ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 08:50 PM, 6 October 2026
ADVERTISEMENT
દેશમાં બિઝનેસ કરવાની પ્રક્રિયાને વધુ સરળ અને સુગમ બનાવવાના હેતુથી સરકારે GST માળખામાં કેટલાક ક્રાંતિકારી નિર્ણયો લીધા છે. નવા સુધારા મુજબ હવે GST ની દરોમાં વર્ષ દરમિયાન વારંવાર ફેરફાર કરવામાં આવશે નહીં, પરંતુ દર વર્ષે 1 એપ્રિલના રોજ જ નવી દર લાગુ થશે. સરકારના આ નિર્ણયથી વેપારીઓ અને કંપનીઓને આખા નાણાકીય વર્ષ માટે કર દરો અંગે સ્પષ્ટતા મળશે અને તેઓ અગાઉથી તેમનું નાણાકીય આયોજન કરી શકશે.
ADVERTISEMENT

ADVERTISEMENT
નાના અને મધ્યમ વર્ગના વેપારીઓની વર્કિંગ કેપિટલની સમસ્યા ઉકેલવા માટે સરકારે રિફંડ પ્રક્રિયાને અત્યંત ઝડપી બનાવવાનો નિર્ણય કર્યો છે. હવેથી પાત્રતા ધરાવતા તમામ કિસ્સાઓમાં વધુમાં વધુ 17 દિવસની અંદર GST રિફંડ વેપારીના ખાતામાં જમા કરી દેવામાં આવશે. આનાથી બજારમાં રોકડ પ્રવાહ જળવાઈ રહેશે.

ADVERTISEMENT
સરકાર ટૂંક સમયમાં જ એક નવું 'ઇનવોઇસ મેચિંગ સોફ્ટવેર' લોન્ચ કરવા જઈ રહી છે. આ સોફ્ટવેરના કારણે ઇનવોઇસમાં ડેટા મિસમેચ થવાની સમસ્યાઓ હલ થશે, જેનાથી વેપારીઓને કારણ દર્શાવો નોટિસ મળવાની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થશે.
ADVERTISEMENT

ADVERTISEMENT
સરકારના જણાવ્યા મુજબ, હાલમાં 61% જેટલી કંપનીઓનું GST રજીસ્ટ્રેશન 34 minutes થી પણ ઓછા સમયમાં પૂર્ણ થઈ રહ્યું છે.
ADVERTISEMENT
ડાયરેક્ટ ટેક્સની જેમ હવે GST સિસ્ટમને પણ Faceless બનાવવાની દિશામાં કામ થઈ રહ્યું છે. શરૂઆતના તબક્કામાં આ સુવિધા CGST ના કેસોમાં લાગુ કરવામાં આવશે.

જો કોઈ સેલર (વેચનાર) પોતાના હિસ્સાનો GST ટેક્સ નહીં ભરે, તો પણ હવે બાયર (ખરીદનાર) નું ઈનપુટ ટેક્સ ક્રેડિટ કે રિફંડ અટકાવવામાં નહીં આવે. આ નિયમથી પ્રમાણિક વેપારીઓને મોટી રાહત મળશે.
આ તમામ સુધારા આગામી 2 થી 3 મહિનામાં સંપૂર્ણપણે અમલમાં આવી જશે, જેનાથી દેશનું ટેક્સ સ્ટ્રક્ચર વધુ વેપાર-અનુકૂળ અને પારદર્શક બનશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / આ જ અઠવાડિયે 8માં પગારપંચ પર થશે મોટી મીટિંગ, જાણો બેઠકનો મૂળ એજન્ડા
ADVERTISEMENT