ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / વધતી મોંઘવારી વચ્ચે શું ફરી વધી શકે FDના વ્યાજ દર? RBIના આગામી પગલાં પર નજર

photo-story

9 ફોટો ગેલેરી

Bank FD Interest Rate / વધતી મોંઘવારી વચ્ચે શું ફરી વધી શકે FDના વ્યાજ દર? RBIના આગામી પગલાં પર નજર

Last Updated: 10:54 PM, 5 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

વધતી મોંઘવારીને કારણે RBI રેપો રેટમાં 25 બેસિસ પોઇન્ટનો વધારો કરી શકે છે. જો આમ થાય તો બેંક FDની વ્યાજ દરો ફરી વધવાની સંભાવના છે.

1/9

photoStories-logo

1. રેપો રેટ

વધતી મોંઘવારીને કારણે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કડક પગલું ભરી શકે છે. જેમાં અનેક નાણાકીય નિષ્ણાતોનું માનવું છે કે બુધવારે 7 ઑક્ટોબર 2026 પૂરી થનારી મોનેટરી પોલિસી કમિટી ની બેઠકમાં RBI રેપો રેટમાં 25 બેસિસ પોઇન્ટનો વધારો કરીને તેને 5.25 ટકાથી 5.50 ટકા કરી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/9

photoStories-logo

2. કેમ થશે વધારો?

આ અંદાજ વધતી મોંઘવારી, ક્રુડ ઓઈલની ઊંચી કિંમતો, રૂપિયાની કમજોર કિંમત, ભૌગોલિક તણાવને કારણે સપ્લાયમાં અવરોધ અને ફેડ રેટ વધારા જેવા કારણોને ધ્યાનમાં રાખીને લગાવવામાં આવ્યો છે. જો RBI રેટ વધારે તો ફિક્સ્ડ ડિપોઝિટ રોકાણકારો માટે સારા સમાચાર બની શકે છે. કેમ કે FDની વ્યાજ દરોમાં ફરી વધારો થવાની શક્યતા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/9

photoStories-logo

3. એક્સપર્ટ શું કહે છે?

એક્સપર્ટ અનુસાર ઑગસ્ટમાં રિટેલ મોંઘવારી 4.82 ટકા હતી જે 4 ટકાના ટાર્ગેટથી વધુ છે. આથી ઑક્ટોબરની પોલિસીમાં 25 બેસિસ પોઇન્ટનો વધારો નકારી શકાય નહીં. યસ બેંકનું પણ માનવું છે કે કિંમતના દબાણને ધ્યાનમાં રાખીને RBI ઑક્ટોબરમાં 25 bpsનો વધારો કરીને રેટ વધારાની સાઈકલ શરૂ કરી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/9

photoStories-logo

4. હાલની FD વ્યાજ દરો

સરકારી બેંકોમાં બેંક ઓફ બરોડા, બેંક ઓફ ઇન્ડિયા, કેનેરા બેંક અને પંજાબ નેશનલ બેંક 6.60 ટકા આપી રહી છે. જ્યારે SBI 6.45 ટકા આપે છે. પ્રાઇવેટ બેંકોમાં યસ બેંક 7 ટકા, કોટક 6.65 ટકા અને HDFC 6.45 ટકા આપી રહી છે. જેમાં સ્મોલ ફાઇનાન્સ બેંકોમાં ઉત્કર્ષ 8.10 ટકા સુધી આપી રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/9

photoStories-logo

5. મોંઘવારી અને ક્રેડિટ-ડિપોઝિટ રેશિયો

ઓગસ્ટ 2026માં CPI આધારિત રિટેલ મોંઘવારી 4.84 ટકા પર પહોંચી ગઈ છે. તે RBIના 4 ટકાના ટાર્ગેટથી ઉપર છે પરંતુ 6 ટકાની ઉપલી સીમાથી હજુ દૂર છે. ક્રેડિટ-ડિપોઝિટ રેશિયો 80.83 ટકા છે, જે હજુ ઊંચો છે. વધુ ક્રેડિટ વૃદ્ધિને કારણે બેંકોને વધુ ડિપોઝિટ ભેગુ કરવાનું દબાણ રહે છે જેથી તેઓ FDની દરો વધારી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/9

photoStories-logo

6. સ્મોલ સેવિંગ્સ અને G-Secની સ્પર્ધા

FDને સરકારી સિક્યોરિટીઝ અને નાની બચત યોજનાઓથી કડક સ્પર્ધા મળી રહી છે. 1 વર્ષની G-Sec યીલ્ડ 6-6.75 ટકા, 3 વર્ષની 6.79 ટકા, 5 વર્ષની 6.93 ટકા અને 10 વર્ષની 7.20 ટકા છે. નાની બચત યોજનાઓમાં સિનિયર સિટિઝન સેવિંગ્સ સ્કીમ 8.2 ટકા અને બીજી યોજનાઓ 6.7 ટકાથી વધુ આપી રહી છે. આ કારણે બેંકો ગ્રાહકોને આકર્ષવા માટે FDની દરો વધારી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/9

photoStories-logo

7. Small Saving Schemes પણ આપી રહી છે સારૂ રિટર્ન

1 ઓક્ટોબરથી 31 ડિસેમ્બર 2026ના ત્રિમાસિક સમયગાળા માટે અમુક યોજનાઓના વ્યાજદર આ પ્રમાણે છે. જેમાં 1 વર્ષનું Post Office Time Deposit – 6.9%, 2 વર્ષનું Time Deposit – 7.0% 3 વર્ષનું Time Deposit – 7.1% 5 વર્ષનું Time Deposit – 7.5%, 5 વર્ષનું Recurring Deposit – 6.7%, Senior Citizen Savings Scheme – 8.2%, Monthly Income Account – 7.4%, National Savings Certificate – 7.7% અને Public Provident Fund – 7.1%નો સમાવેશ થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/9

photoStories-logo

8. FD રોકાણકારોએ શું ધ્યાનમાં રાખવું?

જો RBI વ્યાજદર વધારવાનું શરૂ કરે છે તો તરત જ લાંબા સમયની FDમાં આખી રકમ રોકી દેવાને બદલે થોડો સમય માર્કેટની દિશા જોવી પણ ઉપયોગી બની શકે છે. જે લોકો આગામી સમયમાં FD કરાવવાનું વિચારી રહ્યા છે તેઓ અલગ-અલગ બેંકોના વ્યાજદર, FDની મુદત અને સમય પહેલાં FD તોડવાના નિયમોની સરખામણી કરી શકે છે. ખાસ કરીને સ્મોલ ફાઇનાન્સ બેંકો વધુ વ્યાજ આપે છે. પરંતુ રોકાણ કરતા પહેલાં બેંકની વિશ્વસનીયતા અને ડિપોઝિટ ઇન્શ્યોરન્સની લીમીટ જેવી બાબતો પણ ધ્યાનમાં લેવી જરૂરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

9/9

photoStories-logo

9. DISCLAIMER

બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

repo rate inflation FD interest
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ