 કિમી દૂર આવેલા સ્વચ્છ, સુંદર અને મનોહર શિવરાજપુર બીચને વૈશ્વિક કક્ષાના પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાના ભાગરૂપે પ્રવાસન નિગમ દ્વારા 'પ્રોવાઈડિંગ ટુરિસ્ટ ફેસિલિટી એટ શિવરાજપુર બીચ' પ્રોજેક્ટ હેઠળ ફેઝ-1 અને ફેઝ-2ની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. શનિવારે મુખ્યમંત્રીના હસ્તે આ બંને તબક્કાના કાર્યોનું લોકાર્પણ થવાની સંભાવના છે.
ADVERTISEMENT

આ પ્રોજેક્ટ અંતર્ગત ફેઝ-1 માં રૂ. 23.83 કરોડના ખર્ચે અરાઈવલ પ્લાઝા, સ્નોર્કલિંગ પ્લાઝા, સાયકલ ટ્રેક, પ્રોમેનેડ, લોકર રૂમ, પાથ-વે, સાઈનેજીસ, પીવાના પાણીની સુવિધા, પાર્કિંગ, ટોયલેટ બ્લોક, ચેન્જિંગ રૂમ, ઈલેક્ટ્રિક વર્ક, અંડરગ્રાઉન્ડ ટેન્ક અને સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ જેવા કામો હાથ ધરાયા હતા, જેમાંથી અગાઉ તત્કાલીન મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ થયા બાદ બાકી રહેલા કામો હવે ખુલ્લા મુકાશે.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ પાલનપુરના ભાગળ ગામે બે કોમ વચ્ચે પથ્થરમારો, 6 ઘાયલ, 11ની અટકાયત
ADVERTISEMENT
આ ઉપરાંત, ફેઝ-૨ માં રૂ. 78.85 કરોડના ખર્ચે નવનિર્મિત ઈવેન્ટ ગ્રાઉન્ડ, એમ્ફીથિયેટર, ફોર્ટ રિસ્ટોરેશન, બોર્ડ વોક, લાઈફ ગાર્ડ ટાવર, વિવિધ ડેક, બીચ લાઈટિંગ, શૌચાલય, ચેન્જિંગ અને શાવર રૂમ, કિયોસ્ક, રેસ્ટોરન્ટ, કમ્પાઉન્ડ વોલ, ફેન્સિંગ, ઈરિગેશન અને હોર્ટિકલ્ચર વર્ક, ચિલ્ડ્રન પ્લે એરિયા તથા સિક્યોરિટી કેબિન સહિતના અદ્યતન વિકાસકાર્યોનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
મહત્વપૂર્ણ નિર્ણય / ગુજરાતમાં ઘર ખરીદતા પહેલા જાણી શકશો બિલ્ડરની કુંડળી, RERA લાવશે નવું ફીચર
ADVERTISEMENT