ન્યૂઝ અપડેટ્સ
6 ફોટો ગેલેરી
Last Updated: 10:07 PM, 6 October 2026
1/6
ભાદરવા પૂનમથી શરૂ થતો પિતૃપક્ષ સનાતન ધર્મમાં પૂર્વજો પ્રત્યે શ્રદ્ધા વ્યક્ત કરવાનો વિશેષ સમય માનવામાં આવે છે. આ સમયે તર્પણ, પિંડદાન અને શ્રાદ્ધ દ્વારા પિતૃઓનું સ્મરણ કરવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ મુજબ આ સમયમાં પિતૃઓ વિવિધ રૂપે પોતાના વંશજો પાસે આવીને આશીર્વાદ આપે છે. એવું મનાય છે કે જો આ સમયે ચાર ખાસ જીવજંતુઓ ઘરમાં કે તેની આસપાસ અચાનક દેખાય તો તેમને ભગાવવા કે નુકસાન પહોંચાડવું યોગ્ય નથી. તેમના આગમનને પિતૃઓની પ્રસન્નતા અને શુભ સંકેત તરીકે જોવામાં આવે છે. આવી સ્થિતિમાં તેમના માટે ભોજન કે પાણીની વ્યવસ્થા કરવી પુણ્યદાયી માનવામાં આવે છે. ચાલો તેના વિષે જાણીએ.
2/6
ADVERTISEMENT
3/6
પિતૃપક્ષમાં કાગડાને પૂર્વજોનું પ્રતીક અને સંદેશવાહક માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા મુજબ કાગડાને અન્ન ખવડાવવાથી પિતૃઓ સુધી ભોજન પહોંચે છે. જો આ દિવસોમાં કાગડો ઘરની છત કે આંગણામાં આવે તો તેને ભગાવવાને બદલે શ્રદ્ધાપૂર્વક ભોજન કરાવો. જેમાં ખીર-પૂરી કે પંચબલીનો અંશ ખવડાવવો શુભ માનવામાં આવે છે. કાગડો ભોજન ગ્રહણ કરે તે પિતૃઓની સંતુષ્ટિનો સંકેત ગણાય છે.
4/6
પિતૃપક્ષમાં કૂતરાને ભોજન કરાવવું ધાર્મિક દૃષ્ટિએ શુભ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે કૂતરાનો સંબંધ યમરાજના અનુચર અને પિતૃલોક સાથે જોડાયેલો છે. આ સમયે જો કોઈ કૂતરો અચાનક ઘરના દ્વાર પર પહોંચી જાય તો તેને ભગાવવાને બદલે સન્માનપૂર્વક ભોજન કરાવો. એવું મનાય છે કે કૂતરાનું આ રીતે આવવું પૂર્વજોની પ્રસન્નતા અને સંતુષ્ટિનો સંકેત છે. જેમાં શ્રદ્ધાથી ભોજન કરાવવાથી પિતૃઓનો આશીર્વાદ મળવાની માન્યતા છે.
ADVERTISEMENT
5/6
પિતૃપક્ષ દરમિયાન ઘરમાં અચાનક કાળી કે લાલ કીડીઓનું ઝુંડ નજરે પડે તો તેને ધાર્મિક માન્યતાઓમાં શુભ સંકેત માનવામાં આવે છે. આવી સ્થિતિમાં કીડીઓને નુકસાન પહોંચાડવા કે ભગાવવાને બદલે તેમના માટે ખાંડ મિશ્ર કરીને લોટ નાખવાની પરંપરા છે. એવી માન્યતા છે કે આ ઉપાયથી પિતૃઓની કૃપા બની રહે છે. જેમાં પિતૃ દોષથી રાહત મળે છે અને પરિવારમાં સુખ-શાંતિ તથા સમૃદ્ધિનો વાસ થાય છે.
6/6
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / આ જ અઠવાડિયે 8માં પગારપંચ પર થશે મોટી મીટિંગ, જાણો બેઠકનો મૂળ એજન્ડા