ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / કીર્તિ પટેલની સાથીદાર અને સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયાની ધરપકડ, કયા ગુનામાં કાર્યવાહી?
Last Updated: 07:44 PM, 4 October 2026
ADVERTISEMENT
સુરતના પુણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ખંડણી તેમજ આઈટી એક્ટ હેઠળના ગંભીર ગુનામાં લાંબા સમયથી નાસતી ફરતી સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયાની ધરપકડ કરવામાં આવી છે. પુણા પોલીસે લોકેશન ટ્રેસ કરીને આરોપી નયનાને સાસણગીરથી ઝડપી પાડી હતી અને ત્યાર બાદ તેને સુરત લાવવામાં આવી હતી.
ADVERTISEMENT
33 વર્ષીય નયના બારૈયા સામે અનેક ગુના
ઉલ્લેખનીય છે કે મૂળ ભાવનગરના સિહોર પંથકની રહેવાસી ૩૩ વર્ષીય નયના બારૈયા સામે અગાઉ પણ અનેક ગુના નોંધાયેલા છે. ભાવનગરના વિવિધ પોલીસ સ્ટેશનોમાં મારામારી, પ્રોહિબિશન અને એટ્રોસિટી સહિત કુલ 6 ગુનાઓ નોંધાયેલા છે.
ADVERTISEMENT
સરપંચ પતિએ શું કર્યા હતા ખુલાસા?
ADVERTISEMENT
12 જુલાઈના રોજ નોંધાયેલી ફરિયાદ મુજબ, ભાવનગરના સરપંચ પતિ રાજુભાઈ ભમ્મરે જણાવ્યું હતું કે તેઓ અગાઉ ગુજરાત પોલીસમાં ફરજ બજાવતી નયના બારૈયા સાથે આશરે 21 મહિના સુધી લિવ-ઇન રિલેશનશિપમાં રહ્યા હતા. સંબંધોમાં તિરાડ પડ્યા બાદ નયનાએ કીર્તિ પટેલ સાથે મળીને રાજુભાઈ પાસેથી નાણાં પડાવવાનું કાવતરું રચ્યું હતું. પત્નીનો વીડિયો વાયરલ ન કરવા બાબતે ધાકધમકી આપી તેમજ રેપ કેસના સેટલમેન્ટના નામે ₹12 લાખ સહિત દોઢ વર્ષના ગાળામાં રાજુભાઈ પાસેથી અલગ-અલગ સમયે કુલ ₹3 કરોડ 12 લાખ પડાવી લેવામાં આવ્યા હતા. ગત 5 જૂનના રોજ કીર્તિ પટેલે રાજુભાઈને ફોન કરી ગાળાગાળી કરી ધમકી આપી હતી કે 'હું તને જોઈ લઈશ.' આ ઉપરાંત ફરિયાદીની સરપંચ પત્ની પર તેના જ સગા ભાઈ સાથે અનૈતિક સંબંધ હોવાના ગંભીર આક્ષેપો કર્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.