ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / ટેસ્ટ, ODI અને T20I ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારનાર 7મો ભારતીય બન્યો શ્રેયસ અય્યર

સ્પોર્ટ્સ / ટેસ્ટ, ODI અને T20I ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારનાર 7મો ભારતીય બન્યો શ્રેયસ અય્યર

Published By: Pravin Joshi

Last Updated: 04:06 PM, 7 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વેસ્ટઇન્ડીઝ સામે લખનઉના ઇકાના સ્ટેડિયમમાં રમાયેલી પહેલી T20I મેચમાં ભારતીય કેપ્ટન શ્રેયસ અય્યરે 43 બોલમાં અણનમ 102 રન બનાવીને ઇતિહાસ રચ્યો છે.

ADVERTISEMENT

વેસ્ટઇન્ડીઝ સામેની પહેલી T20 મેચમાં ભારતીય કેપ્ટન શ્રેયસ અય્યરે પોતાની બેટિંગથી મેદાન પર તોફાન મચાવી દીધું છે. લકનઉના ઇકાના સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં શ્રેયસ અય્યરે માત્ર 43 બોલમાં 102 રનની અણનમ અને મેચ-વિનિંગ ઇનિંગ રમી હતી. આ વિસ્ફોટક સદી સાથે જ શ્રેયસ અય્યર આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ત્રણેય ફોર્મેટ – ટેસ્ટ, વન-ડે અને T20I માં સદી નોંધાવનાર ભારતનો 7મો પુરુષ બેટ્સમેન બની ગયો છે.

મેચમાં પ્રથમ બેટિંગ કરતા વેસ્ટઇન્ડીઝની ટીમે 19.1 ઓવરમાં 171 રન બનાવ્યા હતા. વિન્ડીઝ તરફથી કેપ્ટન શાઈ હોપે 52 રન અને શેરફેન રધરફોર્ડે 56 રનની અર્ધસદી રમી હતી. ભારતીય ટીમ તરફથી પોતાની ડેબ્યૂ મેચ રમી રહેલા યુવા બોલર નમન ધીરે શાનદાર પ્રદર્શન કરતા 3 વિકેટ ઝડપી હતી. 172 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમે આ ટાર્ગેટ માત્ર 14.4 ઓવરમાં જ 2 વિકેટ ગુમાવીને પ્રાપ્ત કરી લીધો હતો. શ્રેયસ અય્યરે પોતાની 102 રનની ઇનિંગમાં 10 ચોગ્ગા અને 6 ગગનચુંબી છગ્ગા ફટકાર્યા હતા. ઇશાન કિશન 27 બોલમાં 37 રન બનાવી અણનમ રહ્યો હતો. આ અગાઉ સંજુ સેમસન 11 રન અને અભિષેક શર્મા 21 રન બનાવી આઉટ થયા હતા.

ત્રણેય ફોર્મેટમાં સદી મારનાર 7મો ભારતીય

આ સદી સાથે જ શ્રેયસ અય્યર સુરેશ રૈના, રોહિત શર્મા, કે.એલ. રાહુલ, વિરાટ કોહલી, શુભમન ગિલ અને યશસ્વી જેસવાલની ખાસ ક્લબમાં સામેલ થઈ ગયો છે. ભારત માટે આ ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારવાનો રેકોર્ડ સૌથી પહેલા સુરેશ રૈનાએ બનાવ્યો હતો.

shreyas-iyer--3

શ્રેયસ અય્યરે નામે કર્યા આ 3 મોટા રેકોર્ડ્સ

કેપ્ટન તરીકે T20I સદી: શ્રેયસ અય્યર T20 ઇન્ટરનેશનલમાં ભારતીય ટીમનો કેપ્ટન તરીકે સદી ફટકારનાર માત્ર 3જો ભારતીય ખેલાડી બની ગયો છે. આ પહેલા રોહિત શર્મા (3 સદી) અને સૂર્યકુમાર યાદવ (1 સદી) આ સિદ્ધિ મેળવી ચૂક્યા છે.

બીજી સૌથી ઝડપી T20I સદી: કેપ્ટન તરીકે ભારત માટે સૌથી ઝડપી સદી ફટકારવાના મામલે અય્યર બીજા સ્થાને પહોંચી ગયો છે. તેણે માત્ર 42 બોલમાં પોતાના 100 રન પૂરા કર્યા હતા. આ લિસ્ટમાં રોહિત શર્મા 35 બોલમાં સદી સાથે પ્રથમ ક્રમે છે.

વધુ વાંચો : ભારતીય મહિલા ક્રિકેટમાં નવા યુગનો પ્રારંભ: હરમનપ્રીત કૌર બાદ સ્મૃતિ મંધાના બની ટીમ ઈન્ડિયાની નવી કેપ્ટન

T20I માં ચેઝ કરતા સદી: T20I ક્રિકેટમાં ટાર્ગેટ ચેઝ કરતી વખતે સદી ફટકારનાર અય્યર ભારતનો 4થો ખેલાડી બન્યો છે. તેના પહેલા કે.એલ. રાહુલ (2 વાર), રોહિત શર્મા (1 વાર) અને સૂર્યકુમાર યાદવ (1 વાર) આ પરાક્રમ કરી ચૂક્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

INDvsWI ShreyasIyerRecord ShreyasIyer

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ