ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / 10 લાખ નોકરીઓ પર સંકટ! લગાવી PM મોદી પાસે મદદની ગુહાર, દર્શાવી ચિંતા

નેશનલ / 10 લાખ નોકરીઓ પર સંકટ! લગાવી PM મોદી પાસે મદદની ગુહાર, દર્શાવી ચિંતા

Published By: Nirav Kumar

Last Updated: 05:57 PM, 6 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IRDAIના વીમા વિતરણ સુધારાના પ્રસ્તાવથી 10 લાખ નોકરીઓ જોખમમાં આવી શકે છે એમ કહીને બ્રોકર્સ સંસ્થાએ પીએમ મોદી પાસે દખલની માંગ કરી છે.

ADVERTISEMENT

વીમા ક્ષેત્રમાં IRDAIએ તાજેતરમાં જે મોટા સુધારાના પ્રસ્તાવ મૂક્યા છે તેને લઈને વીમા દલાલોની સંસ્થા Insurance Brokers Association of Indiaએ ચિંતા વ્યક્ત કરી છે. સંસ્થાએ પ્રધાનમંત્રી કાર્યાલયને પત્ર લખીને આ પ્રસ્તાવોમાં દખલ કરવાની માંગ કરી છે. તેમનું કહેવું છે કે આ ફેરફારો લાગુ થાય તો આગામી પાંચ વર્ષમાં 10 લાખથી વધુ લોકોની આજીવિકા જોખમમાં આવી શકે છે.

IRDAIએ 23 સપ્ટેમ્બરે કોન્સુલટેશન પત્ર ઈશ્યુ કરીને વીમા વિતરણ અને કમિશનના માળખામાં મોટા ફેરફારો સૂચવ્યા છે. જેનો હેતુ ડિસ્ટ્રીબ્યુશન પ્રણાલીને સરળ બનાવવી, પારદર્શિતા વધારવી,મિસ-સેલિંગ રોકવી અને કમિશન ખર્ચ ઘટાડીને ગ્રાહકો માટે પ્રીમિયમ સસ્તું કરવાનો છે. પરંતુ IBAI કહે છે કે તેઓ ગેરવેચાણ રોકવાના પ્રયાસોને સમર્થન આપે છે પરંતુ પ્રસ્તાવિત કમિશનની મર્યાદા અને ખર્ચમાં કાપથી પોલિસીધારકો, બ્રોકર્સ, નોકરીઓ, સ્પર્ધા અને ક્ષેત્રમાં રોકાણ પર નકારાત્મક અસર પડી શકે છે.

કયા પ્રસ્તાવો પર છે વાંધા?

IRDAIએ વિવિધ વીમા ઉત્પાદનો અને ચેનલ્સ પર 30થી વધુ પ્રકારની કમિશન મર્યાદા લગાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે. જેમાં IBAIને આ પસંદ નથી કારણ કે અલગ-અલગ ચેનલ્સમાં કમિશનમાં મોટો તફાવત હોય છે. સંસ્થા કહે છે કે ખર્ચમાં કાપ લાગુ થાય તો તેનો મુખ્ય બોજ બ્રોકર્સ, વીમા કર્મચારીઓ અને કંપનીઓ પર પડશે. ગ્રાહકોને ઓછું પ્રીમિયમ કે વધુ ફાયદો મળશે તેની કોઈ ગેરંટી નથી.

વીમા કંપનીઓના કુલ ખર્ચની મર્યાદામાં લગભગ એક-તૃતીયાંશ કાપનો પણ પ્રસ્તાવ છે. આ સિવાય આંતરરાષ્ટ્રીય લેવલે માન્ય ‘ઇન્શ્યોરન્સ બ્રોકર’ શબ્દને બદલીને ‘ઇન્શ્યોરન્સ ડિસ્ટ્રિબ્યુશન એન્ટિટી’ કરવાની વાત છે. આ પ્રસ્તાવમાં ગ્રાહકોના પ્રતિનિધિ તરીકે કામ કરતા બ્રોકર્સ અને કંપનીઓ માટે ઉત્પાદનો વેચતા ડિસ્ટ્રિબ્યુટર્સ વચ્ચે કોઈ ભેદ રાખવામાં આવ્યો નથી.

બ્લેન્કેટ કમિશન કેપનો વિરોધ

IBAI એકસરખી કમિશન મર્યાદાનો પણ વિરોધ કરે છે. તેમનું કહેવું છે કે આવી મર્યાદા લગાવવાથી બજારની નેચરલ વૃદ્ધિ અટકી જશે. સંસ્થા મુજબ જનરલ ઇન્શ્યોરન્સ કંપનીઓનો ઓપરેશનલ ખર્ચ વર્ષ 2022-23માં કુલ પ્રીમિયમના 28.2% હતો જે 2024-25માં ઘટીને 26.5% થયો છે. આ જ સમયગાળામાં પ્રીમિયમમાં વાર્ષિક લગભગ 13% વધારો થયો છે. આ દર્શાવે છે કે હાલનું 2023નું ખર્ચ નિયંત્રણ માળખું સારી રીતે કામ કરી રહ્યું છે. જ્યારે ખર્ચ પહેલેથી નિયંત્રણમાં છે અને પ્રીમિયમ વધી રહ્યું છે ત્યારે નિયમો કડક કરીને ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કની આવક ઘટાડવાનો કોઈ અર્થ નથી.

વધુ વાંચો : 8માં પગારપંચમાં DAમાં થશે સેકન્ડ ટાઈમ વધારો, જાણો કેન્દ્રીય કર્મીઓ પર શું અસર થશે?

રોજી-રોટી પર સંકટ

IBAIનું કહેવું છે કે આ ફેરફારોથી પાંચ વર્ષમાં 10 લાખથી વધુ લોકોની આજીવિકા જોખમમાં આવી શકે છે. દેશમાં હાલ 27.18 લાખ પોઇન્ટ-ઓફ-સેલ વીમા કર્મચારીઓ કામ કરે છે, જેમાંથી 54%થી વધુને સીધી રીતે વીમા બ્રોકર્સ દ્વારા વ્યાવસાયિક અને તકનીકી મદદ મળે છે. મોટર ઇન્શ્યોરન્સ સર્વિસ પ્રોવાઇડર્સના નેટવર્કમાં બ્રોકર્સનો હિસ્સો લગભગ 62% છે. આ નેટવર્ક સાથે જોડાયેલા મોટા ભાગના લોકો ટાયર-2, ટાયર-3 શહેરો અને ગ્રામીણ વિસ્તારોમાં રહે છે, જેમની પૂરી આજીવિકા મોટર વીમાની રિટેલ વેચાણ અને સર્વિસિંગ પર આધારિત છે. જો બ્લેન્કેટ કમિશન કેપ અને ખર્ચમાં 33% કાપ લાગુ થાય તો આ વિશાળ નેટવર્ક પર સીધી અસર પડશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Insurance jobs posed IRDAI

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ