ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદીઓ ગરમી સહન કરવા તૈયાર રહેજો, ચોમાસાની વિદાય બાદ પણ ગરમીનો પ્રકોપ યથાવત
Last Updated: 03:35 PM, 9 October 2026
ADVERTISEMENT
અમદાવાદ શહેરમાં ચોમાસાની વિદાય બાદ ગરમીનો પ્રકોપ યથાવત્ છે. આજે મહત્તમ તાપમાન ૩૮ ડિગ્રીની આસપાસ પહોંચવાની શક્યતા હોવાથી નાગરિકોને આકરી ગરમીનો સામનો કરવો પડી શકે છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી સાત દિવસ દરમિયાન મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં મોટો ફેરફાર થવાની શક્યતા નથી.
ADVERTISEMENT
શહેરમાં આકાશ મુખ્યત્વે સ્વચ્છ રહેવાની આગાહી છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં પણ તાપમાન ઊંચું રહેવાની શક્યતા છે. ગઈ કાલે રાજકોટ ૩૯.૬ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું, જ્યારે સુરેન્દ્રનગરમાં ૩૮.૮ અને ડીસામાં ૩૮.૬ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.
આ પણ વાંચોઃ અમદાવાદના મકરબા ફ્લાયઓવર પાસે ટ્રાફિકજામથી રાહત માટે સિગ્નલ મૂકવાનો નિર્ણય
ADVERTISEMENT
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, છેલ્લા ૨૪ કલાક દરમિયાન ગુજરાતમાં વાતાવરણ મુખ્યત્વે સૂકું રહ્યું હતું. સૌરાષ્ટ્રમાં મહત્તમ તાપમાન સામાન્યની આસપાસ, જ્યારે રાજ્યના અન્ય ભાગોમાં સામાન્ય કરતાં ઊંચું નોંધાયું હતું. આગામી દિવસોમાં પણ ગરમીનો આ માહોલ જળવાઈ રહેવાની શક્યતા છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
8th Pay Commission / 8માં પગારપંચમાં DAમાં થશે સેકન્ડ ટાઈમ વધારો, જાણો કેન્દ્રીય કર્મીઓ પર શું અસર થશે?
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / 8માં પગારપંચમાં DAમાં થશે સેકન્ડ ટાઈમ વધારો, જાણો કેન્દ્રીય કર્મીઓ પર શું અસર થશે?
ADVERTISEMENT