ન્યૂઝ અપડેટ્સ
VTV / સ્પોર્ટસ / Cricket / ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાનું એલાન, 4 વર્ષ બાદ અનુભવી સ્વિંગ બોલરની વાપસી
Last Updated: 09:58 PM, 6 October 2026
ADVERTISEMENT
BCCIએ આગામી ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ટીમ ઇન્ડિયા અને ઇન્ડિયા એ સ્ક્વોડની જાહેરાત કરી દીધી છે. આ પ્રવાસ પર ભારતીય ટીમ મેઝબાન ન્યૂઝીલેન્ડ સામે પાંચ મેચની રોમાંચક T20 સિરીઝ રમશે. જ્યારે ઇન્ડિયા A ટીમ ન્યૂઝીલેન્ડ એ સામે ત્રણ મલ્ટિ-ડે (ચાર દિવસીય) મેચો રમશે. જેમાં વનડે અને ટેસ્ટ સિરીઝ માટેની ટીમોની જાહેરાત હજુ બાદમાં કરવામાં આવશે.
ADVERTISEMENT
આ સ્ક્વોડની સૌથી મોટી ખબર અનુભવી ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારની ભારતીય ટીમમાં કમબેક છે. લગભગ ચાર વર્ષના લાંબા અંતરાલ બાદ તેમને ફરીથી બ્લુ જર્સીમાં બોલિંગનું કામ સોંપવામાં આવ્યું છે. જેમાં શ્રેયસ અય્યરને ટીમની કમાન સોંપવામાં આવી છે, જ્યારે વાઈસ કેપ્ટનની જવાબદારી તિલક વર્માને આપવામાં આવી છે.
ADVERTISEMENT
ભુવનેશ્વર કુમારની વાપસી કેમ?
ભુવનેશ્વર કુમારે પોતાનું છેલ્લો T20 મુકાબલો નવેમ્બર 2022માં એડિલેડ ઓવલમાં ઇંગ્લેન્ડ સામે T20 વર્લ્ડ કપના સેમિફાઇનલમાં રમ્યો હતો. ત્યારબાદ તે ટીમમાંથી બહાર હતો. પરંતુ છેલ્લા બે આઈપીએલ સીઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ માટેના તેના શાનદાર પ્રદર્શને સિલેક્ટર્સનું ધ્યાન ખેંચી લીધું છે. છેલ્લા બે વર્ઝનમાં તેને કુલ 45 વિકેટ લીધી અને ટીમને ટાઈટલ અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. નવા બોલથી તેની સ્વિંગ અને અનુભવને જોતાં તેમને ફરીથી નેશનલ ટીમમાં મોકો મળ્યો છે. જોકે આ પસંદગીને કારણે તેને હોકોંગ સિક્સેસમાંથી હટવું પડશે જ્યાં તેને હાલ જ કેપ્ટન બનાવવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
T20 ટીમ
શ્રેયસ અય્યર (કેપ્ટન), તિલક વર્મા (વાઈસ કેપ્ટન), અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), વૈભવ સૂર્યવંશી, ઈશાન કિશન (વિકેટકીપર), અક્ષર પટેલ, શિવમ દુબે, નીતીશ કુમાર રેડ્ડી, નમન ધીર, પ્રિન્સ યાદવ, મયંક યાદવ, અર્શદીપ સિંહ, ભુવનેશ્વર કુમાર, વરુણ ચક્રવર્તી અને કુલદીપ યાદવ.
ADVERTISEMENT
ઇન્ડિયા A ટીમ
ADVERTISEMENT
ધ્રુવ જુરેલ (કેપ્ટન/વિકેટકીપર), યશસ્વી જૈસવાલ, કેએલ રાહુલ, દેવદત્ત પડિક્કલ, રવિચંદ્રન સ્મરણ, ઋષભ પંત, વોશિંગ્ટન સુંદર, આકિબ નબી, આકાશ દીપ, અંશુલ કંબોજ, માનવ સુથાર, મુકેશ ચૌધરી, સાઈ સુદર્શન, યશ રાઠોડ અને મુકેશ કુમાર.
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / આ જ અઠવાડિયે 8માં પગારપંચ પર થશે મોટી મીટિંગ, જાણો બેઠકનો મૂળ એજન્ડા
ADVERTISEMENT