ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / અમરેલીના પૂર્વ સાંસદ અને કોંગ્રેસના દિગ્ગજ નેતા વિરજી ઠુમ્મરનું ટૂંકી બીમારી બાદ નિધન, સાંજે 5 વાગ્યે અંતિમયાત્રા
Last Updated: 02:27 PM, 7 October 2026
ADVERTISEMENT
અમરેલીના રાજકારણમાં એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. લાંબા સમયથી કોંગ્રેસના રાજકારણમાં સક્રિય રહીને અમરેલીના રાજકીય ક્ષેત્રે પોતાની આગવી ઓળખ બનાવનાર પૂર્વ સાંસદ અને કોંગ્રેસના દિગ્ગજ નેતા વિરજી ઠુમ્મરનું નિધન થયું છે. ટૂંકી બીમારી બાદ અમરેલી ખાતે તેમનું અવસાન થતાં કોંગ્રેસના કાર્યકરો અને સમર્થકોમાં શોકની લાગણી પ્રસરી છે. કોંગ્રેસના આક્રમક નેતા તરીકે ઓળખ ધરાવતા વિરજી ઠુમ્મરના નિધનને પાર્ટી માટે મોટી ખોટ માનવામાં આવી રહી છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતે વિરજી ઠુમ્મરના નિધનની માહિતી આપી છે. મળતી માહિતી મુજબ, કેન્સરની બીમારીના કારણે વિરજી ઠુમ્મરનું નિધન થયું છે. તેમના નિધનના સમાચાર બાદ અમરેલી સહિત સમગ્ર સૌરાષ્ટ્રના કોંગ્રેસમાં શોકની લાગણી જોવા મળી રહી છે. વિરજી ઠુમ્મરની અંતિમ સ્મશાનયાત્રા આજે સાંજે 5 વાગ્યે નીકળશે.
ADVERTISEMENT
વિરજી ઠુમ્મર અમરેલીના રાજકારણમાં લાંબા સમયથી સક્રિય રહેલા કોંગ્રેસના મહત્વના નેતાઓમાં એક હતા. વર્ષ 2004થી 2009 દરમિયાન તેઓ અમરેલી લોકસભા બેઠક પરથી સાંસદ રહ્યા હતા. 2004ની લોકસભા ચૂંટણીમાં તેમણે કોંગ્રેસના ઉમેદવાર તરીકે અમરેલી બેઠક પર વિજય મેળવ્યો હતો. ચૂંટણીમાં વિરજી ઠુમ્મરને 2,20,649 મત મળ્યા હતા અને તેમણે ભાજપના દિગ્ગજ નેતા દિલીપ સંઘાણીને 2,030 મતથી હરાવ્યા હતા.
ADVERTISEMENT
લોકસભા સાંસદ તરીકેની જવાબદારી બાદ પણ વિરજી ઠુમ્મરનું રાજકીય જોડાણ કોંગ્રેસ સાથે સતત રહ્યું હતું. ત્યારબાદ વર્ષ 2017ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં તેમણે લાઠી બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડીને જીત મેળવી હતી. 2017થી 2022 દરમિયાન તેઓ લાઠી મતવિસ્તારના ધારાસભ્ય રહ્યા હતા.વિરજી ઠુમ્મરની રાજકીય કારકિર્દી માત્ર સાંસદ અને ધારાસભ્ય સુધી મર્યાદિત રહી નહોતી. તેઓ અનેક સહકારી સંસ્થાઓ સાથે પણ જોડાયેલા રહ્યા હતા અને વિવિધ ક્ષેત્રોમાં સેવા આપી હતી. અમરેલી જિલ્લામાં કોંગ્રેસના સંગઠનને મજબૂત બનાવવામાં પણ તેમની ભૂમિકા મહત્વપૂર્ણ રહી હતી.
ADVERTISEMENT
વિરજી ઠુમ્મર કોંગ્રેસના આક્રમક નેતા તરીકે જાણીતા હતા. તેઓ જાહેર જીવનમાં પોતાના સ્પષ્ટ અને આક્રમક રાજકીય વલણ માટે જાણીતા રહ્યા હતા. વિપક્ષ તરીકે કોંગ્રેસના મુદ્દાઓને તેઓ આક્રમક રીતે રજૂ કરતા હતા અને અમરેલીના સ્થાનિક રાજકારણમાં તેમની મજબૂત પકડ હતી. વર્ષોથી કોંગ્રેસના રાજકારણમાં સક્રિય રહેલા વિરજી ઠુમ્મરે અમરેલીની રાજકીય બાબતોમાં પોતાની આગવી છાપ છોડી હતી. તેમના પરિવારનું પણ કોંગ્રેસ સાથે લાંબું રાજકીય જોડાણ રહ્યું છે. વિરજી ઠુમ્મરની પુત્રી જેની ઠુમ્મરે પણ રાજકારણમાં પ્રવેશ કર્યો છે અને 2024ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે તેમને અમરેલી બેઠક પરથી ઉમેદવાર બનાવ્યા હતા. આજે સાંજે 5 વાગ્યે યોજાનારી અંતિમ સ્મશાનયાત્રામાં કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો અને મોટી સંખ્યામાં સમર્થકો જોડાય તેવી શક્યતા છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.