ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / 'નવરાત્રિમાં તિલક કરનારને જ એન્ટ્રી, વિધર્મીઓને નો એન્ટ્રી', લવ જેહાદ પર બજરંગ દળ આકરા પાણીએ
Last Updated: 07:08 PM, 4 October 2026
ADVERTISEMENT
સુરતમાં બજરંગ દળે નવરાત્રિ માટે કેટલીક શરતો મૂકી છે જેમાં તિલક કરનારને જ ગરબામાં એન્ટ્રી મળશે અને વિધર્મીઓને કોઈ પણ રીતે ગરબામાં એન્ટ્રી નહીં મળે. આયોજનમાં બાઉન્સર અને સાઉન્ડ સિસ્ટમ પણ હિન્દૂ હોવા જોઈએ. વિધર્મીઓ બહેન દીકરીઓને ફસાવે છે તેથી તેમની એન્ટ્રી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
ADVERTISEMENT
વડોદરામાં ગરબા આયોજકોએ શું પગલું ભર્યું?
વડોદરામાં નવરાત્રિમાં અનિચ્છનીય બનાવ ન બને અને ગરબાની પવિત્રતા જળવાઈ રહે તે માટે આયોજકો દ્વારા કેટલાક પગલાં ભરવામાં આવ્યાં છે. અસામાજિક તત્વો કે વિધર્મીઓ ખોટી રીતે ઓળખ છુપાવીને કે ખોટા આશયથી ગરબા ગ્રાઉન્ડમાં પ્રવેશ ન કરી શકે અને ખેલૈયાઓની સુરક્ષા જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવા માટે આ કડક આચારસંહિતા ઘડવામાં આવી છે.
ADVERTISEMENT
વધુ વાંચો : VIDEO : મોતનો લાઈવ વીડિયો, પૂરપાટ ઝડપે દોડતી કાર થાંભલા સાથે ટકરાઈને ખીણમાં ખાબકી
વિહિપ દ્વારા ગાઈડલાઈન જાહેર
ADVERTISEMENT
નવરાત્રિ તહેવાર દરમિયાન ગરબા પંડાલોમાં બિન-હિન્દુઓના પ્રવેશને રોકવા અને લવ જેહાદની પ્રવૃત્તિઓ પર લગામ લગાવવા માટે વિશ્વ હિન્દુ પરિષદ (VHP) અને બજરંગ દળ દ્વારા ખાસ ગાઇડલાઇન જાહેર કરવામાં આવી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.