ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / નવરાત્રી પહેલાં બોગસ ગરબા પાસ વેચતી ગેંગ સક્રિય, સાયબર ક્રાઇમ સેલનું પેટ્રોલિંગ તેજ

નવસારી / નવરાત્રી પહેલાં બોગસ ગરબા પાસ વેચતી ગેંગ સક્રિય, સાયબર ક્રાઇમ સેલનું પેટ્રોલિંગ તેજ

Published By: Vishal Khamar
Reported By: Rakesh Solanki

Last Updated: 04:00 PM, 9 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવરાત્રીના હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શહેરમાં મોટા ગરબા મહોત્સવોના પાસનું ઓનલાઇન વેચાણ પૂરજોશમાં શરૂ થઈ ચૂક્યું છે.

ADVERTISEMENT

નવરાત્રી નજીક આવતાં જ ખેલૈયાઓ મનપસંદ ગરબા ગ્રાઉન્ડના પાસ મેળવવા પડાપડી કરી રહ્યા છે. મોટાભાગના મોટા આયોજનો માટે ઓનલાઇન ટિકિટિંગ અને પાસ બુકિંગ શરૂ કરી દેવાયું છે. પરંતુ આ જ તકનો લાભ ઉઠાવી સાયબર ગઠિયાઓ સસ્તા કે ડિસ્કાઉન્ટ પાસની લાલચ આપી નકલી લિંક્સ દ્વારા ખેલૈયાઓના બેંક ખાતા ખાલી ન કરી દે, તે માટે જિલ્લા સાયબર ક્રાઇમ સેલે સોશિયલ મીડિયા મોનિટરિંગ અને સાયબર પેટ્રોલિંગ તેજ કર્યું છે.

સાયબર છેતરપિંડી અને નકલી પાસના કૌભાંડોથી બચવા માટે ગરબા આયોજકોએ પણ કમર કસી છે. ઘણા આયોજકો ઓનલાઇન બુકિંગ માત્ર વેરિફાઇડ પ્લેટફોર્મ પર જ સીમિત રાખી રહ્યા છે. સાથે જ અનેક મોટા આયોજકોએ સાયબર ફ્રોડ અને ડુપ્લિકેટ પાસના જોખમથી બચવા આજે પણ ફિઝિકલ પાસને જ પ્રાથમિકતા આપી છે. આ પાસમાં ખાસ હોલોગ્રામ, બારકોડ અને યુનિક કલર કોડિંગ જેવા સુરક્ષાત્મક ફિચર્સ ઉમેરવામાં આવ્યા છે, જેથી કોઈ ડુપ્લિકેટ પાસ બનાવી ગેટ પરથી પ્રવેશી ન શકે.

આ પણ વાંચોઃ અમદાવાદીઓ ગરમી સહન કરવા તૈયાર રહેજો, ચોમાસાની વિદાય બાદ પણ ગરમીનો પ્રકોપ યથાવત

નવરાત્રી એ આસ્થા અને ઉમંગનો તહેવાર છે, પરંતુ નાનકડી બેદરકારી ખેલૈયાઓનો આ તહેવાર બગાડી શકે છે. તંત્ર અને આયોજકો પોતાની રીતે સુરક્ષાના તમામ પગલાં લઈ રહ્યા છે, પરંતુ સૌથી મહત્વની છે ખેલૈયાઓની પોતાની સતર્કતા. અજાણ્યા વ્યક્તિ કે અનઅધિકૃત લિંક પરથી પાસ ખરીદવાનું ટાળો અને કોઈપણ શંકાસ્પદ ગતિવિધિ જણાય તો તુરંત સાયબર હેલ્પલાઇન 1930 પર સંપર્ક કરો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Fake Garba Pass Scam Garba Pass Booking Navratri 2026

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ