ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / રેંટિયા બારસે ગુજરાત વિદ્યાપીઠની અનોખી પહેલ, 351 શાળાઓમાં વિદ્યાર્થીઓને ચરખાનું પ્રત્યક્ષ નિદર્શન કરાવી મહત્ત્વ સમજાવાશે

ગુજરાત / રેંટિયા બારસે ગુજરાત વિદ્યાપીઠની અનોખી પહેલ, 351 શાળાઓમાં વિદ્યાર્થીઓને ચરખાનું પ્રત્યક્ષ નિદર્શન કરાવી મહત્ત્વ સમજાવાશે

Published By: Nidhi Panchal

Last Updated: 02:12 PM, 7 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત વિદ્યાપીઠ આજે ગાંધીજીના હિન્દુ પંચાંગ મુજબના જન્મદિવસ ‘રેંટિયા બારસ’ની ઉજવણી કરશે. આ નિમિત્તે ૨૦૦ સ્વયંસેવકો અને ૧,૮૦૦થી વધુ વિદ્યાર્થીઓ અમદાવાદની ૩૫૧ મ્યુનિસિપલ શાળાઓમાં ચરખા સાથે પહોંચશે.

ADVERTISEMENT

મહાત્મા ગાંધી દ્વારા અમદાવાદમાં સ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠ આજે હિન્દુ પંચાંગ મુજબ તેમનો જન્મદિવસ ‘રેંટિયા બારસ’ તરીકે ઊજવશે. આ પ્રસંગે ગાંધીજીના સ્વદેશી અને આત્મનિર્ભરતાના સંદેશને વધુ વ્યાપક બનાવવાના હેતુથી અમદાવાદની ૩૫૧ મ્યુનિસિપલ શાળાઓમાં ચરખો લઈ જવામાં આવશે. વિક્રમ સંવતના પંચાંગ મુજબ ગાંધીજીનો જન્મ છઠ્ઠા મહિનાના બારમા દિવસે એટલે કે ભાદરવા વદ બારસે થયો હતો. ૧૯૨૫માં આ તિથિ ગ્રેગોરિયન કેલેન્ડર મુજબ ૨ ઓક્ટોબરે આવી હતી.

school

વિદ્યાપીઠ 80 કરતાં વધુ વર્ષથી ગાંધીજીના હિન્દુ પંચાંગ મુજબના જન્મદિવસને ‘રેંટિયા બારસ’ તરીકે ઊજવે છે. ‘રેંટિયો’ એટલે ગુજરાતી ભાષામાં ચરખો, જેને ગાંધીજીએ ખાદી કાંતવા માટે ઉપયોગમાં લીધો હતો અને આત્મનિર્ભરતાના આંદોલનનું પ્રતીક બનાવ્યું હતું. ગૂજરાત વિદ્યાપીઠના સોશિયલ વર્ક વિભાગના એસોસિયેટ પ્રોફેસર રવીન્દ્ર પંચોલીએ જણાવ્યું કે ગાંધીજી હયાત હતા ત્યારે તેમના અનુયાયીઓ તેમનો જન્મદિવસ ઊજવવા માગતા હતા, જોકે ગાંધીજીને પોતાનો જન્મદિવસ લોકો યાદ રાખે એ વિચાર પસંદ નહોતો. તેમણે સૂચન કર્યું હતું કે વિક્રમ સંવતના પંચાંગ મુજબ આવતી તેમની જન્મતિથિને ‘રેંટિયા બારસ’ તરીકે ઊજવવામાં આવે.

‘દર્શક’ના પૌત્ર એવા ૫૫ વર્ષીય રવીન્દ્ર પંચોલી

ગુજરાતી લેખક અને શિક્ષણવિદ્ મનુભાઈ પંચોલી ‘દર્શક’ના પૌત્ર એવા ૫૫ વર્ષીય રવીન્દ્ર પંચોલીએ જણાવ્યું કે ગાંધીજીએ તેમના અનુયાયીઓને કહ્યું હતું કે જો તેઓ તેમને પ્રેમ કરતા હોય તો તેમણે વિદેશી કપડાંનો ત્યાગ કરી ખાદી અપનાવવી અને ચરખો કાંતવો જોઈએ. આથી વિક્રમ સંવતના પંચાંગ મુજબ ગાંધીજીના જન્મદિવસને ‘રેંટિયા બારસ’ તરીકે ઊજવવાની પરંપરા, ‘મોહન જયંતી’ કે ‘ગાંધી જયંતી’ તરીકે નહીં, પરંતુ ૧૯૨૯-૩૦ની આસપાસ શરૂ થઈ હતી.

200 સ્વયંસેવકો અને1,800 થી વધુ વિદ્યાર્થીઓ

આ વર્ષે ગૂજરાત વિદ્યાપીઠના આશરે 200 સ્વયંસેવકો અને1,800 થી વધુ વિદ્યાર્થીઓ અમદાવાદ શહેરના ૪૮ વોર્ડમાં આવેલી ૩૫૧ શાળાઓની મુલાકાત લેશે. તેઓ શાળાઓમાં ચરખો કાંતવાનું પ્રદર્શન કરશે અને વિદ્યાર્થીઓને તેના મહત્ત્વ વિશે સમજાવશે. આ દરમિયાન તેઓ મહાત્મા ગાંધીના સ્વદેશી અને આત્મનિર્ભરતાના વિચારો વિશે પણ વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરશે.

આ પણ વાંચો : જોજો તમારી સાથે આવું ન બને! રાજકોટમાં ગઠિયો ATM કાર્ડ બદલી ગયો, અલગ-અલગ ઠેકાણેથી 4.35 લાખ ઉપાડી લીધા

વિદ્યાપીઠનાં જનસંપર્ક અધિકારી અદ્વૈતા દવેએ જણાવ્યું કે વિદ્યાપીઠ દર વર્ષે અલગ-અલગ રીતે રેંટિયા બારસની ઉજવણી કરે છે. ગત વર્ષે અમારા સ્ટાફ અને વિદ્યાર્થીઓએ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આશરે દોઢ કલાક સુધી ચરખો કાંત્યો હતો. સ્વદેશીનો સંદેશ ફેલાવવા ઉપરાંત આ ઉજવણી પાછળનો હેતુ એ સંદેશ આપવાનો પણ છે કે ચરખો કાંતવો એ એક પ્રકારનું યોગ પણ છે. પંચોલીએ વધુમાં જણાવ્યું કે અગાઉ વિદ્યાર્થીઓએ રેંટિયા બારસ નિમિત્તે ‘અખંડ કાંતણ’ એટલે કે સતત ચરખો કાંતવાનો કાર્યક્રમ પણ યોજ્યો હતો, તેમાં વિદ્યાર્થીઓને ૨૦થી ૨૫ના જૂથમાં વહેંચવામાં આવતાં અને તેઓ વારા ફરતી રીતે ૧૨ કલાક સુધી સતત ચરખો કાંતતા હતા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Mahatma Gandhi Gujarat Vidyapith Rentiya Baras

Published by

Nidhi Panchal

media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ