ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / જોજો તમારી સાથે આવું ન બને! રાજકોટમાં ગઠિયો ATM કાર્ડ બદલી ગયો, અલગ-અલગ ઠેકાણેથી 4.35 લાખ ઉપાડી લીધા
Last Updated: 01:14 PM, 7 October 2026
ADVERTISEMENT
રાજકોટ જિલ્લાના ઉપલેટામાં સાયબર ફ્રોડ અને એટીએમ કાર્ડ અદલા બદલીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં ઉપલેટાના એક નિવૃત્ત રેલવે કર્મચારીની નજર ચૂકવી અજાણ્યો ગઠિયો ATM કાર્ડ બદલી ગયો હતો અને અલગ-અલગ ગામો તથા શહેરોમાંથી રૂ. 4.35 લાખથી વધુની રકમ ઉપાડી રફૂચક્કર થઈ ગયો હતો. સમગ્ર મામલે ભોગ બનનાર વૃદ્ધે ઉપલેટા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી ફૂટેજ અને ટ્રાન્ઝેક્શન વિગતોના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
ADVERTISEMENT
લિફ્ટ માંગીને કાર્ડ બદલી નાખ્યું
ઉપલેટાના સ્વામિનારાયણ સોસાયટી પાસે આવેલ ભગવતી પાર્ક-2 વિસ્તારમાં રહેતા અને રેલવે વિભાગના નિવૃત્ત કર્મચારી સેવાદાસભાઈ રામકૃષ્ણદાસ ગોંડલિયા SBI ના ATM પરથી પૈસા ઉપાડવા માટે ગયા હતા. આ દરમિયાન એટીએમમાં હાજર એક અજાણ્યા શખ્સે પોતાને પણ પૈસા ઉપાડવા જવું છે અહીંયા પૈસા નીકળતા નથી અને મારી પાસે મોટરસાયકલ પણ નથી તેમ કહી લિફ્ટ માંગી હતી. સેવાદાસભાઈએ માનવતા દાખવી તેને પોતાના મોટરસાયકલ પર બેસાડી કોલકી રોડ પર ટેલીફોન એક્સચેન્જ બિલ્ડીંગના પ્રાંગણમાં આવેલ SBI ના ATM સેન્ટર પર લઈ ગયા હતા. ATM સેન્ટરમાં સેવાદાસભાઈ પૈસા ઉપાડીને પોતાના પાકીટમાં મુકતા હતા ત્યારે જ ગઠિયાએ ચતુરાઈપૂર્વક તેમની નજર ચૂકવી પોતાની પાસે રહેલું બીજું ATM કાર્ડ સેવાદાસભાઈના કાર્ડ સાથે બદલી નાખ્યું હતું.
ADVERTISEMENT
ગઠિયો 4.35 લાખ ઉપાડી ગયો
સેવાદાસભાઈને આ બાબતની કોઈ જાણ ન હતી અને ઉતાવળ હોવાથી તેઓ પોતાના ઘરે પરત ફર્યા હતા. થોડા દિવસો બાદ જ્યારે તેઓ ઘર માટે ટીવી ખરીદવા રાજકોટ તેમના બેનને ઘરે ગયા હતા અને TV ખરીદવા માટે પોતાના ભાણેજ સાથે બે થી ત્રણ ATM માંથી નાણાં ઉપાડવાનો પ્રયાસ કર્યો ત્યારે કાર્ડ અદલાબદલી થઈ ગયાનો ભાંડો ફૂટ્યો હતો. પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું હતું. તા. 17 સપ્ટેમ્બર થી તા. 27 સપ્ટેમ્બર સુધીમાં ગઠિયાએ આ 11 દિવસના સમયગાળામાં અલગ-અલગ ગામો અને શહેરોના ATM માંથી સેવાદાસભાઈની મરણમૂડી સમાન ₹4,35,000/- ઉપાડી લીધા હતા.
ADVERTISEMENT
નિવૃત્ત તલાટી મંત્રીને લાગ્યો લાખોનો ચૂનો
ADVERTISEMENT
તાજેતરમાં જ ધોરાજીના સુપેડી ગામમાં નિવૃત્ત તલાટી મંત્રીને ડિજિટલ લગ્ન કંકોત્રીની ફાઈલથી લાખો રૂપિયાનો ચૂનો લાગ્યો હતો, જેની શાહી હજુ સુકાઈ નથી ત્યાં ઉપલેટામાં આ બીજી મોટી ઘટના સામે આવી છે. હાલ તો ઉપલેટા પોલીસે ગુનો નોંધી CC TV કેમેરા અને બેંક ટ્રાન્ઝેક્શનના આધારે આરોપીને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે, ત્યારે જોવાનું એ રહે છે કે પોલીસ આ ગઠિયાને કેટલા સમયમાં દબોચી પીડિતને તેના નાણાં પરત અપાવી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
સૌથી વધુ વંચાયેલું
8th Pay Commission / આ જ અઠવાડિયે 8માં પગારપંચ પર થશે મોટી મીટિંગ, જાણો બેઠકનો મૂળ એજન્ડા
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / આ જ અઠવાડિયે 8માં પગારપંચ પર થશે મોટી મીટિંગ, જાણો બેઠકનો મૂળ એજન્ડા
ADVERTISEMENT